Garuda Purana : ઘુવડ જોઈને યમરાજા વિચલિત થયાં પછી હસ્યાં,ગરુડને કહ્યું કારણ, મોતનો ગૂઢ અર્થ….

Garuda Purana : ઘુવડ જોઈને યમરાજા વિચલિત થયાં પછી હસ્યાં,ગરુડને કહ્યું કારણ, મોતનો ગૂઢ અર્થ….

Garuda Purana : પુરાણોમાં એક કહાનીનો ઉલ્લેખ આવે છે જે કહાની સાચી હોય કે ખોટી તે અલગ વિષય છે પરંતુ તેની પાછળનો ગુઢાર્થ માનવોએ જાણવા જેવો છે. મૃત્યુના દેવતા યમરાજાથી કોણ નથી ડરતું? મોતને ટાળવા માટે માનવો અનેક ઉપાયો કરી લેતાં હોય છે પરંતુ ક્યારેક માનવોની મોત સામે જીત થઈ નથી. ચાહે પાતાળમાં કે બીજા લોકમાં છુપાયેલા હશે તો પણ મોત નહીં છોડે? મોતની આવી એક કહાની બધાએ જાણવા જેવી છે પુરાણોમાં આ કહાનીનો ઉલ્લેખ આવે છે, કહાની સાચી હોય કે ન હોય તે વિષય નથી પરંતુ તેની પાછળનો અર્થ અતિ મહત્વનો છે અને ઘણું બધું કહી જાય છે કે મોતથી બચવાનો માનવી જેટલો પણ ઉપાય કરી લે છે પરંતુ અંતે તો તે નિષ્ફળ નીવડતો હોય છે.

શું છે કહાનીનું પ્રતિક

Garuda Purana : કહાની એવી છે કે એક દિવસ યમલોકમાં એક ડાળે ઘુવડ બેઠું છે અને તેની બાજુમાં ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ બેઠું છે. એટલામાં યમરાજા બહારથી આવીને અંદર પ્રવેશે છે અને ઘુવડ સામે જોઈને વિચલિત થાય છે ત્યાર બાદ હસીને અંદર જતાં રહે છે. આ જોઈને ઘુવડના મોતિયા મરી ગયાં અને તેને ખબર પડી કે તેનો અંત હવે નજીકમાં છે તેથી તે થરથર કાંપવા લાગે છે. બાજુમાં બેઠેલા પક્ષીરાજ ગરુડને દયા આવે છે.

પક્ષીરાજ ગરુડે ઘુવડને દેખાડ્યો મોતથી બચવાનો રસ્તો

Garuda Purana : કહાની આગળ ચાલે છે ત્યાર બાદ પક્ષીરાજ ગરુડે એવું કહ્યું કે મારી ઉડવાની ઘણી ઝડપ ઘણી છે અને હું તને અહીંથી કરોડો જોજન દૂરના એક પહાડ પર મૂકી દઈશ જ્યાં તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરે શકે અને તુ બચી જઈશ, કારણ કે તેટલે દૂર યમદૂત નહીં આવે. ગરુડની વાત સાંભળીને ઘુવડના જીવમાં જીવ આવ્યો અને તે રાજી થયું ત્યાર બાદ ગરુડે તેને તેની પાંખ પર બેસાડીને કરોડો જોજન દૂરના પહાડ પર લઈ જઈને ત્યાં મૂકી દીધું અને પોતાની જાતને સુરક્ષિત માની અને તે થોડી વારમાં પાછું આપીને પોતાના સ્થાને બેસી ગયું.

આ પણ વાંચો : Akshaya Tritiya 2024 : અખાત્રીજના દિવસે કરેલા આ 4 સરળ કામનું મળે છે વિશેષ ફળ, ઘરમાં થાય છે માં લક્ષ્મીની પધરામણી

ગરુડે યમરાજને પૂછ્યું કારણ

Garuda Purana : હવે ગરુડ ઘુવડ સામે જોઈને વિચલિત થવાનું અને હસવાનું કારણ યમરાજાને પૂછ્યું. યમરાજાએ કહ્યું કે હું એટલા માટે વિચલિત થયો કે આ ઘુવડનું મોત અહીંથી કરોડો જોજન દૂર (જે જગ્યાએ ગરુડ ઘુવડને મૂકી આવ્યું હતું તે) ના પહાડ પર થવાનું લખ્યું છે અને તે થોડા સમયમાં ત્યાં કેવી રીતે પહોંચશે? એટલે હું થોડો વિચલિત થયો પરંતુ આખરે તારી (ગરુડ) સામે જોતાં હું હસ્યો કારણ કે મને ખબર પડી આ ગરુડ તેને ટાઈમસર ત્યાં પહોંચાડી દેશે. આ સાંભળીને ગરુડની આંખો ઉઘડી ગઈ.

કહાનીનું પ્રતિક

Garuda Purana : આ કહાની તો પ્રતિકાત્મક હોઈ શકે પરંતુ તેની પાછળનો અર્થ એ છે કે મોતથી બચવા લાખ ઉપાય કરી લેવામાં આવે પરંતુ નિયત સમયે અને સ્થળે તે અવશ્ય ઘટિત થઈને રહે છે. ત્યાં સુધી કે માણસે મોતે બોલાવેલા સ્થળે સામે પગલે જતો હોય છે. મોતને તો ખાલી આમંત્રણ આપવાનું હોય છે. બચવાના બધા ઉપાય નિરર્થક છે. માટે પ્રભુ ભજન એ જ છૂટવાનો ઉપાય છે એમ શાસ્ત્રોમાં કહેવાયું છે.

 

more article  : HUNUMAN JKAYANTI : 23 અથવા 24 એપ્રિલ હનુમાન જયંતિ ક્યારે છે? જાણો શુભ સમય અને પૂજાની રીત.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *