ગોધરાના વાલાભા દ્વારકાધીશમાં ધરાવે છે ખુબ અનોખી શ્રધા ! ઉલ્ટા ચાલીને ગોધરાથી જઈ રહ્યા છે દ્વારકા, ક્યારેય નહીં જોયો હોય આવો ભક્ત….

ગોધરાના વાલાભા દ્વારકાધીશમાં ધરાવે છે ખુબ અનોખી શ્રધા ! ઉલ્ટા ચાલીને ગોધરાથી જઈ રહ્યા છે દ્વારકા, ક્યારેય નહીં જોયો હોય આવો ભક્ત….

મિત્રો તમે જાણતા જ હશો કે હાલના સમયમાં અનેક લોકો પદયાત્રા કરીને અનેક તિર્થસ્થાનોની યાત્રા કરવા માટે જતા હોય છે. અમુક લોકો ચોટીલા તો અમુક લોકો અંબાજી તથા દ્વારકા સુધીને ચાલીને જતા હોય છે. આવું કરવા પાછળ તેઓની કોઈ માનતા પણ હોય છે તો અમુક વખત ભગવાન પરની અટુત શ્રધા પણ હોય છે. હાલ અમે એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જે ભગવાન દ્વારકાધીશ પ્રત્યે ખુબ અનોખી શ્રધા ધરાવે છે.

તમને 66 વર્ષના વૃદ્ધ વાલાભા લાખાભા પાલીયા ઉલટા ચાલીને દ્વારકા સુધીની પદયાત્રા માટે નીકળી ગયા છે. ગોધરામાં રહેતા વાલાભા હાલ ઉલ્ટા ચાલીને જામનગર સુધી પોહચી ગયા છે, ખરેખર ભગવાન પ્રત્યેની આવી અતૂટ શ્રધા તમે ક્યારેય નહીં જોઈ હોય. આમ તો તમને ખબર હશે કે હજી થોડા દિવસો પેહલા જ ઘેલાભાઈ ભરવાડે ભજન ગાતા તથા રાસ રમતા રમતા દ્વારકા સુધીની પદયાત્રા કરી હતી જેને લોકોએ પણ ખુબ પ્રોત્સાહન આપ્યું હતું.

એવામાં હવે ઘેલાભાઈ ભરવાડ બાદ વાલાભાની પદયાત્રાનો આ કિસ્સો સામે આવ્યો છે જેમાં તેઓ ચાલીને પણ નહિ પરંતુ ઉલટા ચાલી ચાલીને દ્વારકા સુધી પોહચી રહયા છે. આવી ઢળતી ઉંમરે આવી કઠિન યાત્રા કરવી ખરેખર મુશ્કેલ છે કારણ કે એકબાજુ ગરમી હવે ધીરે ધીરે રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે જ્યારે વૃદ્ધાઅવસ્થા હોવાથી થાક પણ વધુ લાગતો હોય છે, પરંતુ કહેવાયને જ્યા શ્રધા હોય છે ત્યાં કોઈ પણ કાર્ય અશક્ય નથી.

આ વાતને વાલાભાએ ખરેખર સાબિત કરી બતાવી છે.ગોધરાથી દ્વારકા સુધી ઊંધા પગે ચાલી ચાલીને નીકળેલ વાલાભા હાલ જામનગર પોહચી ગયા છે, તેઓનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. હાથમાં ભગવાનની ધજા લઈને પોતાના ચારથી પાંચ સાથીદારો સાથે વાલાભા પદયાત્રાએ નીકળયા છે.આ યાત્રા તેઓએ કોઈ પણ જાતની માનતા માટે નહીં પણ કોરોના તથા લંપી વાયરસથી દેશના તમામ લોકો અને પશુઓ સુરક્ષિત રહે તે માટે કરી રહ્યા છે.

વાલાભા પોતાના માર્ગમાં આવતા તમામ મંદિરો તથા તીર્થસ્થાનોના દર્શને પણ જઈ રહ્યા છે, લોકો બોહળી સંખ્યામાં તેઓનું ઠેર ઠેર સ્વાગત કરી રહયા છે. ખરેખર આવી ભક્તિ આટલી ઉંમરમાં હોવી તે ખુબ વખાણલાયક છે, જય દ્વારકાધીશ.

'

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *