ગુજરાતી લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારી જીવે છે એવી જિંદગી જે બોલિવુડની અભિનેત્રીઓને પણ આપે છે મોટી ટક્કર…

ગુજરાતી લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારી જીવે છે એવી જિંદગી જે બોલિવુડની અભિનેત્રીઓને પણ આપે છે મોટી ટક્કર…

આજે અમે તમને એક એવા ગાયક કલાકારની વાત કરવા જઈ રહ્યા છીએ, કે જેને સાંભળવાની તમને બે ઘડી મન થઇ આવે કે જેવો ખુબ ખંતથી ગીતો ગાવાનું કામ કરે છે. માત્ર ૨૦ વર્ષીય ગીતાબેન રબારી ગુજરાતભરમાં ડાયરો સંતવાણી લોકગીત માટે ફેમસ છે. ગીતાબેન રબારી કચ્છ સહીત ગુજરાતભરમાં જાણીતા છે. છતાં હજુ પણ તેઓ કચ્છ જિલ્લાનું એક નાનું ગામ તપ્પર માં માતા-પિતા સાથે રહે છે.

ગુજરાતી સિંગર ગીતાબેન રબારી હાલમાં ખૂબ જ ફેમસ સિંગર છે. તેઓ ગીત રોણા શેર માં રે થી રાતોરાત ગુજરાતી ગીતોની દુનિયામાં ખૂબ જ ફેમસ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે આજે અમે તમને આ લેખમાં ગીતાબેન રબારીના પતિના આલિશાન જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જોઈને તમને વિશ્વાસ નહિ આવે.

તમને જણાવી દઈએ કે આખા ગુજરાતનું ગૌરવ લઈ શકે તેમ છે. કારણ કે હવે તેઓ ગુજરાતીની સાથે સાથે હિન્દી ગીતો પણ ગાવા લાગ્યા છે. તેમનો પહેરવેશ પણ ખૂબ જ સરસ છે. તેમના પહેરવેશ પરથી જ તેમની જ્ઞાતિની ઓળખ થઈ જાય છે. તેઓ રિયલમાં કંઈક અલગ જ દેખાય છે. તેમણા ફ્રેન્સ પણ ઘણા બધા છે. હાલમાં તેમના ફ્રેન્સની સંખ્યા ખૂબ જ વધવા લાગી છે. દિવસે દિવસે ગીતાબેન રબારી તરક્કી કરી રહી છે અને આગળ વધી રહી છે.

ગીતા રબારી જેમણે ના માત્ર ગુજરાતના ગામડાઓમાં પણ શહેરમાં પણ લોકોને પોતાના જબરા ફેન બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે ગીતા બેન રબારીના પતિનું નામ પૃથ્વી રબારી છે. તેઓ તેમના દરેક પ્રોગ્રામમાં સાથે જ હોય છે. જે તમે જોતા જ હશો તસવીરોમાં જોશો તો તમને લાગશે કે બંને જોડી એકદમ પરફેક્ટ છે.

વાત કરીએ તેમના પતિની, તો તેઓ એક નાના પરિવારના છે અને તેઓ કચ્છ જિલ્લાના તપ્પડ ગામમાં પોતાના પરિવાર સાથે રહે છે. ગીતાબેન રબારી પણ ત્યાજ રહે છે તેમના વ્યવસાયની વાત કરીએ તો પૃથ્વી રબારી ગીતા રબારી સાથે જ તેમના દરેક પ્રોગ્રામમાં રહે છે. પ્રોગ્રામની માહિતી અને બીજી બધી જવાબદારીઓ તેઓ પોતે જ નિભાવી લે છે.

માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના ટોપ સિંગરમાંથી એક છે. ગુજરાતના કચ્છ જિલ્લાના તપ્પર ગામમાં વર્ષ 1996 માં 31 મી ડિસેમ્બરના રોજ ગીતા રબારીનો જન્મ થયો હતો કચ્છી અને એમાં પણ રબારી એટલે સંસ્કૃતિમાં જબરદસ્ત રસ અને કઈંક નવું કરવાની મહેચ્છા તો જાણે ગીતા બેનમાં જન્મજાત હતી માત્ર 10 વર્ષની ઉંમરમાં ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી તેમના અવાજમાં જબરદસ્ત મીઠાશ અને મંત્રમુગ્ધ કરી નાખે તેવો જાદુ છે.

