સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ પોતાના ગામ “દુધાળા” ને આપી આ ખાસ ભેટ.., આખા ગામમાં સોલર સિસ્ટમ વિના મુલ્યે…
સુરતના ખૂબ જાણીતા ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા પોતાના સામાજિક કાર્યોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. ખરેખર હંમેશા નાના માણસો ની મદદ અને સમાજ કલ્યાણના કામો ની અંદર હંમેશા આગળ રહેતા સુરતના ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયા મેં આજે સૌ કોઈ લોકો ઓળખે છે. ખરેખર સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા અમરેલી જિલ્લાની અંદર આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામના વતની છે.
તેમજ અમરેલીના દુધાળા ગામના ઉદ્યોગપતિ અને સુરતની અંદર એસઆરકે ડાયમંડ કંપનીના માલિક એવા ગોવિંદભાઈ ધોળકિયા એ તેમના ગામ દુધાળા ને અનોખી ભેટ આપવામાં આવી રહી છે. ગોવિંદભાઈ ધોળકિયા પોતાના આખા ગામની અંદર દરેક ઘરે ઘરે સોલાર સિસ્ટમ ફીટ કરાવી રહ્યા છે. સોલાર સિસ્ટમ ની કામગીરી અત્યાર સુધીમાં ૫૦ ટકા પૂર્ણતાના આરે પણ થઈ ચૂકી છે.
ગોવિંદભાઈના આ અનોખા પ્રયાસને પગલે, સંપૂર્ણ કામગીરી થયા પછી આખા ભારત દેશનો સૌથી પહેલું સોલાર સિસ્ટમથી સજ્જ ગામ દુધાળા બની જશે. ખરેખર અમરેલી જિલ્લાની અંદર આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામના વતની અને સુરતના ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા તેમના ગામ ને ખૂબ જ સારી અને અનોખી ભેટ આપવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આખા ગામની અંદર ઘરે ઘરે સોલર સિસ્ટમ ફીટ કરાવી રહ્યા છે. ખરેખર ઉદ્યોગપતિ એવા ગોવિંદ ધોળકિયા એ આખા ગામની અંદર ખરેખર કંઈક કરી છુટવાની ભાવના એ લોકોને ખુબ જ સુંદર ભેટ થી નવાજ્યા છે. તેઓ પોતાના સ્વખર્ચે આખા ગામની અંદર સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે તેમ જ આખા ગામને ખૂબ જ મોટો ફાયદો થશે. સંપૂર્ણ કામગીરી પૂરી થયા પછી ભારત દેશની અંદર સૌથી પહેલું ગામ દુધાળા સોલર સિસ્ટમ ધરાવતું બની જશે.
આ પ્રકારની અનોખી ભેટ માતાની સાથે સમગ્ર દુધાળા ગામ ખુશખુશાલ બન્યા છે અને ગામની અંદર રહીને જે પણ પ્રકારનો લાઈટ બિલ આવ્યું હતું તેનાથી આખા ગામ ને મોટી રાહત મળશે. અત્યારે ગામના 50% ઉપરાંત સોલાર ફીટીંગ થઈ ગયા છે. જ્યારે શાળાની અંદર વાત કરવામાં આવે તો ગામની અંદર 310 જેટલા મકાનો આવેલા છે. આ તમામ મકાનો ની અંદર સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. તેમાં છેલ્લા કેટલાક દિવસોથી આ કામગીરી ખૂબ જ ભરપૂર અને જોશમાં ચાલી રહી છે
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ગોવિંદભાઈ ધોળકિયા ને લીવર ટ્રાન્સપ્લાન્ટ નું ઓપરેશન કરાવ્યું હતું અને એક નવી જિંદગી મળી હતી. ત્યારે સંપૂર્ણ સાજા થઈને તેઓ પહેલી વખત પોતાના વતન માટે કંઈક ભેટ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેમના પરિવાર દ્વારા એ પ્રકારનું નક્કી કરવામાં આવ્યું હતું કે આખા ગામને સોલર સિસ્ટમથી સજ્જ કરવું. તેનો ખાસ ઉદ્દેશ એ હતો કે ગામના દરેક લોકોને વીજળી દિલથી ખૂબ જ મોટી રાહત મળી શકે. તેના ભાગરૂપે અત્યારે આખા ગામની અંદર સોલર પ્લેટ ના ફીટીંગ ની કામગીરી ચાલી રહી છે
ખરેખર અત્યારે દુધાળા ગામની અંદર 50 ટકાની આસપાસ સોલર પ્લેટ નાખવામાં આવી છે. આવનારા દિવસોની અંદર દુધાળા ગામ ભારત દેશનું સૌથી પહેલું સોલર સિસ્ટમથી સજ્જ બની જશે. દુધાળા ગામના સ્થાનિક વતની એવા દીધી રાદડિયાએ જણાવ્યું હતું કે, મારા ગામની અંદર ગોવિંદકાકા દ્વારા સોલાર ફીટીંગ કરાવ્યા પછી ખૂબ જ મોટો ફાયદો થયો છે તેમાં જ લાઈટ બિલ પણ આવતું નથી. જે પણ લાવે છે તે આવતા મહિનાથી બંધ થઈ જશે અને આ સોલર સિસ્ટમ વિનામૂલ્યે ફીટ કરવામાં આવી રહી છે.
જેનાથી તમને 25 વર્ષ સુધી ફાયદો મળી જશે, ખરેખર આ સમગ્ર ભેટ અંતર્ગત, ગોવિંદ કાકા ભત્રીજા ઇશ્વરભાઇ જણાવ્યું હતું કે અમારા ધોળકિયા પરિવાર એ એવો નિર્ણય કર્યો હતો કે અમે સુરત થી આજે વતન દૂધ આવ્યા હતા અને આખું ગામ ખૂબ જ ખુશ થયું હતું, સોલાર સિસ્ટમ ની કામગીરી આવતાં દોઢ મહિનાની અંદર સંપૂર્ણપણે પૂરી થઈ જશે અને અત્યારે કામગીરી ભરપૂર માત્રામાં ચાલી રહી છે. ખરેખર ગામના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે