નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટ સુધી જુઓ આટલું ભણેલી છે આ અંબાણી પરિવારની મહિલાઓ…

નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટ સુધી જુઓ આટલું ભણેલી છે આ અંબાણી પરિવારની મહિલાઓ…

હાલના સમયમાં મુકેશ અંબાણીને કોણ નથી જાણતું, મુકેશ અંબાણી ભારતના જાણીતા ઉદ્યોગપતિ છે. તે મુંબઈમાં રહે છે. મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને તેમના પરિવારના અન્ય સભ્યો તેમના વૈભવી જીવન અને અલગ શૈલી માટે જાણીતા છે.

થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. ઘણા લોકો જાણવા માંગે છે કે અંબાણી પરિવારની મહિલાઓ કેટલી શિક્ષિત છે? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નીતા અંબાણી
નીતા અંબાણી મુકેશ અંબાણીની પત્ની છે. નીતા અંબાણીએ પોતાનો અભ્યાસ મુંબઈથી કર્યો છે. નીતા અંબાણીએ મુંબઈની નરસી મોંજી કોલેજ ઓફ કોર્મસ એન્ડ ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. નીતા અંબાણી ભરતનાટ્યમ ડાન્સર પણ છે.

શ્લોકા મહેતા
શ્લોકા મહેતા મુકેશ અંબાણીની મોટી વહુ છે. શ્લોકા મહેતા ભારતના પ્રખ્યાત હીરાના વેપારીની પુત્રી છે. તે તેના ભાઈ-બહેનોમાં સૌથી નાની છે.

શ્લોકા મહેતાએ પ્રિન્સટન યુનિવર્સિટી, ન્યુ જર્સી, યુએસએમાંથી માનવશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. શ્લોકા મહેતા અવારનવાર પોતાનો સમય સામાજિક કાર્યોમાં વિતાવે છે.

રાધિકા મર્ચન્ટ
રાધિકા અંબાણીએ તાજેતરમાં મુકેશ અંબાણીના નાના પુત્ર સાથે સગાઈ કરી છે. રાધિકા પોતાની સુંદરતાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રાધિકા મર્ચન્ટે 2017માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.

રાધિકાએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાની ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *