દેશમાં જ નહિ વિદેશમાં પણ વાગી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રીના ડંકા- બાગેશ્વર ધામના દરબારમાં પહોચેલી વિદેશી મહિલાને થયો દિવ્ય અનુભવ

દેશમાં જ નહિ વિદેશમાં પણ વાગી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રીના ડંકા- બાગેશ્વર ધામના દરબારમાં પહોચેલી વિદેશી મહિલાને થયો દિવ્ય અનુભવ

આ દિવસોમાં મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામ ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબજ ચર્ચામાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર મેલીવિદ્યાથી લઈને અંધશ્રદ્ધા સુધીના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ આરોપોને નકારી કાઢ્યા છે. અને સાથે સાથે દાવો પણ કર્યો છે કે તેને ભગવાનના આશીર્વાદ છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી સતત હેડલાઇન્સમાં જ રહે છે અને તેથીજ લોકો તેના વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં જ હાલ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા છે કે હાલ અંગ્રેજ પણ તેમના દરબારમાં આર્શીવાદ લેવા માટે આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે, બાગેશ્વર ધામનો શું મહિમા છે એ આ લોકોને પુછો અને ત્યારે એક વિદેશથી આવેલી મહિલાને બોલાવે છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી ત્યાર બાદ જણાવે છે કે, બાગેશ્વર ધામ પણ વિદેશી મહિલા ગઈ હતી અને બાગેશ્વર ધામમાં કથા પણ સાંભળી હતી. ત્યાર બાદ આ વિદેશી મહિલાને એવી પ્રેરણા લાગી કે તે ધીરેન્દ્ર શાસ્ત્રીની સૌથી સારી સિસ્ટર છે અને તેને જે અનુભવ થયો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે વિદેશી મહિલાને અનુભવ થયો છે તે તમારા લોકો કરતા પણ વધુ છે.

 

આ વિદેશી મહિલાએ ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાગેશ્વર ધામ વિશે પોતાની ભાવના વ્યક્ત કરી અને બાગેશ્વર ધામમાં થયેલા પોતાના અનુભવો પણ જણાવ્યા હતા. આગળ વાત કરતા મહિલાએ જણાવ્યું કે, તમે બધા ભાગ્યશાળી છો કે તમારી પાસે આવા ગુરૂજી (ધીરેન્દ્ર શાસ્ત્રી) છે. મને ખુબજ ગર્વનો અનુભવ થાય છે કે મારા જેવી સામન્ય મહિલાને ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે બોલવાની આ તક મળી.

વિદેશી મહિલાએ વધુ વાત કરતા જણાવ્યું કે, જયારે માતા મિત્રોએ મને ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે જણાવ્યું ત્યારે મને કોઈ રસ ન હતો. પરંતુ હું મારા મિત્રોની ખુશી માટે તેમની સાથે આવી હતી. પરંતુ મે જ્યારેધીરેન્દ્ર શાસ્ત્રીને જોયા ત્યારે મને એક અલગ જ દુનિયાનો અનુભવ થયો હતો. મહિલાએ આગળ વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ઘણી વાતો કહી અને પોતાને થયેલા અનુભવ વિશે પણ ઘણી માહિતી આપી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *