Gold Ramayana : સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડી

Gold Ramayana : સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડી

Gold Ramayana : 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.

  • સુરતમાં આજે થઈ રહ્યા છે સુવર્ણ રામાયણના દર્શન
  • સુરતના રામભક્ત પાસે સોનાની શાહીથી લખેલી રામાયણ
  • 222 તોલા સાથે હીરા-માણેક જડી તૈયાર કરાઈ છે રામાયણ
  • જર્મનીથી મંગાવાયા હતા રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસ
  • રામનવમીના પર્વ પર જ થાય છે સોનાની રામાયણના દર્શન

Gold Ramayana : વિશ્વમાં સુરતમાં જ એક એવો ગ્રંથ હશે કે જેને સંપૂર્ણ રીતે સોનાની શાહીથી લખવામાં આવ્યો છે અને તે છે સુવર્ણ રામાયણ. વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Gold Ramayana : સુરતના એક એવા રામભક્ત કે જેમણે ભગવાન રામના સુવર્ણકાળ આયુષ્યને રામાયણ પુસ્તકમાં સોનાથી ઈન્કથી લખ્યો છે. દુલર્ભ કહી શકાય એવી આ સુવર્ણ રામાયણમા 222 તોલા સોનાના સાથે હીરા માણેક પણ જડવામાં આવ્યા છે.

Gold Ramayana
Gold Ramayana

જાણો અનોખી રામાયણ વિશેની ખાસિયતોઃ

શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા રાજેશકુમાર ભક્ત અને ઈન્દિરાબેન વર્ષોથી રામ ભક્ત છે. તેમનાના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ રામાયણ ગ્રંથ છે. 530 પાનાંની આ રામાયણમાં 222 તોલા સોનાની શાહીથી રામાયણની ચોપાઈ લખાઈ છે.

સાથે જ બે પાનાની વચ્ચે મુકવામાં આવેલા બટર પેપરમાં 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યું છે. વર્ષ 1981માં આ રામાયણ તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક અને પન્ના જેવાં રત્નોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનું કવર 5-5 કિલો ચાંદીમાંથી બનાવાયું છે.

રામનવી સિવાય ક્યાં રખાય છે આ રામાયણ?

Gold Ramayana : દર રામનવમીએ ભક્તોને દર્શન કરાવાય છે. બાકીના દિવસોમાં બૅન્કના લૉકરમાં રાખવામાં આવે છે. 43 વર્ષ પહેલાં આ ગ્રંથ લખાયો હતો. જેના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

જર્મનીથી મંગાવાયા હતા રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસઃ

Gold Ramayana : ભગવાન રામ ના જીવન કાળ પર તૈયાર થયેલી રામાયણના એક એક શબ્દો સોનાની ઈન્કથી લખવામાં આવ્યા છે. સોનાથી તૈયાર કરવામાં આવેલ આ રામાયણના મુખ્ય પાનું ચાંદીનું બનાવામાં આવ્યું છે.

222 તોલા સોનું અને 19 કિલોનું વજન વાળી આ રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસ જર્મનીથી મંગાવાયા હતા. આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ લાગતો નથી.આ ઉપરાંત સોનાની ઈન્કથી લખાયેલા પાના વચ્ચે મૂકવામાં આવેલા બટર પેપર પર પણ 5 કરોડ વાળ શ્રી રામ લખવામાં આવ્યું છે. પરંતુ આ દુર્લભ રામાયણને જોવા માટે ભક્તોએ આખું વર્ષ રાહ જોવી પડે છે.

Gold Ramayana
Gold Ramayana

40 કારીગરોએ તૈયાર કરી સોનાની વિશેષ રામાયણઃ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ આ રામકુંજમાં રહેતા દંપતી રાજેશકુમાર ભક્ત અને ઇન્દિરાબેન ભક્ત હાલ આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેના સ્વર્ગસ્થ દાદા ગોકળભાઈ ભક્તે આ રામાયણ સને- 1981માં તૈયાર કરી હતી. તેઓ શ્રીરામના ભક્ત હતા.

આ પણ વાંચો : Post Office Scheme : મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની આ અદ્ભુત સ્કીમ સૌથી બેસ્ટ, ફાયદો સાંભળીને લાઈન લાગી, તમારે લાભ નથી લેવો ?

તે વખતે પુષ્ય નક્ષત્રના દિવસોમાં નવ કલાકમાં 40 લોકો દ્વારા તૈયાર થઈ હોવાનું કહેવામાં આવે છે. હીરા અને અન્ય કિંમતી રતોથી સજ્જ સોનાની રામાયણને વર્ષમાં માત્ર એક જ વાર રામ નવમીના અવસરે જાહેર જનતા માટે બહાર લાવવામાં આવે છે અને પછી તેને બેંકમાં પાછી મૂકવામાં આવે છે.

Gold Ramayana
Gold Ramayana

more article : Ram mandir : શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *