Gold Rate : પહેલા રડાવ્યા અને હવે ખુશ કરી રહ્યું છે સોનું! વળી પાછા સોનાના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ
Gold Rate : છેલ્લા કેટલાક સમયથી સોનામાં જે તોફાની તેજી જોવા મળી તેના કારણે લોકો ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા કારણ કે સોનું સામાન્ય માણસોની ખરીદશક્તિની બહાર જઈ રહ્યું હતું. પરંતુ હવે સોનામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાલે પણ સોનું તૂટ્યું હતું અને આજે ફરી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે.
Gold Rate : છેલ્લા કેટલાક સમયથી સોનામાં જે તોફાની તેજી જોવા મળી તેના કારણે લોકો ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા કારણ કે સોનું સામાન્ય માણસોની ખરીદશક્તિની બહાર જઈ રહ્યું હતું. પરંતુ હવે સોનામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાલે પણ સોનું તૂટ્યું હતું અને આજે ફરી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે એક આશા ઊભી થઈ છે કે હવે સોનુંમાં કદાચ નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
આજના સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનાનો ઓપનિંગ રેટ આજે મામૂલી 6 રૂપિયાના ઘટાડા સાથે જોવા મળ્યો અને સોનું 71321 રૂપિયાના સ્તરે પહોંચ્યુ.
આ પણ વાંચો : Rashifal : ચતુર્ગ્રહી યોગ ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ…..
ગઈ કાલે સોનાનો ક્લોઝિંગ રેટ 71327 હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું એટલે કે 22 કેરેટનું 10 ગ્રામ સોનું હાલ પણ 6 રૂપિયાના ઘટાડા સાથે 65330 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું.
ચાંદીની વાત કરીએ તો ચાંદીમા જો કે વધારો જોવા મળ્યો છે. ચાંદીના ઓપનિંગ રેટમાં 508 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ચાંદી પ્રતિ કિલો 80227 રૂપિયાની સપાટીએ પહોંચી. ગઈ કાલે સાંજે ચાંદીનો ક્લોઝિંગ રેટ 79719 રૂપિયા હતો. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા દિવસમાં બે વાર સોના અને ચાંદીના ભાવ જાહેર કરાય છે. ઓપનિંગ અને ક્લોઝિંગ રેટ.