GOLD – SILVER PRICE : સોનું વધુ રૂ.500 ગબડયું બે દિવસમાં રૂ.900 તૂટયું ચાંદીમાં બેતરફી વધઘટ

GOLD – SILVER PRICE : સોનું વધુ રૂ.500 ગબડયું બે દિવસમાં રૂ.900 તૂટયું ચાંદીમાં બેતરફી વધઘટ

GOLD – SILVER PRICE : મુંબઈ ઝવેરીબજારમાં આજે  સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વદ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વબજારના સમાચાર નિરુત્સાહી હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૬૦થી ૨૩૬૧ વાળા ૨૩૬૪થી ૨૩૬૫ થયા પછી ઘટી ૨૩૪૬થી ૨૩૪૭ ડોલર રહ્યા હતા.

GOLD – SILVER PRICE : વિશ્વબજાર પાછળ ઘરઆંગણાના ઝવેરીબજારોમાં પણ ઉંચેથી ઘટતી બજારે માનસ વેંચવાનું રહ્યું હતું. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૪૪૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૬૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૪ હજારના મથાળે શાંત હતા.

GOLD – SILVER PRICE : વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૮.૧૯થી ૨૮.૨૦ વાળા ૨૭.૯૭ થયા પછી ફરી વધી ૨૮.૩૧થી ૨૮.૩૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપર આજે ૧.૦૫ ટકા વધતાં વૈશ્વિક ચાંદીના ભાવમાં ઘટાડે સ્પોર્ટ જોવા મળ્યો હતો. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પણ આંચકા પચાવી આજે ફરી ઉંચકાયા હતા.

GOLD – SILVER PRICE – વિશ્વબજારમાં સોનાના ભાવ વધુ નીચા ઉતર્યા

આ પણ વાંચો  : IPO : 2 દિવસમાં 23 વખત સબ્સ્ક્રિપ્શન, IPO પર દાવ લગાવવાની છેલ્લી તક, 100 રૂપિયામાં થઈ શકે છે લિસ્ટિંગ

– કોપર તથા ક્રૂડતેલના ભાવ પણ ફરી ઉંચકાયા

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૨.૭૯ વાળા ઉંચામાં ૮૩.૩૯ થઈ ૮૩.૨૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૮.૨૬ વાળા ઉંચામાં ૭૮.૯૨ ડોલર થઈ ૭૮.૮૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૯૯૭થી ૯૯૮ વાળા નીચામાં ૯૯૨ થયા પછી ફરી વધી ૧૦૦૬થી ૧૦૦૭  ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૯૮૦થી ૯૮૧ વાળા ૯૭૨ થઈ ઉંચામાં ૯૯૩ ડોલર થઈ ૯૮૯થી ૯૯૦ ડોલર રહ્યા હતા.

 મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૨૪૫૦ વાળા ઘટી રૂ.૭૧૮૭૫ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૨૭૫૦ વાળા રૂ.૭૨૧૬૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૩૬૦૦ વાળા રૂ.૮૩૨૬૫ થઈ રૂ.૮૩૪૯૪ રહ્યા હતા.

મુંબઈ સોના- ચાદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. અમેરિકામા બુધવારે બહાર પડનારા ફુગાવાના ડેટા પર બજારની નજર રહી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *