વિદેશી યુવક-યુવતીએ હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા, સાકરોડિયા ગામમાં જર્મનીના યુવક સાથે રશિયાની યુવતીએ લગ્ન કર્યા
હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને આપડે ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકીએ તેવી એક કિસ્સો સામે આવ્યો છે. જે હિંમતનગરના સાકરીયા ગામના એક જર્મન યુવક સાથે રશિયન યુવતી એ લગ્ન કર્યા એ પણ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા. સાથે સાથે આ જર્મનીના વરરાજાના ગામમાં મિત્રો પરિવાર દ્રારા પીઠી ચોળી અને લગ્નના ગીતો લલકાર્યા અને તેની સાથે સાથે વરરાજો ઘોડે ચઢીને પરણવા નીકળ્યો.
ત્યારે આ વાત એવી છે કે એક ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈ શકીએ અને આ હિન્દુ સંસ્કૃતિ હંમેશા માટે વિદેશી માટે એક આકર્ષકનું કેન્દ્ર રહ્યું છે.
જ્યાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં સાકરોડિયા ગામમાં વિદેશી યુવતી કન્યાદાન કરવામાં આવ્યું હતું. આ રશિયન યુવતી ના લગ્ન જર્મન ઉધોગપતિના પુત્ર થયા હતા. હાલ બંને ના લગ્ન શાક સાકરોડિયા ગામના લાલજીભાઈ પટેલના ઘરમાં યોજવામાં આવ્યા હતા. આ યુગલ બંને નિર્યણ લીધો કે તેઓએ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરવાનું ડિસાઈડ કર્યો.
કપલને ધાર્મિક બાબતનું જ્ઞાન મેળવવાનો ખૂબ રસ છે તેને લઈને ઘણીવાર ભારતની મુલાકાત આવતા હોય છે. પછી આ જોઈને બંને કપલે નક્કી કર્યું કે આપણે ભારતીય પરંપરાગત લગ્ન કરીશું. અન્ય મિત્રોની મુલાકાત લઈને લઈને તેની મદદ માંગીને સાબરકાંઠા ના હિંમતનગરના ગામમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યુગલે ભારતની સંસ્કૃતિ જોઈને નક્કી કર્યું આપણે ભારતીય પરંપરાગત લગ્ન કરીશું. યુવક જર્મન ક્રિશ મુલર નામ છે અને રશિયન છોકરી છે જેનું નામ જુલિયા છે. તેને આ લગ્ન હિંદુ વિધિથી કરવાની ઇચ્છાથી લગ્ન કર્યા છે. જ્યારે તેને પીઠી પણ ચોળવામાં આવી હતી.
સાથે લગ્ન ગીત પણ ગાવામાં આવ્યા હતા અને કન્યાને દાન પણ આપવામાં આવ્યું હતું. અત્યારે આ બંને કપલ તેઓ દાદાના ભગવાનથી ખૂબ આકર્ષાયેલા છે. આ બધું આકર્ષણ સાકરીયા ગામમાં ખેંચી આવ્યું. આ કપલે હિંદુ વિધિથી લગ્ન ઈચ્છા વ્યક્ત કરી ત્યાર પછી તરત જ કંકુના કરવાનું નક્કી કર્યું ત્યાર પછી કંકોત્રી છપાઈ, કન્યા અને વર પક્ષનું સ્થાપન એમના મિત્ર પરિવારોએ લીધું. આ બધા કાર્યક્રમ શાંતિથી સંપન્ન થયા.