Suratમાં ધોળા દિવસે જાહેરમાં પ્રેમિકા પર ચપ્પુ વડે હુમલો કરનાર પ્રેમી કિમથી ઝડપાયો..
Surat શહેરમાં એક પ્રેમી દ્વારા પ્રેમિકા પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ પાસે આ ઘટના બનવા પામી હતી.
આ સમગ્ર મામલે યુવતીના પરિવારજનો દ્વારા યુવતી પર હુમલો કરનારા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. ત્યારે પોલીસે પ્રેમિકા પર હુમલો કરનારા પ્રેમીને કીમ ખાતેથી ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી મોપેડ અને ઘાતક હથિયાર પણ કબજે કરવામાં આવ્યું છે.
Suratના પાંડેસરા વિસ્તારમાં આવેલા કાશીનગર આવાસમાં યુવતી સોલંકી નામની યુવતી તેના પરિવારના સભ્યો સાથે રહેતી હતી. યુવતીને વિષ્ણુ વસાવા નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ત્યારબાદ તે પોતાનું ઘર છોડીને બે વર્ષ સુધી પ્રેમી વિષ્ણુ વસાવા સાથે જ રહેતી હતી. આ બે વર્ષ દરમિયાન વિષ્ણુ અને યુવતીને અવારનવાર નાની-નાની બાબતો પર ઝઘડા થતા હતા અને વિષ્ણુ દ્વારા યુવતીને ઢોર માર મારવામાં આવતો હતો.
પ્રેમીના અત્યાચારોથી ત્રાસી જઈને બે મહિના પહેલા જ યુવતી તેના પરિવારના સભ્યો પાસે પરત આવી ગઈ હતી. તો બીજી તરફ વિષ્ણુ સીમાને પોતાની સાથે વતન લઈ જવા માગતો હતો પરંતુ સીમા વિષ્ણુ સાથે જવા માગતી ન હતી.
આ પણ વાંચો : Ahmedabadની આ રિક્ષામાં જો તમે બેસશો તો મુસાફરી બની જશે એકદમ યાદગાર…જાણો એવી તે શું છે ખાસિયતો
જો કે પરિવારના સભ્યો પણ એવું ઈચ્છે રહ્યા હતા કે, દીકરીને વધારે પ્રેમીનો ત્રાસ સહન ન કરવો પડે અને તેથી પરિવારના સભ્યો પણ દીકરીને વિષ્ણુ પાસે જવાની મનાઈ કરતા હતા. તો બીજી તરફ વિષ્ણુ પોતાની જીદ પર અડ્યો હતો. યુવતી જ્યારે કામ પર જતી હતી ત્યારે તેનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો.
25 ઓક્ટોબરના રોજ બપોરના સમયે યુવતી કામ પર જતી હતી ત્યારે રાયકા સર્કલ પાસે વિષ્ણુએ યુવતીને રોકી હતી અને તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા વિષ્ણુએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે સીમા પર હુમલો કરી દીધો હતો અને તેને ઇજાગ્રસ્ત કરી હતી. સીમા પર હુમલો કર્યા બાદ વિષ્ણુ ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો અને ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીને તાત્કાલિક જ Suratની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને વિષ્ણુને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ત્યારે વિષ્ણુ પ્રેમિકા પર હુમલો કર્યા બાદ ભાગી ગયો હતો અને તેની ધરપકડ ખટોદરા પોલીસે બાતમીના આધારે કીમ ખાતેથી કરી હતી અને વિષ્ણુ પાસેથી ઘાતક હથિયાર અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યું હતું.
more article : Suratમાં રહેતી 15 વર્ષીય સગીરાનું મહારાષ્ટ્રના મુસીબે કર્યું અપહરણ, જુઓ પોલીસે કઇ રીતે ચુંગાલમાંથી છોડાવી