હરિયાણવી શકીરા તરીકે ઓળખાતી ગોરી નાગૌરી નો ડાન્સ વિડિઓ થયો વાયરલ… આંખ મારે પર કર્યો જોરદાર ડાન્સ…
હરિયાણવી શકીરા તરીકે ઓળખાતી ગોરી નાગૌરી એક પ્રખ્યાત વ્યક્તિત્વ છે. સપના ચૌધરી પછી, તે જ છે જેના વીડિયો અને શોની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. જ્યારે તે બિગ બોસ 16માંથી બહાર થઈ છે ત્યારથી તે હેડલાઈન્સમાં છે. આ શો પછી તેને ઘણી પ્રસિદ્ધિ મળી. તે યુટ્યુબ પર વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. ફરી એકવાર તેમનું સ્ટેજ પરફોર્મન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
આ વીડિયોમાં ગોરી નાગૌરી એથનિક વેરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે તેના આઉટફિટને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે અને બોલિવૂડ ગીત ‘આંખ મારી’ પર ધૂમ મચાવી રહી છે. હરિયાણવી શકીરાનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેના આઉટફિટની વાત કરીએ તો તે ઓરેન્જ કલરનો લહેંગા પહેરેલી જોવા મળે છે.
તેના એક્સપ્રેશન્સ અને જબરદસ્ત મૂવ્સ ફેન્સનું દિલ જીતી રહ્યા છે. આ વીડિયો જોવા જેવો છે. સ્ટેજ ડાન્સ નો આ વિડિઓ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને તેને 2.6M થી વધુ વ્યૂઝ મળ્યા છે. ફેન્સ પણ કોમેન્ટ સેક્શનમાં પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.લોકો એ તેને હરિયાણવી શકીરા નું નામ પણ આપ્યું છે
પોતાના કરિયરની વાત કરીએ તો તેણે સ્ટેજ શોથી તેની સફરની શરૂઆત કરી હતી. …અને તાજેતરમાં જ સૌથી ચર્ચિત શો બિગ બોસમાંથી બહાર થઈ ગઈ. શોમાંથી બહાર આવ્યા બાદ તેણે તેના ફેન્સને તેના દિવાના બનાવી દીધા હતા.
તે રાજસ્થાનમાં પણ લોકપ્રિય છે કારણ કે તે રાજસ્થાની ગીતો પણ ગાય છે. ‘કડે આગયા મટકે, કેડે પચ્ચ્યા મટકે’ પરનો તેણીનો ડાન્સ વિડીયો તેના ચાહકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.આ વિડિઓ પર લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે જેમાં તેના ડાન્સ ના ખુબ વખાણ કરી રહ્યા છે