ગીતા રબારીની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી શરૂઆતમાં તેઓ ગીતા ભજન લોકગીત સંતવાણ ડાયરા જેવા કાર્યક્રમો આપવા આજુબાજુના ગામમાં જતા અને ધીમે ધીમે તેમના અવાજના જાદુના લીધે સમગ્ર કચ્છ પંથકમાં તેમના જીવંત કાર્યક્રમોની માંગ વધવા લાગી બસ પછી શું ગીતા બેને પાછળ વળીને જોયું નથી આજે તેઓ ગુજરાતીઓના દિલ પર રાજ કરે છે.

જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારે તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગીતા રબારી ની શાળાની મુલાકાતે હતા ત્યારે ગીતા બેને કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને એટલું મધુર અવાજમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રમુગ્ધ બની ગયા હતા અને ઇનામ રૂપે 250 રૂપિયા આપીને ગીતા બેન ને કહ્યું કે તમે સારું ગાવ છો.

વધારે પ્રેક્ટિસ કરો બસ ત્યારથી ગીતા બેન નું લક્ષ્ય સંગીતકાર બનવાનું થઈ ગયું આમ તો ગીતા રબારી ઘણા જીવંત કાર્યક્રમો કરે છે લોકગીત ડાયરો ભજન કીર્તન વગેરે તેમના અવાજમાં કેટલીય સીડીઓ પણ રેકોર્ડ થઈ છે અને તેઓ હવે આલબમ ગીત પણ કરે છે.

તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે તેમનું રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી આજ સુંધીમાં ૧.૫૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું હતું ત્યારબાદ તેને વધુ વેગ પકડ્યો હતો હાલમાં તો તેઓ લક્ઝુરિયસ લાઈફ નો આનંદ લઈ રહ્યાં છે.

વાત કરીએ આપણે ગીતા બેન વિશે તો ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧ ડિસેમ્બર ૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો ગીતાબેનના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી. ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.

ગીતાબેન રબારીની અગાઉની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી. તેમના માતા પોતાના ગામની આજુબાજુના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમના પિતા સામાનના ફેરા મારતા હતા જોકે તેમને લકવાની અસર થતા હવે તેવો ઘરે જ રહે છે. તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.

ગીતાબેન રબારીને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબ શોખ હતો. ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો.૧ થી ૮ પોતાના તપ્પર ગામમાં ભણ્યા હતા. અને ધો.૯ થી ૧૦ બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું. ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીતો ગાય છે. ગીતાબેને સૌ પ્રથમ વખત પોતાની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરી હતી.

સફળતા મળ્યા બાદ ગીતાબેન રબારી એક પ્રોગ્રામમાં ગાવાના ૫૦ હજાર તેમજ ગ્રુપ સાથે પ્રોગ્રામના ૧ લાખથી વધુ ચાર્જ લેતા હોય છે.

ગીતાબેન હાલના પ્રોગ્રામ ના રૂપિયા બે લાખ થી વધારે પૈસા લે છે. ગીતાબેન કહે છે કે મારે અહીં સુધી પહોંચવા માટે ઘણા બધો સંઘર્ષો કર્યા છે. મને અહીં સુધી પહોંચવામાં ઘણાબધા લોકોનો મને સપોર્ટ મળ્યો છે રાઘવ ડિજીટલ મનુભાઈ રબારી દિપક પુરોહિત દિનેશભાઇ ભૂભડીયા અને ધ્રુવલ સોદાગર કે જેમને મને એકલો રબારી માં-તારા આશીર્વાદ જેવા ગીતમાં મને સપોર્ટ આપ્યો તેમજ સૌથી વધારે સપોર્ટ મારા માતા-પિતાનો રહ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *