Garuda Purana : પંચક કાળમાં મૃત્યુ થાય તો કેવી રીતે કરવા અંતિમ સંસ્કાર? જાણો ગરુડ પુરાણ અનુસાર સાચી રીત
હિંદુ ધર્મમાં કોઈપણ કાર્ય કરવા માટે શુભ સમય નક્કી કરવામાં આવે છે. શુભ અને અશુભ સમય, કાળ, ગ્રહ, નક્ષત્ર, દિવસ વગેરેને ધ્યાનમાં રાખીને કાર્ય કરી શકાય તે માટે ચોઘડિયાનું પાલન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પંચક કાળને અશુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી.
આ ઉપરાંત નવું મકાન બાંધવું, છત બાંધવી, પલંગ ખરીદવા વગેરે પર પણ વર્જિત છે. જો પંચકમાં મૃત્યુ થાય તો પણ પરિવાર પર મુશ્કેલીનો ભય રહે છે, Garuda Purana માં પંચકમાં મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરવાની વિશેષ રીત જણાવવામાં આવી છે.
પંચકમાં મૃત્યુ કેમ અશુભ માનવામાં આવે છે?
એવું માનવામાં આવે છે કે જો પંચક સમયગાળામાં કોઈ સંબંધીનું મૃત્યુ થાય છે, તો તે પરિવારના અન્ય પાંચ સભ્યોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેમ કે તેઓને કોઈ જીવલેણ રોગ થઈ શકે છે, તેઓ અકસ્માતનો ભોગ બની શકે છે, તેઓ મૃત્યુ પામી શકે છે. પંચક કાળનો પ્રભાવ એટલો અશુભ માનવામાં આવે છે કે જો કોઈનું મૃત્યુ થઈ જાય તો પણ આ સમય દરમિયાન અગ્નિસંસ્કાર કરવાની મનાઈ છે. આવા તાત્કાલિક કાર્યને રોકી શકાતું ન હોવાથી અંતિમ સંસ્કાર Garuda Purana માં ઉલ્લેખિત વિશેષ પદ્ધતિ અનુસાર કરવા જોઈએ.
આ પણ વાંચો : Israel : હમાસ કમાન્ડરનો Audio, મિસ ફાયરના ફૂટેજ… ગાઝા હોસ્પિટલ એટેકને લઇ ઈઝરાયલે રજૂ કર્યા નિર્દોષતાના 5 પુરાવા
આ ખાસ ઉપાયો કરો
– Garuda Purana માં કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેથી પંચક દરમિયાન કોઈ સ્વજનના મૃત્યુથી અન્ય લોકોના જીવન પર અસર ન થાય. આ ઉપાયોથી પંચક કાળનો અશુભ પ્રભાવ ઘટી જાય છે.
– Garuda Purana અનુસાર જો પંચક કાળમાં કોઈ સંબંધીનું મૃત્યુ થાય તો મૃતદેહની સાથે લોટ અથવા કુશની પાંચ પૂતળીઓ બનાવીને સાથે રાખી દો. વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર પણ કરો. આમ કરવાથી પંચકની અશુભ અસર દૂર થઈ જાય છે અને પરિવારના સભ્યોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
– જો પંચક કાળમાં પરિવારના કોઈ સભ્યના મોત બાદ એકાએક અગ્નિસંસ્કાર થઈ જાય તો પછીથી પૂજારીની મદદથી પંચકના અશુભ પ્રભાવોને નદી કે તળાવના કિનારે ઔપચારિક રીતે દૂર કરી શકાય છે. આમ કરવાથી પરિવારને મુશ્કેલીથી પણ બચાવે છે.
more article : Garuda Purana અનુસાર મૃત્યુ બાદ માથે મુંડન શા માટે કરવામાં આવે છે, બહુ ઓછા લોકો તેનું સાચું કારણ જાણે છે