માત્ર સાત લપસિયા ખાવાથી દરેક રોગ મટાડે છે ભિચરી માતાજી- જાણો ગુજરાતમાં ક્યાં આવેલું છે આ ચમત્કારિક મંદિર
ગુજરાત રાજ્યમાં અનેક અનોખા મંદિરો આવેલા છે. આ મંદિરમાં લોકો શ્રદ્ધાથી માથું ટેકવે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે એક મંદિર એવું પણ છે જ્યાં સાત વાર લપસીયા ખાવાથી ચામડીના તમામ રોગ મટી જાય છે. અને આ મંદિર પણ ગુજરાતમાં જ આવેલું છે. વાત કરવામાં આવે તો રાજકોટ થી પાંચ કિલોમીટર દૂર ભિચરી માતાજી નું મંદિર આવેલું છે. જ્યાં લોકો ચામડીના રોગો મટાડવાની માનતા લઈને આવે છે.
લોકોનું કહેવું છે કે અહીં મંદિરની બહાર પથ્થર પર લપસીયા ખાવાથી માતાજી ચામડીના રોગો મટાડી દે છે. માત્ર એટલું જ નહીં પણ આ ભિચરી માતાજી લોકોના દુઃખ દર્દ પણ દૂર કરે છે તેવું કહેવામાં આવે છે.
View this post on Instagram
એવું પણ કહેવામાં આવે છે કે ભિચરી માતાજીના દરવાજે જે પણ કોઈ રોગ લઈને આવે છે અને તે માનતા રાખે તો તે પૂર્ણ થાય છે. અહીંયા મંદિરે માતાજીને મીઠું ચઢાવવાનું હોય છે.
વાત કરીએ તો રાજકોટ થી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે આવેલું આ પ્રખ્યાત ભિચરી માતાજીનું મંદિર ચમત્કારિક મંદિર ગણાય છે. અહીં ભક્તો માતાજીને મીઠું ચઢાવે છે. અહીંયા મંદિરમાં ખોડીયાર માતા બિરાજી છે અને જેવો ભિચરી માતા તરીકે ઓળખાય છે.
આ મંદિરે રોજ હજારો ભક્તો પોતાના દુઃખ દર્દ લઈને આવે છે, જેવો લપસીયા ખાઈને દુઃખ દર્દ મટાડે છે. લોકોનું કહેવું છે કે અહીં જે પણ ભક્તો રોગ લઈને આવે છે અને તેની માનતા રાખે છે તે મુજબ મીઠું ભગવાનને ચઢાવે છે અને મંદિરમાં આવેલ પથ્થર પર સાત વખત લપસીયા ખાય છે એટલે ભક્તોના દુઃખ દૂર થાય છે.
મહત્વની વાત તો એ છે કે અહીં માત્ર ગુજરાતના જ નહીં પણ દેશ-વિદેશના ભક્તો પણ આવે છે.
માનતા વિશે મંદિરના પૂજારી પીન્ટુ બાપુએ જણાવતા કહ્યું હતું કે, અહીંયા કોઈપણ જાતની તકલીફ લઈને માણસો આવે જેમકે કાળા ડાઘ, ધોળા ડાગ, મસા, હરસ, ખરજવું, ગુમડા સહિતના કોઈપણ રોગ લઈને આવે અને ભિચરી માતાને એક કિલો ચડાવવાની માનતા રાખીને બે કિલો મીઠુ ચડાવે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે.