જર્મનીની ભુરી ભારતનાં દેશી યુવકનાં પ્રેમમાં પડી, હવે ખેતરમાં કરી રહી છે કામ, જુઓ ક્યુટ કપલની તસ્વીરો

જર્મનીની ભુરી ભારતનાં દેશી યુવકનાં પ્રેમમાં પડી, હવે ખેતરમાં કરી રહી છે કામ, જુઓ ક્યુટ કપલની તસ્વીરો

બોલીવુડ ફિલ્મોમાં અવારનવાર સાંભળવા મળે છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી. એવા ઘણા લોકો છે, જેમણે સાત સમુદ્ર પાર જઈને પોતાના પ્રેમ માટે લગ્ન કર્યા અને તેને સંપુર્ણ દિલથી નિભાવી પણ રહ્યા છે, પરંતુ તે કેટલું મુશ્કેલ હોય છે આ વાત એ જ લોકો સમજી શકે છે જેમણે આવું કરેલું હોય. તેની વચ્ચે એક ક્યુટ લવ સ્ટોરી ખુબ જ ચર્ચામાં રહેલી છે. જર્મનની એક મોડલને ભારતના એક યુવક સાથે ફક્ત પ્રેમ ન થયો પરંતુ તે લગ્ન કરવા માટે ભારતમાં પણ રહેવા આવી ગઈ છે.

હકીકતમાં જર્મન મોડલ જુલી ની દુબઈમાં અર્જુન સાથે મુલાકાત થઈ હતી. જ્યાં બંને એકબીજાને પોતાનું દિલ આપી બેઠા હતા. પ્રેમ કર્યા બાદ આ વાત લગ્ન સુધી પહોંચી ગઈ અને બંને હંમેશા માટે એકબીજાના બની ગયા. મોડેલ જુલી હવે જુલી શર્મા બની ચુકી છે. પોતાની લાઈફ સ્ટાઈલને પાછળ છોડીને હવે તે ભારતમાં દેશી લાઈફ સ્ટાઈલ જીવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ જુલી ભારત આવી તો તેને હંમેશા અહીંયા રહેવાનો નિર્ણય કરી લીધો.

તેને ભારતની સંસ્કૃતિ ખુબ જ પસંદ આવી અને જુલીને પોતાના પતિના પરિવારની સાથે પણ ખુબ જ લાગણી બંધાઈ ગઈ, જેના કારણે તે પોતાના દેશમાં પરત જવા ઇચ્છતી નથી. જુલી એક સમયે મોડલિંગ કરતી હતી, પરંતુ હવે તે ભારતમાં રહીને સાડી પહેરે છે, દેશી ભોજન ખાય છે અને સાથોસાથ ખેતરમાં પણ કામ કરે છે. જુલી પોતાના પતિ અને પરિવાર સાથે ખુબ જ ખુશ છે. જુલી અને અર્જુનના લગ્ન પણ હિન્દુ રીતિરીવાજોની સાથે કરવામાં આવેલા છે.

જણાવી દઈએ કે ફક્ત ૧૫ વર્ષની ઉંમરથી જુલી મોડલિંગનું કામ કરી રહી છે. મોડલિંગ માટે તે ઘણા દેશોમાં મુસાફરી પણ કરતી હતી. અર્જુન અને જુલીની મુલાકાત દુબઈમાં થઈ હતી, જ્યાં તે પોતાની મોડલિંગ માટે પહોંચી હતી. ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત ની શરૂઆત થઈ. બંને લોકડાઉન પહેલા લગ્ન કરવાનો પ્લાન બનાવી ચુક્યા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે બંનેના લગ્ન ટળી ગયા હતા. એટલું જ નહીં જુલી મોડલ હોવાની સાથો સાથ એક પોપ્યુલર યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે.

અર્જુનને જણાવ્યું હતું કે ૨૦૧૮માં જુલી સાથે તેની મુલાકાત થઈ હતી, ત્યારે તે પોતાના કામની બાબતમાં દુબઈ આવ્યા હતા અને જુલી ત્યાં પોતાના ફોટોશુટ માટે આવેલી હતી. સમુદ્ર કિનારે જોઈને બિકીની માં જોઈને અર્જુન તેને પોતાનું દિલ આપી બેઠા હતા. ત્યારે જુલી સ્વિમિંગ કરી રહી હતી. અર્જુને પોતાના તરફથી વાતચીતની શરૂઆત કરી હતી. અર્જુનનાં જણાવ્યા અનુસાર તેમણે જુલીને તરવા બાબતને લઈને સવાલ પુછ્યો હતો. ત્યારબાદ જુલીની પ્રશંસા કરી અને સીધો તેનો નંબર માગી લીધો હતો. જો કે તે સમયે જુલીએ અજાણ્યા વ્યક્તિને નંબર આપવાથી ઇન્કાર કરી દીધો હતો, પરંતુ તેણે અર્જુનનો નંબર લઈ લીધો હતો.

બે દિવસ બાદ જ્યારે જુલીએ મેસેજ કર્યો તો અર્જુન ની ખુશીનું ઠેકાણું રહ્યું ન હતું. ત્યારબાદ બંને મળ્યા અને અર્જુનને જુલીને દુબઈ દર્શન કરાવ્યા હતા. ત્યારબાદ તેમની વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થયો. જુલી ફક્ત બે સપ્તાહ માટે દુબઈ આવેલી હતી, પરંતુ ત્યારબાદ તે એક મહિના માટે દુબઈમાં રોકાઈ ગઈ હતી. જર્મની ગયા બાદ પણ તેમની વચ્ચે વાતચીત શરૂ રહી હતી. ત્યારબાદ જુલી ભારત આવી અને અહીંયા કાયમી રહેવા લાગી. વર્ષ ૨૦૨૦માં અર્જુને જોઈને પ્રપોઝ કર્યું અને તેના બીજા વર્ષે તેમણે લગ્ન કરી લીધા. ત્યારથી જુલી ભારતમાં રહે છે અને હવે તે હિન્દી પણ ખુબ જ સારી રીતે બોલવા લાગી છે.

જુલી નાં ઇન્સ્ટાગ્રામ પર ૧૦ લાખથી વધારે ફોલોવર્સ છે. વળી તેની યુટ્યુબ ચેનલ ઉપર પણ ૬ લાખથી વધારે સબસ્ક્રાઈબર્સ છે. આ પ્લેટફોર્મ પર કપલ પોતાની ડેઇલી લાઇફ સાથે જોડાયેલા વીડિયો શેર કરે છે, જેમાં તેમને લાખો વ્યુ મળે છે. હાલમાં જ જુલી ને ખેતરમાં કામ કરતી હોય એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે ડુંગળી રોપતી નજર આવી રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Juli Sharma (@namastejuli)

વળી અન્ય એક વીડિયોમાં તે ગાયનું દુધ કાઢતી પણ જોવા મળી રહી છે. થોડા સપ્તાહ પહેલા જુલી એ વધુ એક વીડિયો શેર કરીને બતાવ્યું હતું કે તેના દ્વારા રોપવામાં આવેલી ડુંગળી હવે મોટી થઈ ગઈ છે. આ વીડિયોમાં તે ગાયને લીલું ઘાસ ખવડાવતી પણ જોવા મળી રહી છે અને સાથોસાથ ચુલા ઉપર પાણી ગરમ કરતી પણ જોવા મળી રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Juli Sharma (@namastejuli)

વિડીયો શેર કરીને જોઈએ કેપ્શન માં લખ્યું હતું કે, “મમ્મીજી ની પ્રતિક્રિયા સૌથી સારી હતી. હું પરિવારની સાથે સાદા જીવનનો ભરપુર આનંદ માણી રહી છું. હું પોતાના લગ્નના એક મહિના પહેલાથી જ પતિના ગામમાં રહું છું. હું પોતાના પરિવારની સાથે અને પ્રકૃતિની નજીક ખુબ જ ખુશ છું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જર્મન વહુ ખુબ જ ખુશ નજર આવી રહી છે. વળી વિડીયો બનાવી રહેલ વ્યક્તિ તેને પુછે છે કે, “તું અહીંયા શું કરે છે?” તેના પર જુલી જવાબ આપે છે કે, “તે ખેતરમાં ડુંગળી ઉગાડી રહી છે. તેને અહીંયા ખુબ જ સારું લાગી રહ્યું છે.”

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *