ગમન સાંથલ ભુવાજી ની પરિવાર સાથે ની સુંદર તસવીરો…

ગમન સાંથલ ભુવાજી ની પરિવાર સાથે ની સુંદર તસવીરો…

આપણા ગુજરાત માં હાલ ના સમય માં ગુજરાતી કલાકાર ની લોકપ્રિયતા બૉલીવુડ ના હીરો હીરોઇન જેવી જ છે તે પછી કિંજલ દવે હોય ગીતબેન રબારી હોઈ કે કિર્તીદાન માયાભાઇ હોય આ જ કલાકાર ની સૂચિ માં નવું નામ ગમન સાંથલ પણ છે જે ગુજરાત માં ભુવાજી નામ થી પ્રખ્યાત થઇ ચૂક્યું છે

થોડા વર્ષો પેહલા યુવાનો હિન્દી ગીત સાંભળતા પણ હવે ના નવા કલાકારો ના લીધે યુવાનો પણ આપણા ગુજરાતી ગીત સાંભળતા થયા છે અને આ કરવામાં ભુવાજી નો એક મોટો હાથ છે, ભુવાજી ના ગીત આવતા જ સોશિઅલ મીડિયા માં વાયરલ થઇ જાય છે તેમજ યુવાનો આ ગીત ને વારંવાર સાંભળે છે

ગમન સાંથલ નું નામ ગમન રબારી છે અને તેમના ગામ નું નામ સાંથલ છે ભુવાજી ને એવું હતું કે મારૂ ગામ મારા નામ અને હું મારા ગામ ના નામ થી ઓળખાવ તેથી તેને પોતાનું નામ ગમન સાંથલ રાખ્યું હતું જે આજે દેશ વિદેશ માં પ્રખ્યાત થઇ ચૂક્યું છે

ગમન સાંથલ ના જીવન વિષે ખુબ ઓછા લોકો જાણતા હશે ઘણા લોકો નથી ખબર કે ભુવાજી આ મુકામ પર કેવી રીતે પહોંચ્ય તો એવો તમને જણાવી દઈએ ગમન સાંથલ એ ગાવાની શરૂઆત પોતાની સ્કુલ છોડી ને કરી હતી ભુવાજી એ ઘર ની પરિસ્થિતિ ના લીધે 8 ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો

અને ભુવાજી એ ગાવાની શરૂઆત રમેલ(માતાજી નો માંડવો) થી કરી હતી રમેલ ની અંદર ભુવાજી રેગડી કરતા હતા ત્યારે લોકો તેને કહ્યું હતું કે તારો અવાજ સારો છે અને ધીમે ધીમે માતાજી ના હાલરિયા ગાતા થયા ત્યાર થી ભુવાજી નું સપનું ગુજરાત માં પ્રખ્યાત થવાનું હતું

2010 માં પહેલી વાર ભુવાજી એ એક સાથે 50,000 લોકો ની સામે જ સ્ટેજ પર ગાયું હતું જે પેહલી વાર હતું લાખ્યાધરા માં લાખણેચી માતાજી જે ભુવાજી ના કુળદેવી માતા છે ત્યાં એક પ્રોગ્રામ માં ગમન સાંથલ ને ગાવા નો મોકો મળ્યો હતો ત્યાં એક સાથે આટલૂ બધું પબ્લિક જોઈ ભુવાજી ને દર હતો અને તમને ન હતું ગાવું છતાં તેમને ગવડાવ્યું હતું

ગમન સાંથલ આ મુકામ પર પહોંચવા નો શ્રેય તેમના મિત્રો, તેમના સસરા અને તેમના માતા અને પરિવાર ને આપે છે ભુવાજી નું પ્રિય ગીત મને માવતર મળે તો અંબે માં મળજો છે જે ગીત ગાવા માટે ફાલ્ગુની પાઠક એ પણ અભિનંદન અને પ્રશંષા કરી હતી

ગમન સાંથલ ના મહેસાણા ના એક પ્રોગ્રામ માં જયારે લોકો એ ગમન સાંથલ નો જય જયકાર બોલાવ્યો હતો ત્યારે ભુવાજી ની આંખ ભીની થઇ ગઈ હતી અને ત્યારે તમને લાગ્યું હતું કે તેને પોતાના પરિવાર નું નામ ખુબ રોશન કરી દીધું છે

ગમન સાંથલ આજે એટલા લોકપ્રિય છે કે તેના ગીતો ને સોશિઅલ મીડિયા પર 5 કરોડ થી પણ વધુ વખત લોકો સાંભળી ચુક્યા છે અને તેમના બધા ગીતો ને કરોડો વ્યુસ મળે છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *