રાત્રિના પ્રસંગમાં જમણવારમાં જમ્યા પછી એકસાથે 77 લોકોને ફૂડ પોઇઝનિંગ..

રાત્રિના પ્રસંગમાં જમણવારમાં જમ્યા પછી એકસાથે 77 લોકોને ફૂડ પોઇઝનિંગ..

એકસાથે 77 લોકોને ફૂડ પોઇઝનિંગ: વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામના 3 પ્રસંગોના જમણવાર બાદ 77 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર, PHC ખાતે સારવાર આપવામાં આવી

વાંકાનેર તાલુકના બે ગામડાઓમાં ફૂડ પોઝીનિંગની ઘટના સામે આવી છે. જ્યાં દલડી અને ખીજડીયા ગામે રાત્રીના સમયે 77 લોકોને એક સાથે ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં સૌને સારવાર આપી સ્વસ્થ કરી દેવામાં આવ્યા હતા.

આ અંગેની મળતી વિગતો અનુસાર ગત રાત્રીના રોજ વાંકાનેર તાલુકાના દલડી ગામે 2 સ્થળે જમણવાર અને ખીજડીયા ગામે પણ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાત્રીના સમયે એકસાથે 77 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જ્યાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓને ઝાડા-ઉલ્ટી થયા હતા. રાત્રીના સમયે એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા અફરા તફરી મચી જવા પામી હતી.

આ ઘટનાની જાણ વાંકાનેર આરોગ્ય કેન્દ્રને થતા THO સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સત્વરે સારવાર શરૂ કરી હતી. જેમાં દલડી ગામે 50 લોકો અને ખીજડિયામાં ગામે 27 લોકો બીમાર પડ્યા હતા.

જેમાં દલડી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર ઉભુ કરી સારવાર આપવામાં આવી હતી અને ખીજડીયા ગામે PHC સેન્ટરમાં લોકોને સારવાર અપાઈ હતી. આ તમામ નાગરિકોને સામાન્ય અસર થઈ હતી અને સર્વેને રાત્રિના જ સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.

તો વધુમાં મળતી વિગત મુજબ દલડી ગામે એક દુઃખદ પ્રસંગ અને સગાઈનો પ્રસંગ હતો. તો ખીજડીયા ગામે પણ દુઃખદ પ્રસંગના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *