Gausneswar Mahadev : ગાય પથ્થર ઉપર કરતી હતી દુગ્ધાભિષેક, ખોદયું તો નીકળ્યું શિવલિંગ, ગુજરાતના ગૌષ્ણેશ્વર મહાદેવની અનોખી ગાથા
Gausneswar Mahadev : કાલોલ તાલુકાના મુખ્ય હાઈવે પર કુદરતી સાનિધ્યમાં મધવાસ ગામના સીમાડે ગોષ્ણેશ્વર મહાદેવનુ પૌરાણિક સુંદર મંદિર આવેલુ છે. મંદિરમાં મહાદેવનુ શિવલીંગ જમીનની અંદર છે.પંચમહાલ જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે. કાલોલ તાલુકાના મધવાસ ગામ પાસે મુખ્ય હાઇવે નજીક ગૌષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહાદેવનુ મંદિર વર્ષો પુરાણું છે. કહેવાય છે કે ગૌમાતા આ સ્થળ પર આવીને મહાદેવ પર દૂધથી જલધારા કરતા હતા ત્યારથી આ મંદિર અહી છે. મહાદેવના મંદિરે મનથી મનોકામના રાખવાથી મહાદેવજી તમામ મનોકામના પૂર્ણ કરી ભાવિકો પર સદાય આશીર્વાદ વરસાવે છે.
Gausneswar Mahadev : કાલોલ તાલુકાના મુખ્ય હાઈવે પર કુદરતી સાનિધ્યમાં મધવાસ ગામના સીમાડે ગોષ્ણેશ્વર મહાદેવનુ પૌરાણિક સુંદર મંદિર આવેલુ છે. મંદિરમાં મહાદેવનુ શિવલીંગ જમીનની અંદર છે. જ્યારે જમીનમાં શિવજીનુ શિવલીંગ મળ્યુ હતુ ત્યારે જેમ ખોદકામ કરતા તેમ તે જમીનમાં અંદર જતુ હતુ એટલે ગામવાસીઓએ ખોદકામ રોકી જે સ્થિતિમાં શિવલીંગ છે તેમ જ રાખી મહાદેવની પૂજા અર્ચના કરવાનુ ચાલુ કર્યુ હતુ.
કાલોલના મધવાસ ગામે બિરાજમાન ગૌષ્ણેશ્વર મહાદેવ
Gausneswar Mahadev : કાલોલ તાલુકાના મુખ્ય હાઇવે પર મધવાસ ગામ આવેલું છે મધવાસ ગામ પાસે વર્ષો પહેલા જંગલ હતુ. આ જંગલમાં ગોવાળો ગાયો ચરાવવા આવતા હતા જેમાં મધવાસ ગામની સીમમાં એક ગાય સતત એક જ જગ્યા પર રોજ બરોજ પોતાનું દૂધ દોહવા આવતી હતી. દિવસ દરમ્યાન ગાય તેના દૂધની પથ્થર પર જલધારા કરીને નીકળી જતી હતી. દિવસે અને રાત્રે ગાયનુ દૂધ દોવાતું હતું એટલે ગાયનો માલીક શોધવા લાગ્યો કે આ ગાય નું દૂધ કોણ દોઈ લેય છે.
ગાયનો પીછો કરતા માલિક તે જગ્યા પર પહોચી ગયો જ્યાં ગાય નું દૂધ જલધારા થઈને દોહવાતું હતું. અને તેણે જોયુ કે ગાય એક પથ્થર પર પોતાનું દૂધ આપતી હતી. અટલે ગાયના માલિક અને સ્થાનિક લોકો દ્વારા ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને એક પથ્થર દેખાયો. જેમ જેમ ખોદકામ કરતા ગયા તેમ તેમ તે પથ્થર નીચે ઉતારતો ગયો. એટલે સ્થાનિકો સમજી ગયા કે આ પથ્થર ચમત્કારી છે અને મહાદેવ પધાર્યા છે. ગ્રામજનોએ મહાદેવના શિવલીંગને ગૌષ્ણેશ્વર મહાદેવ નામ આપ્યુ અને તે સમયથી લોકો આ સ્થળ પર દર્શન કરતા થયા.
વૃક્ષોની વચ્ચે મહાદેવનુ અનોખું મંદિર
Gausneswar Mahadev : જેમ જેમ લોકોને મહાદેવ વિશે ખબર પડતી થઈ તેમતેમ લોકો દર્શન કરવા આવતા થયા સ્થાનિક લોકોએ ફાળો ભેગો કરીને મંદિરન બનાવ્યુ. આજે ઘટાદાર વૃક્ષોની વચ્ચે મહાદેવનુ અનોખું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે મંદિર આજુબાજુ પહોળો વિસ્તાર અને ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે. મંદિરમાં પ્રવેશવાની સાથે જ ગૌમાતા દર્શન થાય છે.
આ પણ વાંચો : Rashifal : ધન અને વૈભવના દાતા શુક્ર કરી રહ્યા છે નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિના જાતકોને કરી દેશે માલામાલ….
પ્રવેશ દ્વાર અંદર પ્રવેશ થતા ડાબી બાજુ ગણેશજી અને જમણી બાજુ હનુમાનજીને બિરાજમાન કર્યા છે. સામેની મુખ્ય બાજુએ માતાજીને બિરાજમાન કર્યા છે અને વચ્ચે મહાદેવ બિરાજમાન થયેલા છે. મહાદેવના શિવલીંગ ફરતે શેષનાગ છે અને મહાદેવના સાનિધ્યમાં અખંડ દીવાની જ્યોત પ્રગટાવી રાખવામાં આવી છે. મહાદેવની પૂજા અર્ચના કરવા માટે ભક્તો વહેલી સવારે મંદિરે આવે છે ભાવિકો મહાદેવને જળ અર્પણ કરી બીલી ચડાવી ચંદનનો લેપ કરી પૂજા કરી ધન્ય થાય છે
મનોકામના પૂર્ણ થાય છે
Gausneswar Mahadev : મહાદેવના મંદિર અનેક ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન થાય છે શ્રાવણ માસમાં મહાદેવજીના દર્શને ભક્તોની ભીડ જામે છે. શિવરાત્રી અને જન્માષ્મીએ મંદિરે મેળો ભરાય છે લોકો મેળામાં આવી આનંદ માણી મહાદેવના દર્શન કરી સકારાત્મક ઉર્જા મેળવી ઘરે જાય છે. મહાદેવના મંદિરમાં દરરોજ આજુબાજુના વિસ્તાર અને કાલોલ હાલોલમાંથી ભાવિકો દર્શન કરવા આવે છે. મહિલાઓ બાળકો તેમજ પુરુષ યુવાનો મંદિરે આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓ શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મહાદેવને પ્રાર્થના કરે છે. મહાદેવ તેમના દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરી તેમના પર આશીર્વાદ વરસાવે છે
Gausneswar Mahadev : લોકવાયકા મુજબ જે મહંતો મંદિરમાં પૂજા કરતા હતા અને જેમણે સમાધી લીધી હોય તે મહંતોની મંદિર પરિસરમાં સમાધી પાસે નાની દેરીઓ બાંધવામાં આવી છે. મંદિરમાં પૂજારી દ્વારા દરરોજ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે સાંજે મંદિરમાં થતી ધૂપ આરતી મંદિરના વાતાવરણને સુવાસિત અને પવિત્ર કરે છે આરતી સમયે મંદિરમાં શંખનાદ,ઘંટનાદ, ડમરૂ અને ઢોલ નગારા પરિસરના દરેક ખૂણામાં સકારાત્મક તરંગો પેદા કરે છે અને મંદિરનુ વાતાવરણ ગુંજી ઉઠે છે. મહાદેવજીની આરતીમાં ગ્રામવાસીઓ જોડાઈને મહાદેવમાં લીન થાય છે.
more article : Karani Mata Temple : કરણી માતાનું મંદિર જ્યાં ઉંદરનો એઠો પ્રસાદ અપાય છે ભક્તોને..