વ્યક્તિ ના ગળા માં વીંટળાઈ ગયો અજગર…. બચાવવા માટે આવ્યા લોકો પણ… જુઓ વિડિઓ

વ્યક્તિ ના ગળા માં વીંટળાઈ ગયો અજગર…. બચાવવા માટે આવ્યા લોકો પણ… જુઓ વિડિઓ

સોશિયલ મીડિયા પર અવારનવાર આવા વિડીયો જોવા મળે છે જે જોઈ ને રૂંવાડા બેઠા થઇ જતા હોય છે. જંગલી અને ખતરનાક પ્રાણીઓની નજીક રહેવાની સજા ઘણીવાર જોવા મળી છે. ઘણી વખત તમે આવા કેટલાક વીડિયો પણ જોયા હશે જેમાં લોકો સાપ અને અજગર જેવા ખતરનાક જીવોને પોતાના પાલતુ બનાવે છે.

તેમને પોતાની સાથે એટલા નજીક રાખે કે સામાન્ય લોકો કલ્પના પણ ન કરી શકે. પરંતુ પ્રાણીઓ સાથેની આ નિકટતા અને આત્મવિશ્વાસ લોકોને ઘણી વખત મોંઘો પડે છે. કારણ કે ઘણીવાર આ પ્રાણીઓ જીવ લીધા પછી જ માને છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ વીડિયોમાં, અજગર એક વૃદ્ધનું ગળું એવી રીતે જકડી લીધું છે કે તેના માટે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો, થોડી જ વારમાં તેણે પોતાનો જીવ બચાવવા માટે હાથ પગ મારવા લાગ્યા, ત્યારબાદ કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા અને અજગરને ગરદનમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો. પ્રયત્ન કર્યો પણ તે વધુ કડક થતો ગયો આ હ્રદય દ્રાવક વિડીયો ને 4 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

વાયરલ વીડિયોમાં એક અજગર એક વૃદ્ધના ગળામાં લપેટાયેલો જોવા મળ્યો હતો. થોડી વાર પછી બધું સામાન્ય લાગતું હતું, અચાનક વાતાવરણ બદલાઈ ગયું. જ્યારે વૃદ્ધે જીવ બચાવવા માટે આજીજી શરૂ કરી હતી. તેને પીડાતા જોઈને લોકો ગભરાઈ ગયા અને એક છોકરો તરત જ વૃદ્ધ પાસે પહોંચ્યો અને તેના ગળામાંથી અજગરને હટાવવાની કોશિશ કરવા લાગ્યો.

એક પછી એક અન્ય કેટલાક લોકો પણ વ્યક્તિના ગળામાંથી અજગરને છોડાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પરંતુ અજગર છોડવા તૈયાર ન હતો. જેમ જેમ લોકોના પ્રયાસો વધતા ગયા તેમ તેમ અજગર વધુ ને વધુ તંગ બનતો ગયો. ગળા પર દબાણ વધવાને કારણે વ્યક્તિ જમીન પર પડી ગયો.

ઘણા છોકરાઓએ હિંમત બતાવીને અજગરને ખેંચવાનો પ્રયાસ કર્યો. પરંતુ દરેક વખતે નિષ્ફળતા મળી. ત્યારબાદ વીડિયોમાં ગભરાટ અને ચીસોનો અવાજ સંભળાવા લાગ્યો. વિડિયો જોયા બાદ કોઈપણ ડરી જશે.યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. જેમાંથી મોટાભાગનાનું માનવું હતું કે વીડિયો બનાવવાને બદલે અજગરમાં લપેટાયેલા વ્યક્તિને મદદ કરવી જોઈતી હતી. વીડિયોને 4 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Vikram Rathor (@o_my_god_1.4.3)

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *