આ 3 સ્ટોકમાં કમાવવાનો શાનદાર મોકો છે, 24 ટકા સુધી કમાણી થઇ શકે

આ 3 સ્ટોકમાં કમાવવાનો શાનદાર મોકો છે, 24 ટકા સુધી કમાણી થઇ શકે

શુક્રવારે શેરબજારો વધારા સાથે બંધ રહ્યા, પરંતુ જાણકારોનું માનવું છે કે એક ઝડપી કરેકશન આવી શકે છે. શેરબજારમાં શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરનારા રોકાણકારો માટે એક બ્રોકરેજ ફર્મે 3 શેરો ખરીદવાની ભલામણ કરી છે. 2થી 3 સપ્તાહમાં 24 ટકા જેટલું રિટર્ન આ શેરોમાં રોકાણથી મળી શકે છે. ટુંકાગાળામાં રોકાણકારોને ફાયદો મળી શકે છે.

શેરબજારમાં આવનારા સમયમાં એક ઝડપી કરેક્શન આવી શકે છે અને ટ્રેડર્સે નફો ગાંઠી લેવો જોઇએ એવું નિષ્ણાતોનું માનવું છે.બ્રોકરેજ પેઢીએ આગામી બે-ત્રણ સપ્તાહ માટે 3 સ્ટોકસ ખરીદવાની ભલામણ કરી છે. આ શેરોમાં 24 ટકા જેટલી તેજી જોવા મળી શકે છે.

ગયા સપ્તાહમાં BSE-30 સેન્સેક્સ 298 પોઇન્ટ નીચે આવ્યો હતો અને નિફ્ટી 111 પોઇન્ટ ઘટ્યો હતો.શુક્રવારે શેરબજારો ઉપરમાં બંધ રહ્યા.19 મે શુક્રવારે BSE સેન્સેક્સ 61729 અને નિફ્ટી18203 પર બંધ રહ્યા હતા. ગયા સપ્તાહમાં નફારૂપી વેચવાલીને કારણે નિફ્ટીમાં કમજોરી જોવા મળી હતી. જાણકોરાનું માનવું છે કે, ટ્રેડીંગ કરનારાઓએ નફો અંકે કરી લેવો જોઇએ

બ્રોકરેજ ફર્મ આનંદ રાઠીના ઇક્વિટી રિસર્ચ મેનેજર જિગર પટેલે 3 સ્ટોક્સ ખરીદવાની ભલામણ કરી છે.

આ 3 શેરોમાં ફર્સ્ટસોર્સ સોલ્યુશન, અમર રાજા બેટરીઝ અને જ્યુબિલિયન્ટ ફાર્મોવાનો સમાવેશ થાય છે.

ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ- બ્રોકરેજ ફર્મે આ શેરને BYE રેટિંગ આપ્યું છે. આ શેર માટે 155 રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ શેરનો છેલ્લો બંધ ભાવ 133.70 છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે સલામતી માટે 114 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો,આ શેર છેલ્લાં 6 મહિનામાં 28 ટકા જેટલો વધ્યો છે.

અમર રાજા બેટરીઝ- આ સપ્તાહમાં અમર રાજા બેટરીઝના ત્રિમાસિક પરિણામો જાહેર થવાના છે. આ શેર માટે690 રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.શેરનો શુક્રવારે બંધ ભાવ639 રૂપિયા છે. આ શેર માટે 615 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનું કહેવામાં આવ્યું છે. છેલ્લાં 1 વર્ષમાં 28 ટકા વધ્યો છે.

જ્યુબિલિયન્ટ ફાર્મોવા- આ શેરને પણ BUY રેટિંગ આપવામાં આવ્યું છે અને 430 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. છેલ્લો બંધ ભાવ 346 રૂપિયા છે. 310 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનું બ્રોકરેજ હાઉસ દ્રારા કહેવામાં આવ્યું છે. છેલ્લાં 6 મહિનામાં આ શેર 9 ટકા ઘટ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *