Gold Rate : હાશ….આખરે ઘટ્યા સોનાના ભાવ, ગગડીને ક્યાં પહોંચ્યું સોનું ખાસ જાણો

Gold Rate : હાશ….આખરે ઘટ્યા સોનાના ભાવ, ગગડીને ક્યાં પહોંચ્યું સોનું ખાસ જાણો

Gold Rate : ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનામાં ઘટાડો જોવા પણ મળ્યો. ચાંદીમાં પણ મામૂલી ઘટાડો જોવા મળ્યો. ત્યારે એ વિચારવું પડે કે આખરે સોના અને ચાંદીમાં આ શું થઈ રહ્યું છે. અચાનક આટલા ઝડપથી ભાવ કેમ વધી રહ્યા છે.

Gold Rate : સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ હાઈ સ્તર પર પહોંચી ચૂક્યા છે. આમ છતાં અનેક લોકો સોના ચાંદીના ભાવમાં ભાવ ઘટાડાની આશા રાખીને બેઠા છે. જો કે ગઈ કાલે સાંજે જ્યારે IBJA ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનામાં ઘટાડો જોવા પણ મળ્યો. ચાંદીમાં પણ મામૂલી ઘટાડો જોવા મળ્યો. ત્યારે એ વિચારવું પડે કે આખરે સોના અને ચાંદીમાં આ શું થઈ રહ્યું છે. અચાનક આટલા ઝડપથી ભાવ કેમ વધી રહ્યા છે.

Gold Rate
Gold Rate

ઘટાડો જોવા મળ્યો

Gold Rate : ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ ભાવ જાહેર કરવામાં આવ્યા તો તેમાં 225 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો એટલે કે સવારે ભાવ 72048 રૂપિયા હતો .

Gold Rate : જ્યારે સાંજે જાહેર કરવામાં આવ્યા ત્યારે 71823 રૂપિયા ભાવ જોવા મળ્યો. એ જ રીતે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં પણ 206 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. ચાંદીમાં પ્રતિ કિલો 125 રૂપિયાની મામૂલી ઘટ જોવા મળી અને ભાવ પ્રતિ કિલો 82343 રૂપિયા જોવા મળ્યો.

આ પણ વાંચો : Multibagger stocks : જેની પાસે હતા આ 5 શેર, એક વર્ષમાં મેળવ્યું 125% વળતર ..

Gold Rate : આજે જો કે એસોસિએશન દ્વારા જાહેર રજા હોવાથી લેટેસ્ટ ભાવ જાહેર થયા નથી. પરંતુ ગઈ કાલે ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેનાથી લોકોને આશા જાગી છે કે કદાચ સોનામાં ભાવ હજુ તૂટી શકે.

કેમ વધી રહ્યા છે ભાવ

Gold Rate : સોના અને ચાંદીમાં તેજીનું કારણ દુનિયાભરની કેન્દ્રીય બેંકો જે રીતે જબરદસ્ત સોનાની ખરીદી કરી રહી છે તે પણ છે. ચીનની પીબીઓસી (પબ્લીક બેંક ઓફ ચાઈના)એ માર્ચમાં સતત 17માં મહિને સોનું ખરીદ્યું. જ્યારે દુનિયાની અનેક વૈશ્વિક કેન્દ્રીય બેંકોએ સતત નવમાં મહિને ફેબ્રુઆરીમાં પોતાના સોનાના ભંડારમાં વધારો કર્યો છે.

Gold Rate
Gold Rate

ક્યાં સુધી જઈ શકે ભાવ

Gold Rate : એમસીએક્સ સોના વાયદા ગત 9 કારોબારી સેશનમાં નવી ઉંચાઈએ પહોંચ્યો છે અને 8.5 ટકા વધ્યો છે. ફેબ્રુઆરી 2024ના અંતથી સોનામાં લગભગ 15 ટકાનો વધારો જોવા મળ્યો છે તથા તેણે આ દરમિયાન લાઈફ ટાઈમ હાઈને પણ સ્પર્શ્યો છે.

Gold Rate : મીડિયા રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં 5 ટકાની વધુ તેજી જોવા મળી શકે છે. સોનાના ભાવ વધીને 75000 રૂપિયા સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદી 2.5 ટકા વધીને 85000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

Gold Rate
Gold Rate

more article : Share Market : ગુજરાતમાં 1 લાખ કરોડનું મોટું રોકાણ આવ્યું, ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટથી લાખોને રોજગારી મળશે..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *