Gadar 2 Box Office Collection Day 11: 22 વર્ષ પછી બોક્સ ઓફિસ પર સની દેઓલની સૌથી હિટ ફિલ્મ બની, ‘ગદર 2’ની સ્પીડ ક્યારે અટકશે?

Gadar 2 Box Office Collection Day 11: 22 વર્ષ પછી બોક્સ ઓફિસ પર સની દેઓલની સૌથી હિટ ફિલ્મ બની, ‘ગદર 2’ની સ્પીડ ક્યારે અટકશે?

Gadar 2 Box Office Collection Day 11: સની દેઓલની ફિલ્મ Gadar 2  બોક્સ ઓફિસ પર સૌથી મોટી સુનામી બનીને સામે આવી રહી છે. ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. ગદર 2 રિલીઝના 11 દિવસમાં 500 કરોડની નજીક પહોંચી ગઈ છે. ગદર 2નું અત્યાર સુધીનું કલેક્શન જાણીએ.

22 વર્ષ બાદ સની દેઓલની ફિલ્મ Gadar 2  બોક્સ ઓફિસ (Gadar 2 Box Office Collection) પર સુનામીની જેમ વાપસી કરી છે. ગદર 2 રિલીઝ સાથે જબરદસ્ત કમાણી કરી રહી છે. સની દેઓલની ગદર 2 એ પણ કમાણીના મામલામાં શાહરૂખ ખાન અને સલમાન ખાનને પાછળ છોડી દીધા છે. બીજા અઠવાડિયે કમાણીની બાબતમાં ગદર 2 શાહરૂખ ખાનની પઠાણ કરતાં પણ આગળ નીકળી ગઈ. રિલીઝના 11મા દિવસે પણ ગદર 2 બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

આ પણ વાંચો : Rajbha Gadvi : આ ગામમાં થયો હતો રાજભા ગઢવીનો જન્મ, જાણો કેટલું ભણેલા છે…

સની દેઓલની Gadar 2 એ 11માં દિવસે લગભગ 14 કરોડની કમાણી કરી લીધી છે. જો કે, આ હજુ પણ પ્રારંભિક આંકડા છે. આ સાથે ભારતમાં ગદર 2નું નેટ કલેક્શન 389.10 કરોડ થઈ ગયું છે. ગદર 2 નું ગ્લોબલ કલેક્શન 487 કરોડ સુધી પહોંચી ગયું છે, જેને જોઈને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ગદર 2 વિશ્વભરમાં 500 કરોડને પાર કરી જશે.

‘ગદર 2’ એ શાહરૂખ ખાનના પઠાણને પાછળ છોડી
ગદર 2 એ તેની રિલીઝના બીજા સપ્તાહના અંતે મજબૂત કમાણી કરતી વખતે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પઠાણને પાછળ છોડી દીધી હતી. શાહરૂખ ખાનની ‘પઠાણ’એ બીજા સપ્તાહમાં કુલ 46 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે Gadar 2 એ બીજા સપ્તાહમાં 92.07 કરોડનું કલેક્શન કર્યું હતું. રિલીઝના બીજા રવિવારે પઠાણે 13.50 કરોડની કમાણી કરી હતી જ્યારે ગદર 2 એ 40.50 કરોડની કમાણી કરી હતી.

ગદર 2 બની સની દેઓલના કરિયરની સૌથી હિટ ફિલ્મ
તમને જણાવી દઈએ કે, સની દેઓલ છેલ્લા કેટલાક સમયથી એક હિટ ફિલ્મની શોધમાં હતા.Gadar 2  ફિલ્મ સની દેઓલના કરિયરની સૌથી હિટ ફિલ્મ બની ગઈ છે. આ પહેલા ગદર એક પ્રેમકથા સની દેઓલના કરિયરની હિટ ફિલ્મ સાબિત થઈ હતી. તેમજ લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફરેલી અમિષા પટેલને પણ ગદર 2એ હિટ બનાવી છે. ચાહકોને તારા સિંહ અને સકીનાની જોડી ખુબ પસંદ આવી રહી છે. ડાયરેક્ટર અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ શર્માની એક્ટિગ ચાહકોને વધુ ખુશ કરી શકી નહિ.

આ પણ વાંચો :  https://mojilogujarati.com/gadar-2-sat-fota/ગદર 2 ના સેટ પરથી ફોટા આવ્યા સામે, તારા સિંહના અવતારમાં જોવા મળ્યા સની દેઓલ, સકીનાની ઝલક પણ જોવા મળી..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *