Porbandarમાં બાળકીના ઈનામ મામલે ગરબા આયોજકોએ કરી પિતાની હત્યા..
આ નવરાત્રિ અનેક લોકો માટે જીવલેણ બની છે. અનેક શહેરોમાં મારામારી અને હત્યાના બનાવો બન્યા છે. જેમાં Porbandarમાં નવરાત્રિના છેલ્લા દિવસે ચોંકાવનારો બનાવ બન્યો છે. શહેરના રોકડીયા હનુમાન મંદિર નજીક મારામારીમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. સરમણ ઓડેદરા નામના યુવાનની હત્યા કરાઈ હતી. જમાં પોરબંદર પોલીસે વધુ તપાસ હાથ ધરતા સામે આવ્યું કે, નવરાત્રિના આયોજકોએ દીકરીના ઈનામ બાબતે વાત કરનાર પિતા સરમણ ઓડેદરાની હત્યા કરી હતી.
Porbandarના રોકડીયા હનુમાન મંદિર નજીક ગરબામા થયેલ મારામારીમાં યુવાનની હત્યા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સરમણ ઓડેદરા નામના યુવાનને માર મારવામા આવતા તેની હત્યા થઈ હતી. જેમાં 6 આરોપીઓના નામજોગ તેમજ બે-ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. રાજા મુરૂ કુછડીયા, રાજુ ભીખુ કેશવાલા, રામદે અરશી બોખીરીયા, પ્રતિક કિશન ગોરાણીયા, રાજુ ભીખુ કેશવાલાની પત્નિ તેમજ રાજા મુરૂ કુછડીયાની પત્નિ અને બે-ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. આરોપીઓ વિરૂધ્ધ 302 સહિત વિવિધ કલમો હેઠળ ઉધોગનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો છે.
આ મામલાની હકીકત એવી છે કે, સરમણ ઓડેદરાની 11 વર્ષીય દીકરી કૃપાલીને નવરાત્રિના ગરબામાં બે ઈનામની જાહેરાત કરાઈહતી. પરંતુ તેને ગરબાના આયોજકો દ્વારા માત્ર એક ઈનામ આપવામાં આવ્યુ હતું. તેથી તેમની પત્ની અને દીકરી આયોજકો પાસે ઈનામ માટે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે રાજુભાઈએ કહ્યું કે, અહીંથી જે ઈનામ મળતા હશે તે જ ઈનામ તમને મળશે, જો ઈનામ જોતું હોય તો લઈ લો, નહીં તો અહીંથી જતા રહો.
આ બાદ મામલો બિચક્યો હતો. સરમણ ઓડેદરા અને આયોજો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં આયોજકોએ ધમકી આપીકે, તુ અહીથી જતી રહે નહિ તો તને મારી નાંખીશું. આ બાદ ગરબાના આયોજકો ઓડેદરા પરિવાર પાસે રાતે બે વાગ્યાની આસપાસ આવ્યા હતા. બે ત્રણ લોકોએ લાકડાના ધોકાથી સરમણ ઓડેદરાને ફટકાર્યો હતો. તેમજ તેમને ત્યાથી અપહરણ કરીને લઈ ગયા હતા.
આ બાદ પરિવારે ડરના માર્યે પોલીસને જાણ કરી હતી. બીજી તરફ ગરબાના આયોજકો સરમણને ગરબીના ચોકમાં લઈ ગયા હતા અને ત્યા માર માર્યો હતો. આ બાદ પરિવાર પણ ત્યા આવી ચઢતા તેઓ તેમને હોસ્પિટલમાં લઈ ગાય હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.
more article : પોરબંદરના ગઢવી પરિવારે વિધવા પુત્રવધૂને દીકરી તરીકે રાખી ફરી લગ્ન કરાવ્યા