Government scheme : મોદી સરકારની શાદનાર સ્કીમ, મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, બસ જોઇશે આટલા કાગળિયા
Government scheme : કેન્દ્ર સરકાર દેશની મહિલાઓને આગળ વધારવા માટે ઘણી સરકારી સ્કીમ ચલાવી રહી છે. મોદી સરકારે પોતાની સ્પીચમાં લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ ઘણીવાર કર્યો છે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ આ યોજનાની ચર્ચા કરી હતી. આ યોજના અંતગર્ત સરકાર તમને 1 થી 5 લાખ રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે.
3 કરોડ મહિલાઓને મળશે ફાયદો
Government scheme : લખપતિ દીદી યોજનામાં તમને વગર વ્યાજે લોન મળી જાય છે. હાલ આ યોજના અંતગર્ત ફાયદો લેનારાઓની સંખ્યા 3 કરોડ સુધી પહોંચવાનો લક્ષ્ય છે.
મહિલાઓ બનશે આર્થિક રીતે સદ્ધર
આ પણ વાંચો : Lathmar Holi : બરસાના 2024માં લથમાર હોળી તારીખ, ઈતિહાસ, મહત્વ અને આ અનોખી હોળીની ઉજવણી વિશે બધું..
Government scheme : આ યોજનામાં મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ આપીને સ્વરોજગારના યોગ્ય બનાવવામાં આવે છે, જેથી મહિલાઓની આર્થિક સિસ્થિતિમાં સુધારો આવી શકે. આ સાથે જ તે પોતાને તે સ્કિલ દ્વારા આર્થિક રૂપથી મજબૂત બનાવી શકે.
આ યોજનાની શરૂઆત સરકારે 15 ઓગસ્ટ 2023 ના રોજ થઇ હતી. આ યોજના અંતગર્ત અત્યાર સુધી લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બનીને સફળતા પ્રાપ્ત કરી ચૂકી છે. 18 થી 50 વર્ષની મહિલા આ યોજનામાં એપ્લાય કરી શકે છે. આ યોજનામાં એપ્લાય કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇનકમ પ્રૂફ, બેંક પાસબુક અને વેલિડ મોબાઇલ નંબરની જરૂર રહેશે.
લખપતિ દીદી યોજના દ્વારા બિઝનેસ શરૂ કરવા માટે વ્યાજ ફ્રી લોન મળે છે. આ સાથે જ ઓછા ખર્ચમાં ઇંશ્યોરન્સની સુવિધા પણ મળી જાય છે. મહિલાઓની કમાણીને વધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.