Gold Prices : લગ્નસરાની સિઝન આવતા જ સોના અને ચાંદીના ભાવમાં થયો ભડકો, જાણો અમદાવાદ અને અન્ય વિસ્તારના ભાવ..
Gold Price : ભારતમાં દરરોજ સોના અને ચાંદીના ભાવમાં બદલાવ જોવા મળતો હોય છે. આજે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 70,000 ની નજીક જોવા મળી રહ્યો છે, તો ચાંદીનો પ્રતિ કિલોગ્રામનો ભાવ રૂપિયા 82,100 પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Mukesh Ambani : મુકેશ અંબાણીનો આ શેર તમને કરાવશે તગડી કમાણી, નાની કિંમત કરાવશે મોટો ફાયદો, જાણો વિગત..
બજાર માંથી મળતી માહીતી પ્રમાણે જોઇએ તો 24-કેરેટ સોનાના 10 ગ્રામની સરેરાશ કિંમત રૂપિયા 70,480ની આસપાસ છે, જ્યારે 22-કેરેટ સોનાની સરેરાશ કિંમત રૂપિયા 64,610 જોવા મળી રહી છે. બજારમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે રોકાણકારો અને વેપારીઓએ આ ભાવ પર નજર રાખી રહ્યા છે.
હાલમાં મુંબઈમાં, 22-કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 64,610 રૂપિયા છે, જ્યારે 24-કેરેટ સોનાની કિંમત 70,480 રૂપિયા છે. જ્યારે અમદાવાદમાં, 22-કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 64,660 રૂપિયા છે અને 24-કેરેટ સોનાની કિંમત 70,530 રૂપિયા છે.