ગુજરાતના ખેડૂત એ પક્ષી માટે બનાવ્યું એવું પક્ષી ઘર કે બંગલા ને પણ ભૂલી જશો
આપણી આસપાસ ઘણી વાર આપણે પક્ષી પ્રેમીઓને જોયા જશે જે પોતાના ઘરે કે પોતાના ઘરની આસપાસ પક્ષીઓને રહેવા અથવા અન્ય વ્યવસ્થા કરતા હોય છે જાણે એવું જ લાગે કે પોતાના ઘરમાં જ પક્ષીઘર બનાવ્યું હોય તો ઘણા લોકોને પક્ષીઓનો ખૂબ જ શોખ હોય છે આવા જ એક 75 વર્ષના ભગવાન ભાઈને પક્ષીઓનો ખૂબ જ શોખ છે.
જ્યારે તે પક્ષીઓને ખોરાક આપતા ત્યારે તેઓ વિચારતા કે આ પક્ષીઓ ક્યાં રહેતા હશે વરસાદમાં કે અન્ય કોઈ પરિસ્થિતિમાં આ પક્ષીઓ કઈ રીતે પોતાને સુરક્ષિત રાખતા હશે.
આ જ ચિંતા સાથે તેણે પક્ષીઓ માટે કંઈક અનોખું કાર્ય કર્યું હતું. આ તસવીરમાં જોઈ શકો છો કે શિવલિંગ આકારમાં બંધારણમાં આલિશાન બંગલો છે. જોઈને તમને એમ જ લાગશે કે આ કોઈ શિવ મંદિર છે પરંતુ તે પક્ષીઓને રહેવા માટેનું રહેઠાણ છે આ પક્ષીઘર કોઈ વિદેશમાં નહીં પરંતુ ગુજરાતના નવી સાકળી ગામમાં હજારો સાડીઓથી બનેલું આ પક્ષીઘર છે.
તમને આ પક્ષીઘર જોતા ની સાથે એમ જ થશે કે આ કોઈ નિષ્ણાંત એન્જિનિયર દ્વારા બનાવેલું હશે પરંતુ આ ગુજરાતમાં રહેતા ખેડૂત ભગવાનજીભાઈ બનાવ્યું છે મળતા સમાચાર અનુસાર તેમને પક્ષીઓનો પહેલેથી જ ખૂબ જ શોખ હતો તેથી જ તે દરરોજ પક્ષીઓને ખવડાવતા તેની સાથે તેમને રહેવાની પણ વ્યવસ્થા કરતા હતા પરંતુ તેણે તેની મહેનતથી 140 ફૂટ લાંબુ અને 40 ફૂટ ઊંચું પક્ષીઘર બનાવ્યું છે. જેમાં તેમણે 2500 જેટલા નાના મોટા વાસણનો ઉપયોગ કરી આ પક્ષીઘર બનાવ્યો જ છે.
તેથી જ તે ગ્રામજનો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે સૌ લોકો આ ઉમદા કાર્ય માટે આ ખેડૂત ભગવાન ભાઈના વખાણ કરી રહ્યા છે ખરેખર આમાં જ તેમનો પક્ષી પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે આ પક્ષીઘરમાં કોઈપણ ઋતુમાં પક્ષીઓ સુરક્ષિત રીતે રહી શકે છે આ પક્ષીઘર તેણે શિવલિંગ આકારમાં બનાવ્યું છે તેથી જ તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે ગુજરાતમાંથી ઘણીવાર ખેડૂતો પોતાની સૂઝબૂઝ થી અનેક આવા કાર્યો કરતા હોય છે.