Fixed Deposit : બેંકમાં FD કરાવનારા મોજમાં, 31 ઓક્ટોબર સુધી મળશે આટલું ઉંચું વ્યાજબેંકમાં FD કરાવનારા મોજમાં, 31 ઓક્ટોબર સુધી મળશે આટલું ઉંચું વ્યાજ

Fixed Deposit : બેંકમાં FD કરાવનારા મોજમાં, 31 ઓક્ટોબર સુધી મળશે આટલું ઉંચું વ્યાજબેંકમાં FD કરાવનારા મોજમાં, 31 ઓક્ટોબર સુધી મળશે આટલું ઉંચું વ્યાજ

જો તમે પણ FD (Bank FD) પર વધુ વ્યાજ મેળવવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છે. હવે IDBI બેંકે સ્પેશિયલ Fixed Deposit સ્કીમ માટે સમયમર્યાદા લંબાવી છે. IDBI બેંકે ગ્રાહકોને 375 અને 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ ઓફર કરવા માટે અમૃત મહોત્સવ FD નામની વિશેષ યોજના શરૂ કરી હતી, તેની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2023 હતી, પરંતુ હવે તેની સમયમર્યાદા એક મહિના સુધી લંબાવવામાં આવી છે.

IDBI બેંકે માહિતી આપી-

તમને જણાવી દઈએ કે હવે તમે અમૃત મહોત્સવ FD પર 31 ઓક્ટોબર સુધી વધુ વ્યાજ મેળવી શકો છો. IDBI બેંકે તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે અમૃત મહોત્સવ FDની તહેવારોની ઓફર 375 અને 444 દિવસ માટે 31 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી છે.

Fixed Deposit
Fixed Deposit

IPL 2023 શેડ્યૂલ: IPL 2023 ટાઈમ ટેબલ જાહેર, જાણો કોણ રમશે

બેંકે કહ્યું છે કે નિયમિત, NRE અને NRO ગ્રાહકોને 444 દિવસીય અમૃત મહોત્સવ FD સ્કીમ પર 7.15 ટકાના વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને આ FD પર 7.65 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ સાથે ગ્રાહકોને ઝડપી ઉપાડ અને બંધ કરવાની સુવિધા પણ મળી રહી છે.

આ પણ વાંચો : Job interview : ઈન્ટરવ્યુમાં ભૂલથી પણ ના કહેતા આ 5 વાતો, નહીં તો હાથમાંથી જશે નોકરી

375 દિવસના સમયગાળા પર વ્યાજ-

સામાન્ય ગ્રાહકોને 375 દિવસની ખાસ અવધિ સાથે Fixed Deposit પર 7.10 ટકા વ્યાજનો લાભ મળી રહ્યો છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોને આ સમયગાળા માટે ફિક્સ ડિપોઝિટ પર 7.60 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.

Fixed Deposit
Fixed Deposit

IDBI બેંકના નવીનતમ FD દરો-

07-30 દિવસ – 3%

31-45 દિવસ – 3.25%

46- 90 દિવસ – 4%

91-6 મહિના – 4.5%

6 મહિના 1 દિવસથી 270 દિવસ – 5.75%

71 દિવસથી <1 વર્ષ – 6.25% 1 વર્ષથી 2 વર્ષ (375 દિવસ અને 444 દિવસ સિવાય) – 6.8% > 2 વર્ષથી 5 વર્ષ – 6.5%

> 5 વર્ષથી 10 વર્ષ – 6.25%

> 10 વર્ષથી 20 વર્ષ – 4.8%

ટેક્સ સેવિંગ એફડી 5 વર્ષ – 6.5%

તમને કેટલું વ્યાજ મળે છે?

IDBI બેંકે તેની FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. બેંકની વેબસાઇટ અનુસાર, આ દરો 15 સપ્ટેમ્બર, 2023થી લાગુ થશે. IDBI બેંક સામાન્ય ગ્રાહકોને સાત દિવસથી પાંચ વર્ષમાં પાકતી FD પર 3% થી 6.8% વ્યાજ આપે છે અને વરિષ્ઠ નાગરિકોને 3.5% થી 7.3% વ્યાજ આપે છે.

more article : FD INTEREST RATES : માર્કેટમાં આ 7 બેંકોએ મચાવી છે ધૂમ! ગ્રાહકોને આપી રહી છે 9 ટકાથી વધુ વ્યાજ!

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *