Government Scheme : ઘરે દીકરી જન્મે તો સરકાર કરે છે 1.11 લાખ રૂપિયાનો ચાંદલો, જાણો કઈ તમે લઈ શકો છો લાભ…

Government Scheme : ઘરે દીકરી જન્મે તો સરકાર કરે છે 1.11 લાખ રૂપિયાનો ચાંદલો, જાણો કઈ તમે લઈ શકો છો લાભ…

Government Scheme : રાજ્યમાં દિકરીઓના જન્મદર ઘટતો જાય છે. આ માટે સરકાર પણ સક્રિય છે. દીકરીઓના શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર કટિબધ્ધ છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં વ્હાલી દિકરી યોજના મંજુર કરવામાં આવી હતી. આ યોજના દિકરીઓના જન્મને વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાના રાજ્ય વ્યાપી અભિયાનરૂપે શરૂ કરવામાં આવી હતી.

Government Scheme : “વ્હાલી દિકરી” યોજના અંતર્ગત દિકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબુત બનાવવા નીચે મુજબના ઉદ્દેશો સિધ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા ‘વ્હાલી દિકરી યોજનાની શરૂઆત કરાઈ હતી.

Government Scheme : ગુજરાતમાં દીકરીઓનો જન્મદર વધે અને તે ભણી ગણીને આગળ વધે એ માટે સરકાર આ યોજનાનો લાભ આપે છે એ માટે કેટલાક નિયમો છે જો તમે આ નિયમોને આધિન અરજી કરો છો તો સરકાર તમને 1.11 લાખની ભેટ આપે છે.

આ પણ વાંચોઃ Rashifal: હોળીના દિવસે 100 વર્ષ બાદ થવાનું છે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ,3 રાશિના લોકોને કાયદેસર સોનાનો સૂરજ ઉગશે!

શું છે આ યોજના અને યોજનાનો શું છે હેતું

૧. દીકરીઓનો જન્મ દર વધારવો.
૨. દીકરીઓનો શિક્ષણમાં વધારો કરવો અને ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
૩. દીકરીઓ / સ્ત્રીઓનું સમાજમાં સર્વાગી સશક્તિકરણ કરવું.
૪. બાળલગ્ન અટકાવવા.


લાભાર્થીની પાત્રતા…

૧. આ યોજના અંતર્ગત ૦૨/૦૮/૨૦૧૯ના રોજ અને ત્યારબાદ જન્મેલી દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

૨. દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

૩. અપવાદરૂપ કિસ્સામાં બીજી / ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દિકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે

૪. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ની જોગવાઇઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલા હોય તેવા દંપતિની દિકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

૫. આ યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતિની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંન્ને વિસ્તારો માટે એક સમાન રૂ.૨.૦૦,૦૦૦/-કે તેથી ઓછી હોવી જોઇએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.

(સી) યોજના હેઠળ મંજુરીની પ્રક્રિયા

Government Scheme : વ્હાલી દિકરી- યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/ સીડીપીઓ કચેરી/ ગ્રામ પંચાયત/ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાના રહેશે અને લાભાર્થી દંપતીએ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમુનામા સદરહું અરજી આંગણવાડી કેન્દ્ર/ સીડીપીઓ કચેરી/જનસેવા કેન્દ્ર ખાતે આપવાની રહેશે.

તા.૨/૮/૨૦૧૯ના રોજ અને ત્યારબાદ જન્મેલ દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

આ યોજના અંતર્ગત સહાય મંજુર કરવા માટેના સક્ષમ અધિકારી જે તે જિલ્લાના મહિલા અને બાળ અધિકારી ગણાશે.

Government Scheme : યોજના અન્વયે અરજી મળ્યેથી દિન-૧૫માં જે તે સેજાની મુખ્ય સેવિકાએ દંપતિના ઘરે મુલાકાત લઇ જરૂરી ચકાસણી કરી, તેમના સ્પષ્ટ અભિપ્રાય સાથે સી.ડી.પી.ઓ.ને મોકલવાની રહેશે. જે તે સી.ડી.પી.ઓ.શ્રીએ જરૂરી ચકાસણી કરી પોતાના અભિપ્રાય સાથે મહિલા અને બાળ! અધિકારીશ્રીને દિન-૧૫માં મોકલી આપવાની રહેશે. મહિલા અને બાળ અધિકારીશ્રીએ નિયમોનુસાર જરૂરી ચકાસણી કરી દિન-૧૫માં અરજી મંજુર/નામંજુર કરીને અરજદારને ઓનલાઇન જાણ કરવાની રહેશે.

more article : Gujarat : જન-જનની સેવા કરતા ગુજરાતના આ જોષીબાપા, શાકભાજીના વેપારીથી કઈ રીતે બન્યા સેવાભાવી, સફર પ્રેરણાદાયી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *