બે કાંઠે વહેતી નદીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયું ગલુડિયું, જીવના જોખમે ગલુડિયાનો જીવ બચાવવા ઉતર્યો ફાયરમેન, વીડિયો જોઈને લોકો બોલ્યા..”માનવતા હજુ જીવે છે..” જુઓ વીડિયો
હાલ દેશભરમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ આવી ગઈ છે. ઘણી નદીઓ છલકાઈ ગઈ છે, ત્યારે સામાન્ય જીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે. આ દરમિયાન નદી નાળામાં તણાઈ જવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. માણસ તો મદદ માટે બૂમો પાડી શકે છે. પરંતુ અબોલા જીવનું શું ? તેમની પાસે ના ઘર છે ના રહેવાની કોઈ જગ્યા ત્યારે આવા સમયે તે પણ મુસીબતનો સામનો કરતા હોય છે.
પાણીની વચ્ચે ફસાઈ ગયું હતું ગલુડિયું :
આ દરમિયાન ચંદીગઢથી એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા લોકોના દિલ જીતી લીધા છે. 44-સેકન્ડની ક્લિપમાં, એક ફાયરમેન સીડીની મદદથી પાણીમાંથી પસાર થતો અને તેના હાથમાં ફસાયેલા ગલુડિયા સાથે પુલ પર પાછો ફરતો જોઈ શકાય છે. IPS શ્રુતિ એ આ ક્લિપ પોસ્ટ કરી અને લખ્યું “ફાયરમેન સંદીપને સલામ જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને એક ગલુડિયાને બચાવ્યું.”
જીવન જોખમે ફાયરમેને બચાવ્યો જીવ :
હવે ફાયરમેન સંદીપની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. યુઝર્સ લખે છે કે તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં અબોલ જીવની મદદ કરવા બદલ પોલીસનો હૃદયપૂર્વક આભાર માને છે! આ વીડિયો ‘SSP UT ચંદીગઢ’ (@ssputchandigarh) ના ટ્વિટર હેન્ડલ દ્વારા 10 જુલાઈએ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમને કેપ્શનમાં કહ્યું કે ચંદીગઢ પોલીસની ટીમની મદદ માટે ફાયર વિભાગની ટીમનો આભાર, જેમણે તેજ પ્રવાહમાં ‘ખુદ્દા લાહોર બ્રિજ’ નીચે ફસાયેલા એક ગલુડિયાને બચાવ્યો.
Kudos to Fireman Sandeep for rescuing a stranded puppy from Patiala ki Choe at Khuda Lahora bridge. We salute your bravery in risking your life for another living being. pic.twitter.com/6Om0uKXl28
— Shruti (@shrutiarora_IPS) July 10, 2023
લોકોએ કરી આ કામની પ્રસંશા :
આ આ વીડિયોને અત્યાર સુધી એક લાખ કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે અને હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. હવે આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, લોકો વીડિયો જોયા પછી કહી રહ્યા છે કે માનવતા જીવંત છે. ઘણા લોકો એ ફાયરમેનની પ્રશંસા કરી રહ્યા છે