ગીતાબેન રબારીએ ખરીદી નવી જોરદાર કાર,વેડિંગ એનિવર્સરી પર ખરીદી હતી આ કાર,જોવો તસવીરો

ગીતાબેન રબારીએ ખરીદી નવી જોરદાર કાર,વેડિંગ એનિવર્સરી પર ખરીદી હતી આ કાર,જોવો તસવીરો

દેશ અને દુનિયામાં કચ્છની કોયલ તરીકે ઓળખાતા ગુજરાતી લોકગાયિકા ગીતાબેન રબારી માટે તેમના પતિ પૃથ્વી રબારી ખુબજ સપોર્ટ કરે છે. પૃથ્વી જ્યારે પણ વિદેશમાં કે દેશના કોઈપણ ખૂણે લોકડાયરા કે ભજન સંધ્યાના કાર્યક્રમો માટે જાય છે ત્યારે તે હંમેશા તેની સાથે જાય છે.

ગીતાબેન રબારી અને પૃથ્વી રબારીના લગ્નને સાત વર્ષ થયા છે. એનિવર્સરી પર, બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

ગીતાબેન તાજેતરમાં લોકડાયરા માટે અમેરિકા ગયા હતા, આ દરમિયાન તેમણે તેમના પતિ સાથેની તસવીરો શેર કરી હતી. જેમાં તેણી હંમેશની જેમ પરંપરાગત પોશાક અને ઘરેણાંમાં સજ્જ છે જ્યારે પૃથ્વી સફેદ ટી-શર્ટ, ડેનિમ અને જેકેટમાં જોવા મળી રહ્યો છે.

ગીતાબેન રબારીએ તેમના પતિને લગ્નની એનિવર્સરીની શુભકામનાઓ પાઠવી છે અને તેમના જીવનને ખુશીઓથી ભરવા બદલ તેમનો આભાર પણ આપ્યો છે. તેણે લખ્યું, મારું જીવન વધુ સારું અને ખુશીઓથી ભરેલું બનાવવા માટે તમારો આભાર. હું તને એટલો પ્રેમ કરું છું કે શબ્દો વ્યક્ત કરી શકતા નથી.

મારા પ્રિય પતિ @pruthvirabari79 ને 7મી લગ્ન એનિવર્સરીની શુભકામનાઓ. ગાયક જીગરદાન ગઢવી, રાહુલ મુંજરીયા, આંચલ શાહ, કિંજલ દવે અને બોલિવૂડ સિંગર સલીમ મર્ચન્ટે ગીતાબેન રબારીની પોસ્ટ પર કોમેન્ટ કરીને બંનેને અભિનંદન પાઠવ્યા છે.

ગીતાબેન રબારીએ એનિવર્સરી નિમિત્તે નવી કાર ખરીદી. તેણે ટોયોટા ઈનોવા ખરીદી છે. ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતા તેણે લખ્યું, પરિવારમાં વધુ એક નવો ઉમેરો. કિંજલ દવે, ઉર્વશી રાડિયા, કાજલ મહરિયા, ઇમકલ નાગડા સહિતના મિત્રોએ આ પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે.

કોણ છે ગીતાબેન રબારી?.તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારી ગુજરાતના જાણીતા લોક ગાયિકા છે. માર્ચ મહિનામાં તેણે અમેરિકાના અલગ-અલગ શહેરોમાં લોકડાયરો કર્યા હતા. જેને ત્યાં ગુજ્જુ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. તેમના તમામ કાર્યક્રમો હાઉસફુલ હતા.

એટલું જ નહીં કેટલાક દર્શકોએ ગીતાબેન રબારી પર ડોલરનો વરસાદ પણ કર્યો હતો. ગીતાબેન રબારી મૂળ કચ્છના અંજારના છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેણે ખૂબ જ આલીશાન ઘર બનાવ્યું છે, જેમાં તે પોતાના પરિવાર સાથે રહે છે.

તમને જણાવી દઈએ કે 31 ડિસેમ્બર 1996ના રોજ કચ્છના તપ્પર ગામમાં જન્મેલા ગીતાબેન રબારીએ જયારે પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ ગાવાનું શરુ કરી દીધું હતું. તેઓએ સંગીતનું શિક્ષણ નથી લીધું.આજે ગીતાબેન રબારીને હવે તેમને આખું ગુજરાત ઓળખે છે.

તેમની લોકપ્રિયતા વધી છે, તેમ છતાં તેઓ પણ તેઓ વર્ષો સુધી પોતાના ગામની અંદર જ પોતાના માતા-પિતા સાથે રહેતા હતા, અને હંમેશા પોતાના પારંપરિક પરિધાનમાં જ જોવા મળે છે.

માતા-પિતાની એકમાત્ર સંતાન ગીતા ભજન, સંતવાણી, ડાયરા, લોકગીત જેવા કાર્યક્રમો કરે છે. તેમના બે ગીતો રોણા શેરમાં રે અને એકલો રબારી જે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. આ સિવાય તેમને ગરબાનો આલ્બમ પણ કર્યો છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *