GOLD-SILVER PRICE : સોનામાં રૂ.500, ચાંદીમાં રૂ.1500નો ઉછાળો

GOLD-SILVER PRICE : સોનામાં રૂ.500, ચાંદીમાં રૂ.1500નો ઉછાળો

GOLD-SILVER PRICE : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર વધુ ઉછળતા ઘરઆંગણે  ઈમ્પોર્ટ કોસ્ટ રાતોરાત ઝડપી ઉંચકાઈ હતી. જો કે સરકારે દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં વધારો કરતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી હતી.

GOLD-SILVER PRICE : વિશ્વ બજારમાં આજે દેશના ઝવેરી બજારોમાં તેજીનો ચરૂ ઉકળતો રહ્યો હતો.  વિશ્વ બજારમાં બોન્ડ યીલ્ડ તથા ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ આવતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૩૬૨થી ૨૩૬૩ ડોલરવાળા ઉંચામાં ૨૪૦૦ ડોલર નજીક પહોંચી ૨૩૯૭થી ૨૩૯૮ થઈ ૨૩૮૨થી ૨૩૮૩ ડોલર રહ્યા હતા.

GOLD-SILVER PRICE :  સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૮.૭૬થી ૨૮.૭૭ વાળા ઉંચામાં ૨૯.૮૪થી ૨૯.૮૫ થઈ ૨૯.૫૬થી ૨૯.૫૭ ડોલર રહ્યા હતા.

GOLD-SILVER PRICE
GOLD-SILVER PRICE

આ પણ વાંચો : WEATHER : ભારે કરી ! એકબાજુ હીટવેવની આગાહી તો બીજી બાજુ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, સાચવીને રહેજો

GOLD-SILVER PRICE : દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦  વધી ૯૯.૫૦ના રૂ.૭૫૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૭૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૮૫૫૦૦ બોલાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૪૧થી ૧૦૪૨ વાળા ઉંચામાં ૧૦૯૨ થઈ ૧૦૬૫થી ૧૦૬૬ ડોલર રહ્યા હતા.

– વૈશ્વિક ચાંદીના ભાવ ઉંચામાં ઔંશના ૩૦ ડોલર નજીક : વૈશ્વિક સોનું ઉછળી ૨૪૦૦ ડોલર નજીક

– ટેરીફ વેલ્યુ વધતાં તેજીને વેગ

GOLD-SILVER PRICE : પેલેડીયમના ભાવ ૯૯૦થી ૯૯૧ વાીળા ઉંચામાં ૧૦૨૨ થઈ ૧૦૧૭થી ૧૦૧૮ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૩ ટકા ઘટયા હતા. દરમિયાન સોનાની ટેરીફ વેલ્યુ ભૈારત સરકારે ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૭૫૧ વાળી વધારી ૭૫૮ ડોલર તથા ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ૮૮૬થી વધારી ૯૧૯ ડોલર કર્યાના નિદેશો મળ્યા હતા.

GOLD-SILVER PRICE
GOLD-SILVER PRICE

GOLD-SILVER PRICE : આના પગલે ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી પણ ઉંચી ગયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૨૬૪૨ વાળા વધી રૂ.૭૩૧૪૪ તથા ૯૯.૯૦ના રૂ.૭૨૯૩૪ વાળા વધી રૂ.૭૩૪૩૮ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૪૫૦૫ વાળા રૂ.૮૬૨૩૦ બોલાતા થયા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩  ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ પણ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૧.૮૨ વાળા ઉંચામાં ૮૩.૨૫ થઈ ૮૩.૧૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

GOLD-SILVER PRICE
GOLD-SILVER PRICE

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *