UPSC પરીક્ષા પાસ કરવા માટે ડોક્ટરીનો ત્યાગ કરી દીધો હતો, ઓફિસમાં કરી લીધા પ્રેમ લગ્ન, જાણો આ સુંદર IPS અધિકારીની રોમાંચક કહાની

UPSC પરીક્ષા પાસ કરવા માટે ડોક્ટરીનો ત્યાગ કરી દીધો હતો, ઓફિસમાં કરી લીધા પ્રેમ લગ્ન, જાણો આ સુંદર IPS અધિકારીની રોમાંચક કહાની

આપણા દેશમાં ઘણા બધા લોકો UPSCની પરીક્ષા પાસ કરીને IPS અથવા તો IAS બનવાના સપના સેવતા હોય છે. અને ઘણાબધા લોકો આવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે તનતોડ મહેનત કરે છે તે લોકો દિવસ રાત એક કરીને પણ પરીક્ષા પાસ કરી દેતા હોય છે અને તેમના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા ખુબ મેહનત કરે છે. આવી ઘણી જ સફળતાની કહાનીઓ આપણે જરૂર સાંભળતા જ હસું.

ત્યારે આજે અમે તમને એક એવી જ મહિલા આઇપીએસ અધિકારીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેને IPS ઓફિસર બનવા માટે પોતાની ડોકટર ની સર્વિસ પણ છોડી દીધી હતી અને તેમને તનતોડ મહેનત કરીને UPSC પરીક્ષા પાસ કરીને IPS એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસીસ માં એક સીનીઅર ઓફિસરની પોસ્ટ હાંસલ કરી.

આ IPS અધિકારીનું નામ નવજોત સિમી છે. અને હાલમાં જે બિહાર કેડરના 2017 બેચના IPS અધિકારી છે. નવજોત સિમીને તેના બીજા પ્રયાસમાં જ સિવિલ પરીક્ષામાં સફળતા મળી ગઈ હતી. જે બાદ તે IPS ઓફિસર બની હતી.

IPS નવજોત સિમી તેના કામની સાથો સાથ તેના દેખાવ માટે ખુબ પણ પ્રખ્યાત છે. મૂળ પંજાબ રહેવાસી નવજોત બિહાર કેડરના IPS અધિકારી છે. તેમની પસંદગી વર્ષ 2017માં કરવામાં આવી હતી. તેઓ પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ થયા પછી, સિમીએ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી, જેમાં તે સફળ થયા અને IPS ઓફિસર બની.

નવજોત સિમીનો જન્મ 21 ડિસેમ્બર 1987ના દિવસે પંજાબના ગુરદાસપુરમાં થયો હતો. તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ પંજાબના પખોવાલની મોડલ પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું. નવજોત સિમીએ બાળપણથી જ IPS ઓફિસર બનવાનું સપનું જોઈ લીધું હતું.

જોકે પહેલા તેમણે ડોક્ટરેટ કર્યું અને ડૉક્ટરીની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ તેમને ડોક્ટરેટ છોડ્યા પછી તેઓ દિલ્હી ગયા અને ભારતની સૌથી અઘરી પરીક્ષા UPSC ની તૈયારી શરૂ કરી. ત્યારપછી વર્ષ 2016માં તેમને પ્રથમ વખત સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી લીધી, પરંતુ તેઓ ઈન્ટરવ્યુમાં આગળ વધી ન શક્યા.

જ્યારે નવજોત સિમી પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયા હતા ત્યારે, તેમણે બીજા પ્રયાસ કરતા પહેલા સખત મહેનત કરવાની શરૂ કરી દીધી. આ બાદ, વર્ષ 2017માં તે 735મો રેન્ક મેળવીને IPS અધિકારી બની ગયા. IPS ઓફિસર બનતા પહેલા તે ડોક્ટર હતી. 2010માં તે બાબા જસવંત સિંહ ડેન્ટલ કોલેજ, હોસ્પિટલ અને સંશોધન સંસ્થા, લુધિયાણામાંથી BDS ડિગ્રી સાથે ડૉક્ટર બની.

નવજોત સિમીએ UPSCની પરીક્ષા પાસ કર્યા બાદ બિહાર કેડર મળ્યો હતો. નવજોત સિમી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેમની તસવીરો શેર કરતી રહે છે.

નવજોત સિમીએ વર્ષ 2020માં વેલેન્ટાઈન ડેના અવસર પર IAS ઓફિસર તુષાર સિંગલાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે તુષાર સિંગલા પશ્ચિમ બંગાળ કેડરના 2015 બેચના IAS અધિકારી છે. વેલેન્ટાઈન ડેના અવસર પર નવજોત સિમી પટનાથી હાવડા ગયા હતા અને તુષાર સિંગલાની ઓફિસમાં લગ્ન કર્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *