“ગોપાલ નમકીન”ના માલીક બીપીનભાઈ હદવાણી ગુજરાતના આ નાનકડા ગામ થી છે.., માત્ર 8000 રૂપિયાથી કરી હતી શરૂઆત અને આજે 3000 કરોડ રૂપિયાનું છે સામ્રાજ્ય
આજના સમયમાં તમે જણાવી દઈએ કે એક નામ ઘરે ઘરે જાણીતું બન્યું છે અને તે છે ગોપાલ નમકીન. આ નામ હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને આ નમકીનનું નામ 1000 થી પણ વધુ કરોડની સંપત્તિ ધરાવતી અમીરોની યાદીમાં નામ આપ્યું છે. સાવ પાયાના લેવલ એટલે કે ઝીરો રૂપિયા થી શરૂઆત કરીને 1250 કરોડ સુધીની સફળ મારફતે ગોપાલ નમકીન ગુજરાતની એક મોટી બ્રાન્ડ બની ગઈ છે અને તેમના વિશે લોકોને ખ્યાલ પણ નથી.
ગોપાલ નમકીન ના માલિક એવા બીપીનભાઈ હદવાણી નું મૂળ વતન જામકંડોરણા નું ભાદરા ગામ છે અને પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પણ તેઓએ ત્યાં જ પ્રાપ્ત કર્યો છે. ત્યાંની એક નાનકડી દુકાનમાં પિતાજી વિઠ્ઠલભાઈ ફરસાણ બનાવતા હતા અને ગામની અંદર જ વેચતા હતા તેમ જ એ તેમનો જૂનો વ્યવસાય હતો. બધા ભાઈઓએ મળીને વ્યવસાયના વારસામાં લીધો હતો અને બધા જ ફરસાણ બનાવવાના કારીગર બન્યા હતા અને બારમા ધોરણની અંદર ત્રણ વિષયમાં નપાસ થયા હતા ત્યાર પછી આગળ ભણ્યા ન હતા.
હવે અહીંયા થી શરૂઆત થાય છે કે, 1990 માં બીપીનભાઈ એકલા રાજકોટ આવ્યા હતા અને તેમના દીકરાની સાથે પાર્ટનરશીપમાં ગોકુલ બ્રાન્ડ નામથી ફરસાણની કંપનીની શરૂઆત કરી હતી અને એક વર્ષની અંદર કામ ચલાવ્યો પરંતુ બ્રાન્ડ નેમ સહિત આખો બિઝનેસ તેમને આપી દીધો હતો.
1994માં ગોપાલ બ્રાન્ડ નામથી એક અલગ બિઝનેસ શરૂ કર્યો હતો અને ફરી એક વખત નવા ધંધાની શરૂઆત થઈ. સૌથી મોટી વાતો એ છે કે બિઝનેસની શરૂઆતના સમયમાં રૂપિયાના રોકાણ વિના કરવામાં આવી હતી અને ઉધારમાં લોડ તેલ અને બાકીના મસાલા લઈ આવે અને જાતે જ બનાવવાનું તેમજ જાતે જ પેકિંગ કરવાનું અને પછી ફેરવવાની જેમ વેચવા માટે પણ આપી દેવામાં આવે. તેમાંથી જે પૈસા મળતા હતા તેમાંથી ફરી એક વખત પાછું ફરસાણ બનાવવાનું અને સાયકલ ચાલતી ગઈ હતી અને ઘરમાં રહેવાનું હતું તેમજ ઘરમાં ફરસાણ બનાવવાનું હતું
હરીપર પાળના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તેમણે ફેક્ટરી ની શરૂઆત કરી હતી. ઓપ્ટ્રોઈના ખર્ચને લીધે ઘણો ખર્ચો વધી ગયો હતો . ડેવલોપ ન થઈ શકવાને કારણે તે વેચીને ફરી એક વખત સિટીમાં આવવું પડ્યું હતું અને બીજી જગ્યામાં સીટી ની અંદર જ સાત વર્ષ સુધી કામ ચલાવ્યું હતું. ત્યાર પછી ધીરે ધીરે વિકાસ થતો ગયો હતો અને આ વિકાસ થવાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ મશીનરી ખરીદવાનો બદલે જાતે જ આરએનડી કરીને બનાવીને હતું.
આ તમામ મશીનરી જાતે બનાવવાનો ફાયદો એ છે કે બજારની સરખામણીમાં 80 થી 90 % જેટલી મશીનરી સસ્તી પડે છે અને ક્વોલિટી પણ જાળવી રાખવામાં આવે છે તેમજ તેના પિતાજીની વાતોને તેઓ વળગી રહ્યા હતા. આપણે ઘરે ખાવી તેવું જ ગ્રાહકને ખવડાવો આ પિતાજી નો મંત્ર હતો અને તેની સાથે બીપીનભાઈ વળગી રહ્યા હતા. સસ્તુરો મટીરીયલ લઈને પડતર પોસ્ટીંગ નીચું લાવવાના કાર્ય પણ પ્રયત્ન કર્યા નથી અને પડતર કોષ નીચે લાવવા માટે દરેક વખતે ઓટોમેશન મશીન નો સહારો લીધો હતો.
વાત કરીએ તો 2010માં મેટોડા ની અંદર ફેક્ટરી લીધી હતી અને ત્યાર પછી બાંધકામ બધું થઈ ગયું હતું તેમાં ઘણો બધો ફાયદો થયો. પછી પ્રોડક્શન પણ તરત જ શરૂ થઈ ગયું હતું અને પ્રગતિનો ગ્રાફ પણ રોકેટની ગતિએ આગળ વધ્યો હતો. વર્ષ 2007 થી લઈને વર્ષ 2012 સુધીમાં અઢી કરોડથી લઈને 250 કરોડ સુધીની કંપની પહોંચી ગઈ હતી અને દર વર્ષે અઢીસો કરોડનો ક્રોધ થયો હતો તેમજ 1200 કરોડ સુધીની કંપની પહોંચી ગઈ હતી.
જેમણે જીવનમાં ઘણા બધા સંઘર્ષ કર્યા છે અને ત્યાર પછી તેમને આ પ્રકારની મોટી ભવ્ય સફળતા મળી છે. નમકીનની બ્રાન્ડ તરીકે ગોપાલ આજે સુરત તેમજ ગુજરાત અને દેશના અન્ય બધા આઠ રાજ્યોની અંદર ખૂબ જ જાણીતી બ્રાન્ડ બની ગઈ છે. આજે આ બ્રાન્ડ ની વેલ્યુ ₹3,000 કરોડથી પણ વધારે છે અને તેમની પત્ની દક્ષાબેન નું નામ ગુજરાતની સૌથી પહેલી ધનિક મહિલાઓની અંદર ત્રીજા ક્રમે આવે છે. તેમજ પરિવારના બીજા સભ્યોની અંદર મોટાભાઈ પ્રફુલભાઈ પણ કંપનીની સાથે જોડાયેલા છે અને છેલ્લા બે વર્ષથી બીપીનભાઈ નો પુત્ર રાજ પણ ઘણી બધી જવાબદારી નિભાવી રહ્યો છે
અત્યારે નાગપુરમાં ચૌધરી સરકારની જગ્યામાં ગોપાલ નમકીનને ખૂબ જ મોટો પ્લાન્ટ બની રહ્યો છે અને લગભગ 2000 થી પણ વધારે લોકોને રોજગારી મળી રહ્યો છે તેમજ બીપીનભાઈ દેશમાં દર પાંચ સો કિલોમીટર એ ગોપાલની એક ફેક્ટરી બનાવવા જઈ રહ્યા છે અને દિલ્હી કોલકત્તા અને બેંગલોરના આસપાસના વિસ્તારની અંદર પણ પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી રહ્યા છે તેમજ સમગ્ર પ્રોજેક્ટ 10 વર્ષમાં પૂર્ણ કરવાનો પણ પ્લાન છે.
વેફર માટેનો બીપીનભાઈ એક અલગ જ પ્લાન્ટ અમરેલી ની અંદર આવેલા મોડાસામાં બની રહ્યો છે તેમજ એક મહિનાની અંદર કાર્યરત થશે તેમ જ અમે ₹35,000 ટનનું ગુજરાતની અંદર સૌથી મોટું સ્ટોરેજ પણ બનાવી રહ્યા છે અને અત્યારે કંપની 1000 કરોડથી પણ વધારે છે તેમજ આવતા પાંચ થી સાત વર્ષની અંદર વધારીને પાંચ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચાડવા માટે બીપીનભાઈ અને તેમની ટીમ આગળ વધી રહી છે