મહેલને પણ ટક્કર આપે તેવું છે ગીતા રબારીનું નવું ઘર, જુઓ ગૃહ પ્રવેશની તસ્વીરો
‘રાણો શેરમાં રે’ સોંગ સાંભળો એટલે તરત જ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીનો ચહેરો સામે દેખાઈ. ગીતા રબારીનું નામ નાના છોકરાઓ માટે પણ અજાણ નથી. ગીતા રબારી ‘મા તારા આશીર્વાદ અમને ઘણા ફળ્યા છે’, ‘ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાસડે રમ્યા કરે’ તેમજ ‘શ્રાવણ કેરો માસ આયો’ જેવા અનેક ગીતો ગાઈ ચૂક્યા છે. તેમનું નામ ગુજરાતના ખૂણે ખૂણે જાણીતું છે.
જીવનમાં ઘણો પરિશ્રમ કર્યા બાદ અહીંયા સુધી પહોંચેલા અને ‘કચ્છની કોયલ’ તરીકે જાણીતા ગીતા રબારીએ હાલમાં જ નવું ઘર ખરીદ્યું છે. જેની તસવીરો તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
તસવીરોમાં તેમણે ઘરની ઝલક દેખાડી છે. જેમાં તેઓ પતિ પૃથ્વી સાથે ગૃહ પ્રવેશ પૂજા કરતાં જોવા મળા રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
ગીતા રબારીએ શેર કરેલી તસવીરોમાં ઘરની ભવ્યતા જોવા જેવી છે. ગીતાબેનનું આ નવું ઘર કોઈ મહેલથી કમ નથી. ઘરમાં તેમણે ફર્નિચર પણ ખૂબ સુંદર કરાવ્યું છે. તેમણે આ લક્ઝુરિયસ ઘર ક્યાં ખરીદ્યું છે તેની કોઈ જાણકારી આપી નથી.
તેમણે ઘરમાં મોટું પૂજા ઘર પણ બનાવડાવ્યું છે. જેમાં લિંબોજ માતાજી અને દ્વારકાધીશ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી છે. ગીતા રબારીએ ઘરનું નામ ‘Vinju’s nest’રાખ્યું છે. તસવીરો શેર કરીને તેમણે લખ્યું છે, ‘ગૃહ પ્રવેશ ��….વિન્જુસ નેસ્ટ’.
ગીતા રબારીએ સોશિયલ મીડિયા પર માતા-પિતા સાથેની તસવીરો પણ શેર કરી છે. દીકરીની સફળતાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. આ સાથે લોકગાયિકાએ લખ્યું છે ‘એક નવ શરુઆત’.
ગીતા રબારીએ નવું ઘર ખરીદતાં ગુજરાતી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના સિંગર્સ તેમને પાઠવી રહ્યા છે. તેમની પોસ્ટ પર પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, નીરજ બારોટ, રાજવીર રાજગોર, પાર્થ દોશીએ કોમેન્ટ કરી છે અને જીવનમાં વધુને વધુ સફળતા મેળવવાની શુભેચ્છા આપી છે.
માતા-પિતાના એકમાત્ર સંતાન તેવા ગીતા રબારી ભજન, સંતવાણી, ડાયરા જેવા કાર્યક્રમો કરે છે. તેમના ડાયરામાં લાખો લોકો ઉમટે છે અને તેમના અવાજથી ખુશ થઈને રૂપિયાનો વરસાદ પણ કરે છે. ગીતા રબારી માત્ર 10 વર્ષના હતા ત્યારથી ગીતો ગાઈ છે.