ગૌતમ અદાણીના પુત્ર ની સગાઈ આ બીઝનેસમેન ની દીકરી જોડે થઈ,જોવો સગાઈ ની ખાસ તસવીરો..
ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ 12 માર્ચ રોજ દિવા જૈમિન શાહ સાથે સગાઈ કરી હતી. સગાઈનો સમારોહ અમદાવાદ, ગુજરાતમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ સામેલ થયા હતા. દિવા સી. દિનેશ એન્ડ કંપની પ્રા.ના હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી છે.
જો કે, લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.જ્યારથી જીત અને દિવાની સગાઈ ખાનગી રાખવામાં આવી હતી, તેની માહિતી મોડેથી સામે આવી. તેમની સગાઈની સેરેમનીની તસવીર સામે આવી છે. કપલ પેસ્ટલ ટોનના પરંપરાગત કપડા પહેરેલ જોવા મળે છે.
ગૌતમ અદાણીને બે પુત્ર છે. મોટા પુત્રનું નામ કરણ અદાણી અને નાના પુત્રનું નામ જીત અદાણી છે. કરણે દેશના પ્રખ્યાત કોર્પોરેટ વકીલ સિરિલ શ્રોફની પુત્રી પરિધિ સાથે લગ્ન કર્યા છે.
તે દિનેશ એન્ડ કંપની પ્રા.ના હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી છે. ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. યુઝર્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
સમારોહ દરમિયાન જીત અને દિયા પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા, જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
તેઓ 2019માં અદાણી ગ્રૂપમાં જોડાયા હતા અને હાલમાં ફાઈનાન્સના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ છે. તેમણે સ્ટ્રેટજિક ફાઇનાન્સ, મૂડી બજારો અને જોખમ અને શાસન નીતિની દેખરેખ રાખીને, ગ્રુપ CFOની ઓફિસમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી.
અદાણી ગ્રૂપની વેબસાઈટ જણાવે છે કે જીત અદાણી એરપોર્ટ બિઝનેસ તેમજ અદાણી ડિજિટલ લેબ્સમાં નેતૃત્વ કરી રહી છે, જે અદાણી ગ્રૂપના બિઝનેસના તમામ ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક સુપર એપ બનાવવા માટે તૈયાર છે.
દિવા જૈમિન શાહ હીરા વ્યાપારી જૈમિન શાહની દીકરી છે. તે હીરા કંપની સી. દિનેશ એન્ડ કો-પ્રાઈવેટ લિમિટેડના માલિક છે. હીરાની આ કંપની મુંબઈ અને સુરતમાં આવેલી છે.
તેની સ્થાપના ચિનુ દોશી અને દિનેશ શાહ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. જીગર દોશી, અમિત દોશી, યોમેશ શાહ, જૈમિન શાહ કંપનીમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે.
ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણના લગ્ન સિરિલ શ્રોફની પુત્રી પરિધિ શ્રોફ સાથે થયા છે, જેઓ લો ફર્મ સિરિલ અમરચંદ મંગળદાસના મેનેજિંગ પાર્ટનર છે.
કરણ અદાણી અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર છે.
જ્યારે ગૌતમ અદાણી 15 વર્ષના હતા ત્યારે તેઓ સાઈકલ પર ઘરે ઘરે જઈને કપડાં અને સાડીઓ વેચતા હતા. આજે પણ અમદાવાદના જૂના શહેરમાં તમને અદાણી ટેક્સટાઈલની દુકાન જોવા મળશે, જે તે સમયે ગૌતમ અદાણીના પિતા ચલાવતા હતા.
પિતાને મદદ કરવા માટે ગૌતમ અદાણી તેમની સાઈકલ પર ઘરે ઘરે જઈને કપડાં અને સાડીઓ વેચતા હતા. આ દરમિયાન તેમની મુલાકાત મલય મહાદેવિયા સાથે થઈ હતી. તેઓ બંને મિત્રો બની ગયા. આજે પણ તેઓ બંને સાથે છે.
અમદાવાદમાં કામ આગળ વધતું નહોતું, જેથી તેઓ મુંબઈ ગયા. 16 વર્ષની ઉંમરે ખિસ્સામાં 10 રૂપિયા લઈને નીકળેલા ગૌતમ અદાણીને મુંબઈમાં હીરાના વેપારીને ત્યાં નોકરી મળી.
ત્યાં થોડા મહિના કામ કર્યું, પછી તેમના ભાઈ મનસુખલાલે ગૌતમ અદાણીને અમદાવાદ પરત બોલાવ્યા, જ્યાં તેમણે તેમના ભાઈ સાથે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કર્યું.
હાલ અદાણી ગ્રૂપ કોલ ટ્રેડિંગ અને માઇનિંગ, પેટ્રો કેમિકલ, પોર્ટ, મલ્ટી મોડેલ લોજિસ્ટિક્સ, પાવર, રિયલ એસ્ટેટ, નેચરલ ગેસ અને ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં ફેલાયેલું છે. તેમની પાસે દેશની સૌથી મોટી એક્સપોર્ટ કંપની છે.
ગૌતમ અદાણી કે જેઓ સાઈકલ પર મુસાફરી કરતા હતા, તેઓ લક્ઝરી કાર, પ્રાઈવેટ જેટના માલિક છે. ગુજરાત, દિલ્હી, ગુરુગ્રામ જેવા શહેરોમાં તેમના મહેલ જેવા મકાનો છે. હાલ તેઓ પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.