Ganesh mandir : ગુજરાતની એવી જગ્યા જ્યાં શિવલિંગ ઋષિ સ્વરૂપે, ગણેશજી દેવ સ્વરૂપે, મૂર્તિ પર છે તલવારના ઘા…
Ganesh mandir : તાપી જીલ્લાના વાલોડ તાલુકામાં વાલ્મીકી નદીના તીરે રિદ્ધિ સિદ્ધિ સાથે જમણી સુંઢના પાઘડી વાળા ગણેશજી વરસોથી લોકોની શ્રદ્ધા નું પ્રતિક છે. હિન્દુ સંસ્કૃતિમાં દરેક કાર્યની શુભ શરુઆત વિઘ્નહર્તા ગણેશજીથી કરવામાં આવે છે અને તે કાર્ય વિના વિલંબે પૂર્ણ થાય તેવી હિન્દુ સમાજની માન્યતા છે, હિન્દુઓના આરાધ્ય દેવીદેવતાઓમાં ગણેશજીનું આગવું સ્થાન છે. એટલે તેમની પ્રથમ પૂજા કરવામાં આવે છે.
Ganesh mandir : ભારતભરમાં અનેક ગણેશજીના મંદિરો આવેલા છે, જમણી સુંઢના રિધ્ધિ સિધ્ધી સાથેના ગણેશજીના જુજ મંદિરો છે પેશવા સાશનકાળનુ રિધ્ધિ સિધ્ધિ સાથે ગણેશજીનું મંદિર તાપી જીલ્લાના વાલોડ ખાતે આવેલુ છે ગણેશજી પ્રત્યે લોકોને ભારે શ્રદ્ધા છે. પૌરાણિક કથાઓ સાથે જોડાયેલા ગણપતિ મંદિરમાં સાચા મન થી માનવા આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
વાલોડના વિનાયક
Ganesh mandir : સર્વો દેવોમાં પ્રથમ પૂજાનાર દેવાધીદેવ શંભુ સુત ગણેશજીનો મહિમા અપરંપાર છે.વિઘ્નહર્તા ગણેશજીનું નામ લઈને તમામ શુભ કાર્યોનો આરંભ એ સફળતા તરફ દોરી જનારું અને કાર્યોને પાર પાડવા માટે મનોબળ પૂરું પાડનાર હોવાની હિંદુ સંસ્કૃતિની માન્યતા છે. 21 મી સદીના યુગમાં પણ દાદાની પ્રથમપૂજાની આસ્થા ભક્તજનોએ જીવંત રાખી છે તાપી જીલ્લાના વાલોડ તાલુકામાં વાલ્મીકી નદીના તીરે રિદ્ધિ સિદ્ધિ સાથે જમણી સુંઢના પાઘડી વાળા ગણેશજી વરસોથી લોકોની શ્રદ્ધા નું પ્રતિક છે.
શિવજી-ગણેશજીની પ્રતિમાઓં સામસામે
Ganesh mandir : પૌરાણિક મંદિરોની પોતાની આગવી વિશેષતા ભાવિકોની આસ્થાનું કેંદ્ર હોય છે. આવી જ વિશેષતા ગણપતિમંદિરની છે મંદિરમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમા સામે શિવજીની પ્રતિમા છે જે જુજ મંદિરોમાં જોવા મળતુ હોય છે ભાવિકોનું માનવું છે કે શિવજી અને ગણેશજીની પ્રતિમાઓં સામસામે હોવાથી અલૌકિક ઉર્જાનો અહેસાસ અને લોકોની મનોકામના પૂર્ણ થાય છે.
આ પણ વાંચો : rashifal : 5 દિવસ બાદ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ એટલો ફાયદો થશે કે ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે
Ganesh mandir : ઐતિહાસિક મંદિરોની પોતાની અલગ ઓંળખ પ્રાચીનકાળથી ચાલી આવતી હોય છે જેની સાથે કેટલીક લોકવાયકાઓં જોડાતા ભકતજનોમાં આકર્ષણ નું કેન્દ્ર બનતું હોય છે વાલ્મીકી નદીના કાંઠે વાલ્મીકિ ઋષિનો આશ્રમ દંતકથા સાથે ગણપતિ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. મંગળવારે અને ગણેશચતુર્થીના દિવસે દૂરદૂરથી ભાવિક ભક્તો દાદાના ચરણોમાં પોતાની મનોકામના પૂર્ણ કરવા અને શ્રદ્ધા આસ્થાથી શિશ ઝુકાવવા ગણપતિમંદિરે આવે છે.
મુઘલ સલ્તનતના શાસનમાં શુ બન્યુ હતુ?
Ganesh mandir : મોગલ સામ્રજય સમયે મોગલ રાજાઓ હિંદુ સંસ્કૃતિની આસ્થા સમાન હિંદુ મંદિરોને તોડી હિન્દુ ઓંની આસ્થા સાથે ચેડા કરવાની કોશિષ કરી હતી. વાલોડ સ્થિત વિઘ્નહ્રતા ગણેશજીના મંદિર પર હુમલો કરી મૂર્તિને ખંડિત કરવા ઉગામેલ તલવારના ઘા આજે પણ ગણેશજીની મૂર્તિ પર અંકિત છે. ગણેશજી મંદિર મહાન સાધું સતોના આશ્રય માટેનું સ્થાન બનેલું છે સાચા હૃદયે માંગવામાં આવેલી મનોકામના દાદા પૂર્ણ કરે છે.
દુર દુરથી ભાવિક ભક્તો મંદિરે આવે છે
Ganesh mandir : ગણેશજી મંદિરની બાજુમાં સુંદર વાલ્મીકી નદીનું પ્રાકૃતિક સોંદર્ય, ગણેશ મંદિર સાથે લક્ષ્મીજીનું મંદિર અને મનકામેશ્વર મંદિરની મંદિર પરિસરની શોભમાં અભિવૃદ્ધિ કરે છે. દુર દુરથી ભાવિક ભક્તો મંદિરે આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર મંગળવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામે છે વદ ચોથના દિવસે દુર દુરથી ભક્તજનો દર્શને આવે છે.
વદ ચોથે ભાવિકો રાત્રે ગણેશ પૂજા બાદ ચંદ્ર દર્શન કરીને મહા પ્રસાદ લેતા હોય છે, મહાપ્રસાદ આજે પણ પરંપરાગત રીતે કરવામાં આવે છે અને અનેરો ઉત્સવ ઊજવવામાં આવે છે. ગણપતિ મંદિર મંદિર જીલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં જાણીતુ છે મંદિરમાં જે શિવલીગ છે તે સાક્ષાત ઋષિ સ્વરૂપે અને ગણેશજી દેવ સ્વરુપે બિરાજમાન છે.
more article : Kunteshwar Mahadev : વાપી અને દમણની હદ પર કુંતા ગામમાં કુંતેશ્વર મહાદેવનું શિવાલય