માંડ માંડ ધોરણ 10 સુધી ભણેલી ગીતાબેન રબારીની લાઈફ સ્ટાઈલ અત્યારે છે કઈક આવી…. જુઓ તસ્વીરો…..
હાલના સમય ગીતાબેન રબારીને બધા જ ઓળખે છે ગુજરાત નહીં પણ તેને દેશ વિદેશમાં ખૂબ મોટું નામ છે. જે તેના અવાજને લઈને તે ખૂબ જ ફેમસ છે. ગીતાબેન રબારી ખાલી માત્ર ગુજરાતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ખૂબ ફેમસ છે. જેના ગીતો લઈને તે ખૂબ જ ચર્ચા માં રહેતી હોય છે. ત્યારે હાલ ગીતાબેન વિશે તમને વાત કરવા જઈ રહ્યા છીએ.
જ્યારે તમે જોયું જ હશે કે ગીતાબેનના ગીત ઉપર ભુરિયાઓને પણ નાચવા લાગે છે. જ્યારે પણ ગીતાબેન નું નામ સામે આવે છે ત્યારે લોકોને એક જ ગીત સામે આવે છે જેનું નામ છે રોણા શેરમાં જેને લઇ તે ખૂબ જ ફેમસ થયેલ છે.
જ્યારે ગીતાબેનના જીવન વિશે વાત કરવા જઈએ, તો તે ક્યારે પણ પોતાના જીવનથી થાક્યા નથી અને તે સખતને સખત મહેનત કરતા જોવા મળી રહ્યા છે. તેનો ઉત્સાહ જોઈને આવનારી પેઢી પણ તેનો ઉદાહરણ નું પ્રેરણા લેશે. જ્યારે ગીતાબેન રબારી તે ગુજરાતના કચ્છના જિલ્લામાંથી નાના એવા ગામમાંથી આવે છે અને તેની એક અદભુત સફળતા ની શરૂઆત થયેલ છે. જ્યારે ગીતાબેન રબારી લોકગીત અને અન્ય ગુજરાતી સંસ્કૃતિ પાયો ગણાય છે.
હાલના સમય પર ગીતાબેનના ગીતો નાના માં નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધી લોકો બધા ગીતો સાંભળે છે ગીતાબેન રબારી માત્ર 10 વર્ષની ઉંમરમાં તેને પોતાની કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી. જે આજે તે ટોપ લેવલના સિંગર તરીકે ગણાય છે.
ગીતાબેન રબારી નો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લાના તપ્પર ગામમાં 1996 ના વર્ષમાં 31 મેના રોજ ગીતાબેન નો જન્મ થયો હતો. જ્યારે ગીતાબેન રબારી અને એમાં પણ કચ્છ એટલે કે તેમાં કુટી કુટી ને સંસ્કૃતિ ભરેલી છે. જ્યારે ગીતાબેન ને દસ વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દીની શરૂ કરી દીધી હતી.
જ્યારે ગીતાબેન રબારી ની સફળતાની વાત કરવા જઈએ તો તે તેમની સફળતા તેને પાંચમા ધોરણથી શરૂ કરી દીધી હતી. તેઓ જ્યારે ભજન ગીત સંતવાણી જેવા અન્ય કાર્યક્રમ કરતા હતા. જે ધીમે ધીમે પોતાના ગામથી અન્ય ગામમાં તેનો પ્રોગ્રામ થતા હતા. જેનો અવાજ સાંભળીને લોકોને ખૂબ પસંદ આવતા લોકો તેને કાર્યક્રમ માટે બોલાવતા હતા અને આજે તે ખૂબ મોટા મ્યુઝિકમાં મોટું નામ છે જેનાથી લઈને તેને આજે તેના જીવનમાં કોઈ દિવસ પાછું વળવું જોયું નથી. જ્યારે ગીતાબેન ભણતા હતા ત્યારે તે શાળામાં નરેન્દ્ર મોદી તે શાળા માં આવી ગયા હતા.
જ્યારે ગીતાબેનનું ખૂબ જ ફેમસ ગીતની વાત કરીએ તો તે ગીત રોના શેર માં 2017 માં રિલીઝ કરવામાં આવ્યું હતું આ રીતે ગીત ઉપર 1.50 કરોડથી વધારે વ્યુ છે. રોણા શેરના ગીતના કારણે તે ખૂબ જ ફેમસ થઈ ગયા હતા ત્યારથી લઇ તેને આ જીવનમાં સફળતાની શરૂઆત થઈ ગઈ હતી.
જ્યારે ગીતાબેન ના પરિવારની વાત કરવા જઈએ તો તે પિતાનું નામ કાનજીભાઈ રબારી અને તેનો માતાનું નામ વેજુબેન રબારી છે અને ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ તેમના બંને ભાઈનું કમોતે મોત થયું હતું.
ગીતાબેન ની સંઘર્ષની વાત કરવા જઈએ તો ગીતાબેનની તે એક ખૂબ ખરાબ પરિસ્થિતિ માંથી આવતા હતા. ત્યારે ગીતાબેન આજુબાજુના ઘરમાં સાફ સફાઈ કરવા જતા હતા. જેથી લઈ તેના પરિવારનું ગુજરાન ચાલી શકે જ્યારે તેના પિતા નો વ્યવસાય માલ સમાન ફેરવવામાં કામ કરતા હતા. કહેવાય છે કે ગીતાબેનની સફળતા પાસે તેના પિતાનો ખૂબ જ મોટો હાથ છે.
ગીતાબેન રબારી ને ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો. જેનું અભ્યાસક્રમ એક થી આઠ ધોરણ ગામમાં થયો છે અને 9 થી 11 બાજુના ગામમાં ભીમાસર ગામમાં પણ મેળયો છે. જ્યારે ગીતાબેન પાંચમુ ધોરણ ભણતા હતા ત્યારથી તે ગીતો ગાવાનું ચાલુ કરી દીધું હતું.
જ્યારે ગીતાબેનની ગીત ગાવાની શરૂઆત તેના શાળામાંથી શરૂઆત કરી હતી ત્યાર પછી તેને બાજુમાં એક મેળો ભરાયો હતો તો ત્યાં તેને સ્ટેજમાં પ્રોગ્રામ કર્યો હતો ત્યાર પછી ખૂબ સુંદર અવાજ હોવાથી આજુબાજુના ગામ તેને કાર્યક્રમ માટે બોલાવતા હતા. ત્યાર પછી ગીતાબેન રબારી ની ધીમે ધીમે સફળતા શરૂ થઈ ગઈ હતી અને ત્યાર પછી 50,000 થી લઈને એક લાખ સુધીના ચાર્જ લેતા શરૂ કરી દીધો.
હાલ ગીતાબેન રબારી તેના પ્રોગ્રામના બે લાખ રૂપિયા લે છે. ગીતાબેન જણાવે છે કે અહીંયા પહોંચવા માટે મેં મારા જીવનનો મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આ સફળતા પાસે ઘણા લોકોનો મારી ઉપર સપોર્ટ છે. જ્યારે રાઘવ ડિજિટલ, મનુ રબારી, દીપક દિનેશ અને ધ્રુવ સોદાગર જેમને “મને એકલો રબારી” “મા તારા આશીર્વાદ” જેવા હીટ ગીતોના સપોર્ટ કરી અને મને આજે સ્ટાર બનાવી દીધી છે. સાથે સાથે મારા માતા-પિતાની ના સપોર્ટ થી હું ખૂબ જ સફળ બની છું.
જ્યારે ગીતાબેન એક મસ્તીમાં મસ્તાની જેવા સોંગ ના ડાયરામાંથી ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી. ગીતાબેનના આલ્બમ સોંગ હાલ ખૂબ જ ફેમસ જોવા મળી રહ્યા છે. જ્યારે ગીતાબેન રબારી સાથે કામ ઘણા મોટા કલાકાર જોવા મળી રહી છે.
જ્યારે ગીતાબેન રબારી તેને માતાને ખૂબ જ પ્રેમ કરે છે મારાથી વધુ ખુશ તો મારી માતા છે મારા બે ભાઈ હતા પણ તે મૃત્યુ પામ્યા છે. આજે હું જે પણ છું તે મારા મહેનતના કારણે અને મારા રબારી સમાજ અને ગુજરાત ભરમાં મારું નામ છે.