Garib Gujarati : ન કોઈ ક્લાસીસ, ઘરે બેઠા તૈયારી, ગરીબ ગુજરાતી યુવકે UPSCમાં આવી રીતે માર્યું મેદાન.
Garib Gujarati : ગરીબીમાં ઉછરેલા અને નાની ઉંમરે મા-બાપ ગુમાવી ચૂકેલા યુવકે વગર ટ્યુશને UPSC પાસ કરી દાખલો બેસાડ્યો, જામનગરના આ યુવાને 1007મોં રેન્ક હાંસલ કર્યો છે.
Garib Gujarati : દેશમાં સૌથી અઘરી અને સર્વોચ્ચ ગણાતી UPSC ફાઇનલ પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થયું છે.જેમાં ગુજરાતના 25 સહિત 1016 ઉમેદવારોએ મેદાન માર્યું છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ મૂળ ગીર સોમનાથ પંથકના અને હાલ જામનગરમાં રહેતા પરિવારના આંગણે હરખની હેલી વર્ષી છે.
Garib Gujarati : ભયંકર ગરીબી અને બાળપણથી જ માતા પિતાની લાંબી ગેરહાજરી વચ્ચે જામનગરના યુવાને તનતોડ મહેનત કરી અને UPSC ની પાસ કરી છે. તેણે સાર્થક કરી બતાવ્યું કે પરિશ્રમ એજ પારસમણી છે.. ખાસ વાત તો એ છે કે ટ્યુશન કે એક પણ પ્રકારની ભૌતિક સુવિધા વગર આ યુવાને કઠિન ગણાતી પરીક્ષા પાસ કરી દેશભરમાં ડંકો વગાડી દીધો છે.
યુપીએસસીની પરીક્ષામાં 1,007મો રેન્ક હાંસલ કર્યો
Garib Gujarati : જામનગરમાં જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા આકાશ ચાવડા નામના યુવાને યુપીએસસીની પરીક્ષામાં 1,007મો રેન્ક હાંસલ કર્યો છે. તેમની અત્યાર સુધીની સફળતાની કહાની અવિસ્મરણીય છે. આકાશભાઈની 3 વર્ષની ઉંમરમાં તેમની વ્હાલસોઈ માતાનું નિધન થયું હતું. જેનો વસવસો હજુ ભુલાય ત્યાં તેમની 13 વર્ષની ઉંમરમાં પિતાનું પણ નિધન થયું હતું.
આ પણ વાંચો : Mutual fund : આ મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને એક વર્ષમાં બનાવ્યા માલામાલ, થયો સંપત્તિમાં અધધ વધારો..\
મોટાભાઇએ તેમને પીઠબળ પુરુ પાડ્યું
Garib Gujarati : આમ બાળપણથી જ માતા-પિતાની ગેરહાજરીને લઈ આકાશભાઈ કપરી આર્થિક પરિસ્થિતિમાં હતા. ત્યારબાદ આકાશભાઈ તેમના મોટાભાઈ જેને તેઓ માતા-પિતા જ ગણે છે તેમની સાથે રહેવા લાગ્યા હતા. તેમના પાલક પિતા (મોટાભાઈ) જે કોડિયાકામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેઓએ શિક્ષાનું મહત્વ સમજી આકાશભાઈને સરકારી પરીક્ષા માટે ખૂબ પીઠબળ આપ્યું હતું અને તેમના પરીણામ સ્વરૂપે આજે આકાશભાઈએ સિદ્ધી હાંસલ કરી છે. હાલ તેમના પરિવારમાં માતા-પિતા અને બે પુત્ર સહી તેમનો પાંચ લોકોનો પરિવાર છે.
આ પણ વાંચો : Surat : સુરતના એક મંદિરમાં નથી ભગવાન રામની મૂર્તિ કે તસવીર, જાણો તો પછી શેના દર્શન કરવા ઉમટે છે રામ ભક્તો.
એક પણ ટ્યુશન રાખ્યું ન હતું
Garib Gujarati : નબળી આર્થિક પરિસ્થિતિને લઈ આકાશભાઈએ એક પણ ટ્યુશન રાખ્યું ન હતું એટલું જ નહીં કોઈ અલગ રૂમ વગર તેમણે પરિવારની સાથે રહી અને જાતૈ તૈયારી કરી આ સફળતા મેળવી છે. ત્રણ પ્રયાસે તેઓએ આ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. તેમની આ સિદ્ધિ બદલ તેઓએ પોતાના પરિવારજનોને શ્રેય આપ્યો છે..