Gir Somnath : અચાનક શું થયું? ડૉ.અતુલ ચગ આપઘાત કેસનો અંત, દીકરાના ખુલાસાથી લોહાણા સમાજ ચોંક્યો..

Gir Somnath : અચાનક શું થયું? ડૉ.અતુલ ચગ આપઘાત કેસનો અંત, દીકરાના ખુલાસાથી લોહાણા સમાજ ચોંક્યો..

Gir Somnath : ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસમાં અતુલ ચગના દીકરા હિતાર્થે પત્રકાર પરિષદ કરીને આ મામલાનો સુખદ અંત આવ્યો હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે.

Gir Somnath : 12 ફેબ્રુઆરી 2023એ વેરાવળ શહેરના ડૉ.અતુલ ચગે આત્મહત્યા કરી હતી. જે પહેલાં તેમણે સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમ છતાં પોલીસ ફરિયાદ નહતી થતી. જેથી અતુલ ચગના પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ પોલીસે રાજેશ ચુડાસમા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

Gir Somnath
Gir Somnath

આ પણ વાંચો : Success Story : લંડનમાં નોકરી છોડીને બન્યા IAS, કોચિંગ વગર કરી તૈયારી, પ્રથમ પ્રયાસમાં ક્રેક કરી UPSC પરીક્ષા

પુત્ર હિતાર્થ ચગે કર્યો ખુલાસો

અત્યારે લોકસભા ચૂંટણી સમયે લોહાણા સમાજમાં રાજેશ ચુડાસમાનો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે અતુલ ચગના દીકરા હિતાર્થે પત્રકાર પરિષદ કરીને આ મામલાનો સુખદ અંત આવ્યો હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે .સાથે જ તેમણે ડૉ. અતુલ ચગના નામે કોઈ સંમેલનો કે મિટીંગો ન કરવા અપીલ કરી હતી.

Gir Somnath
Gir Somnath

શુ હતો સમગ્ર મામલો?

તારીખ 12 ફેબ્રુઆરી 2023ના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

આ મામલે અનેક ચોંકાવનારા આરોપ લાગ્યા હતાં. ત્યારબાદ પરિવારજનોએ કહ્યું હતું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો, આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો.

Gir Somnath
Gir Somnath

more article : Health Tips : આ 5 સમસ્યા હોય તો ગરમીમાં પણ લીંબુ પાણી પીવાનું અવોઈડ કરજો, ફાયદાને બદલે કરશે નુકસાન..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *