માત્ર 23 વર્ષની ઉમરે આ ગુજરાતી યુવાન અંબાણી અદાણીના લીસ્ટ મા આવી ગયો ! એવી કંપની ઉભી કરી કે તમે પણ….
આજે આપણે એક એવા યુવાન વિશે જાણીશું જેને માત્ર 23 વર્ષની ઉંમરે ભારતનાં સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. આ યુવાન આપણા સૌરાષ્ટ્રનો છે, જેને આ ઉંમરે આવી સિદ્ધિ પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ચાલો ત્યારે અમે આપને આ યુવાન વિશે માહિતગાર કરીએ.
હાલમાં જ IIFL હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં દેશનાં 100 સૌથી અમીર વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી છે.હવે ગર્વની વાત એ છે કે, આ યાદીમ ભાવનગરના 23 વર્ષના શાશ્વત નાકરાણીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખૂબ જ નાની વયે તે ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ ‘ભારત પે’નો ફાઉન્ડર છે. હવે તેમાં સંઘર્ષ વિશે જાણીએ તો આજથી 4 વર્ષ પહેલાં જ્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષ હતી ત્યારે તેને અશ્નીર ગ્રોવર સાથે મળીને ભારત પે ક્યુઆર કોડ બનાવ્યું હતું. જીવમના સફળતા જરૂર મળે છે.
આજે શાશ્ચતનું નામ દેશનાં અમીરોની લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. IIFL વેલ્થ હુરુન લિસ્ટમાં ભારતમાં એવાં વ્યક્તિઓને સામેલ કરવામાં આવે છે, જેમની સંપત્તિ 1000 કરોડથી વધારે છે. શાશ્વત ભાવનગરથી છે. વર્ષ 2015માં તેણે IIT દિલ્હી જોઈન કર્યું હતું. તેણે ટેક્સટાઈલ ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે ઓનલાઈન પેમેન્ટ માર્કેટમાં ગેપની ઓળખ કરીને એક એવું પેમેન્ટ ગેટ વે બનાવવાનું નક્કી કર્યું, કે જેને વેપારીઓ પણ એક્સેસ કરી શકે અને તેમનું માર્જિન પણ ઘટે નહીં.
યુપીઆઈના ઈન્ટરઓપરેબિલિટી ફીચરનો ફાયદો ઉઠાવીને વેપારીઓની મદદ કરી શકે. તેવામાં નાકરાણીએ એક યુનિક સોલ્યુશન લાવ્યો હતો, જેની મદદથી વેપારીઓને અલગ-અલગ પેમેન્ટ એપ્સ માટે અલગ-અલગ ક્યુઆર કોડની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ. ભારત પે વેપારીઓ માટે એક એવો સિંગલ ક્યુઆર કોડ છે.
કે જે તમામ પેમેન્ટ એપ્સ જેવી કે પેટીએમ, ફોન પે, ગુગલ પે, ભીમ અને આ ઉપરાંત 150થી વધારે યુપીઆઈ એપ્સથી પેમેન્ટ સ્વીકારે છે. ભારત પે દ્વારા લોન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને અત્યાર સુધી 1800 કરોડથી વધારેની લોન આપી ચૂક્યું છે. ભારત પે પણ ઝીરો પ્રોસેસિંગ ફી સાથે 7 લાખ રૂપિયાની લોન લઈ શકાય છે.