Gold Rate : ટોપ ગિયરમાં ભાગ્યું સોનું ! બધા રેકોર્ડ તૂટ્યા, ભાવ જાણી આંખે અંધારા આવી જશે, જાણો લેટેસ્ટ રેટ..
Gold Rate : ગ્લોબલ માર્કેટથી લઈને ભારતીય બજારa સુધી સોનું એ રોકાણકારોની પહેલી પસંદ બની રહ્યું છે. વધતા જિયો પોલીટિકલ ટેન્શન અને વ્યાજ દરોમાં વિલંબની આશંકાથી બુલિયન માર્કેટમાં સતત રેકોર્ડ બની રહ્યા છે. શ MCX પર પહેલીવાર સોનાના ભાવ 72600 રૂપિયા પાર ગયા. ચાંદી પણ ઉછળીને 84100 રૂપિયા પર જોવા મળી. કોમેક્સ પર ભાવ 2400 ડોલર પ્રતિ ઔંસ ઉપર છે.
ઘરેલુ બજારમાં સોનું અને ચાંદી
Gold Rate : ઘરેલુ બજારમાં આજે સોનાનો ભાવ લગભગ 800 રૂપિયા ઉછળ્યો. પહેલીવાર 10 ગ્રામ સોનાનો ભાવ 72650 રૂપિયા પાર પહોંચ્યો. ચાંદી પણ લગભગ 1100 રૂપિયા ઉછળી છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ પહેલીવાર 84100 રૂપિયા પાર પહોંચ્યો.
શરાફા બજારમાં સોનું
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં 1144 રૂપિયાનો બંપર ઉછાળો જોવા મળ્યો છે. ભાવ હાલ 72967 રૂપિયાના સ્તરે પહોંચ્યા છે.
આ પણ વાંચો : Astro Tips : નોકરી અને બિઝનેસમાં સફળ થવા અજમાવો આ જ્યોતિષ ઉપાયો, ખુલી જશે કિસ્મતના દ્વાર
Gold Rate : જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 1048 રૂપિયા ચડીને 66838 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 1262 રૂપિયા વધીને પ્રતિ કિલો 83605 રૂપિયાના સ્તરે છે.
ગ્લોબલ માર્કેટમાં સોનું
ગ્લોબલ માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. કોમેક્સ પર પહેલીવાર સોનાનું 2400 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયું. અમેરિકી મેક્રો ઈકોનોમિક આંકડાના પગલે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. ચાંદીમાં પણ ધૂઆંધાર તેજી જોવા મળી છે. કોમેક્સ પર ચાંદી 29 ડોલર પ્રતિ ઔંસ નજીક પહોંચી ગઈ છે.
આ પણ વાંચો :Astro Tips : નોકરી અને બિઝનેસમાં સફળ થવા અજમાવો આ જ્યોતિષ ઉપાયો, ખુલી જશે કિસ્મતના દ્વાર
શું છે કારણો
સોનામાં રેકોર્ડ તેજીનું કારણ સુરક્ષિત રોકાણની વધતી માંગણી છે. જેમાં મિડલ ઈસ્ટમાં તણાવ વધવાનો ડર છે. ગ્લોબલ સેન્ટ્રલ બેંક સતત સોનાની ખરીદી કરી રહ્યા છે. જેમાં ચીન, ભારત, તુર્કિયે, સહિત અન્ય દેશોની કેન્દ્રીય બેંકો સામેલ છે. અમેરિકી પ્રોડ્યુસર પ્રાઈસ ડેટામાં બુસ્ટઅપથી વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવના છે.
more article : Jyotish Shastra : નિયમિત રીતે રવિવારે કરો આ કામ, ઈચ્છાપૂર્તિ સાથે ધન-દોલતમાં પણ થશે વધારો….