ચૈત્ર-વૈશાખ મહિનામાં આ બે શાક બને એટલા વધુ ખાઓ, હરસ-મસા જેવા અસહ્ય રોગ માંથી મેળવો છુટકારો, આ 100% ઇફેક્ટિવ ઉપાયથી…

ચૈત્ર-વૈશાખ મહિનામાં આ બે શાક બને એટલા વધુ ખાઓ, હરસ-મસા જેવા અસહ્ય રોગ માંથી મેળવો છુટકારો, આ 100% ઇફેક્ટિવ ઉપાયથી…

નમસ્કાર દોસ્તો,અત્યારે ઉનાળાની ઋતુ ચાલુ છે એટ્લે ગરમીથી થતા જે રોગો છે એ તમને પરેશાન કરે છે,એવો જ એક રોગ એટ્લે હરસ-મસા.ઉનાળાની ઋતુમાં હરસ-મસાની સમસ્યામાંથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ ? ચાલો વિગતે જાણીએ.આજે આપણે ૨ શાક વિશે વાત કરીશું,શાક દરેક માટે રોજિંદો ખોરાક છે,શાક વિના કોઈને ચાલતું નથી.

આજે અમે એવા બે શાક વિશે વાત કરીશું,જે શાક દરરોજ ખાવાથી હરસ-મસાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.જે લોકોને હરસ-મસાની સમસ્યા છે તેમણે આ મહિના દરમિયાન કડવા લીમડાના કુમળા પાનનો રસ કાઢી દરરોજ સવારમાં ૨-૩ લીમડાનો રસ પીવો જોઈએ.એ સિવાય દિવસ દરમિયાન ૫-૬ વાર કાચી વરિયાળી ચાવીને ખાવી જોઈએ,આ ઉપાય કરવાથી પણ હરસ-મસાની સમસ્યામાં ખૂબ જ સારું પરિણામ મળે છે.

જે કામ દવા ન કરી શકે એ કામ આ ૨ શાક કરી શકે છે,
૧. સુરણનું શાક : સુરણ એ એક કંદમૂળ છે,સુરણનું શાક ખાવાથી હરસ-મસાની સમસ્યામાં ખૂબ જ સારું પરિણામ મળે છે.સુરણનું શાક કઈ રીતે ખાવું ? સુરણનું શાક ઘીમાં વઘારવું, ઘીમાં વઘારી તેમાં જીરું થોડુક વધુ નાખવું.કારણ કે જીરુમાં જે ફાઈબર સિવાયના ઘણા પોષક તત્વો રહેલા છે જે પેટને સાફ કરવામાં ખૂબ જ અગત્યનો ફાળો આપે છે,જેના કારણે હરસ-મસામાં ઘણી રાહત મળે છે.આ રીતે સુરણનું શાક અઠવાડિયામાં ૨-૩ વાર ખાવું જ જોઈએ.

૨. દૂધીનું શાક : દૂધીની તાસીર ઠંડી છે,દૂધીનું શાક દરરોજ ખાવાથી હરસ-મસાની સમસ્યામાંથી છુટકારો મળે છે,દૂધીનું શાક પણ ઘીમાં વઘારવું,આ સિવાય શાકમાં જીરું થોડું વધુ નાખવું.આ રીતે અઠવાડિયાના ૨-૩ દિવસ દૂધીનું શાક દરેકે ખાવું જ જોઈએ.આ બંને શાક ખાવાથી હરસ-મસાની સમસ્યામાં ખૂબ જ રાહત થાય છે.

જે લોકોએ હરસ-મસાની સમસ્યા હોય તેઓએ ખોરાકમાં ખાસ તકેદારી એ રાખવી કે ઉનાળાની ઋતુમાં ખાસ તીખો-તમતમતો મસાલેદાર ખોરાક વધુ પડતો ન ખાવો જોઈએ તેમજ પચવામાં વાર લાગે તેવો ખોરાક ન ખાવો જોઈએ.અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

admin

Leave a Reply

Your email address will not be published.