GOLD-SILVER PRICE : ચાંદીમાં તેજી આગળ વધી જો કે ડોલર ગબડતાં સોનામાં તેજીને વાગેલી બ્રેક
GOLD-SILVER PRICE : મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ વધુ વધ્યા હતા જ્યારે સોનાના ભાવ ઉંચા મથાળે નરમ હતા. જોકે વિશ્વ બજારમાં ભાવ ઉંચા ગયા હતા પરંતુ ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી તૂટી જતાં તેની અસર ઘરઆંગણે સોનાના ભાવ પર નેગેટીવ જોવા મળી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૮૨થી ૨૩૮૩ વાળા ઉંચામાં ૨૩૯૦ થઈ ૨૩૮૯ ડોલર રહ્યા હતા.
GOLD-SILVER PRICE : વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના૨૯.૫૭ વાળા ઉંચામાં ૨૯.૮૦ થઈ ૨૯.૭૭થી ૨૯.૭૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦ વધી રૂ.૮૫૮૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૫૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૭૦૦ રહ્યા હતા.
– ચીનમાં ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટના ડેટા સારા આવતાં વિશ્વ બજારમાં ક્રૂડ તથા કોપરના ભાવ ફરી ઉંચા બોલાયા
GOLD-SILVER PRICE : દરમિયાન, ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા સારા આવ્યા હતા. તથા ત્યાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રને ઉગારવા ત્યાં સરકારે ગંભીર પ્રયત્નો શરૂ કર્યાના વાવડ વચ્ચે વિશ્વ બજારમાં આજે કોપર તથા ક્રૂડતેલના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૭૪ ટકા ઉંચકાયા હતા.
આ પણ વાંચો : Hanuman mandir : બોટાદમાં બિરાજે રોકડિયા હનુમાન, પાલખી યાત્રાનો 70 વર્ષ જૂનો ઈતિહાસ, અહીં ભાવિકોનું કામ થાય રોકડું
વૈશ્વિક ક્રૂડતેલના ભાવ બેરલદીઠ બ્રેન્ટ ક્રૂડના ૮૩.૧૧ વાળા ૮૩.૮૫ થઈ ૮૩.૩૨ ડોલર રહ્યા હતા. ૧લી જૂનેે મળનારી ઓપેકની મિટિંગ પર બજારની નજર રહી હતી. યુએસ ક્રૂડના ભાવ ૭૯.૦૯ વાળા ૭૯.૬૫ થઈ ૭૯.૩૦ ડોલર રહ્યા હતા.દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૧૦૬૬ વાળા ૧૦૭૩ થયા પછી નીચામાં ૧૦૫૪ થઈ ૧૦૬૦થી ૧૦૬૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૧૮ વાળા ફરી ગબડી ૯૬૮ થઈ ૯૮૭થી ૯૮૮ ડોલર રહ્યા હતા.
GOLD-SILVER PRICE : મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૩૧૪૪ વાળા રૂ.૭૩૦૮૯ જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૩૪૩૮ વાળા રૂ.૭૩૩૮૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૬૨૩૦ વાળા વધી રૂ.૮૬૩૭૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.