Gold – silver price today : સોના અને ચાંદીના ભાવમાં આજે થયો ધરખમ ઘટાડો,જાણો લેટેસ્ટ ભાવ ….
સોનાના ભાવમાં આજે પણ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં આજે MCX અને શરાફા બજાર બંનેમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તે પહેલા 10 ગ્રામ ગોલ્ડનો ભાવ ચેક કરી લો. હાલ સોનાના ભાવમાં સતત ઘટાડો છે તો સસ્તી જ્વેલરી ખરીદવાની ઉત્તમ તક છે.
MCX પર સોનાનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે પણ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર આજે સોનું 0.18 ટકાના ઘટાડા સાથે 58180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત ચાંદી 70610 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 529 રૂપિયાના ઘટાડા સાથે 57925 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : accident : અમદાવાદમાં ફરી એક અકસ્માત, AMTS બસે લીધો મહિલાનો જીવ, અડફેટે લેતા કરૂણ મોત..
જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 485 રૂપિયાના કડાકા સાથે 53059 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 630 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ કિલો 70300 રૂપિયા જોવા મળી રહી છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં ઉતાર ચડાવ
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 1890 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર છે. આ ઉપરાંત ચાંદી 22.70 ડોલર પ્રતિ ઔંસ છે. બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ફેડ રિઝર્વના ઊંચા વ્યાજ દર અંગે બહાર પાડવામાંઆવેલા નિવેદનની અસર બજારમાં જોવા મળી રહી છે.
more article : Gold – silver price today : સોના-ચાંદીના ભાવ યથાવત , જાણો આજના લેટેસ્ટ ભાવ …