Navratriનાં કોઈપણ દિવસે ગાય માતા ને ખવડાવી દો આ ૧ ચીજ, ઘર હંમેશા પૈસાથી ભરેલું રહેશે, વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળે છે

Navratriનાં કોઈપણ દિવસે ગાય માતા ને ખવડાવી દો આ ૧ ચીજ, ઘર હંમેશા પૈસાથી ભરેલું રહેશે, વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળે છે

Navratri માં દુર્ગાનાં નવ અલગ-અલગ રૂપોની પુજા અને આરાધના કરવાનો સમય હોય છે. નવરાત્રીમાં માં દુર્ગા નું દરેક સ્વરૂપ ભક્તોને સુખ-સમૃદ્ધિ અને શક્તિ આપવા વાળું છે. પોતાનાં ભક્તોનાં એક નાના પ્રયાસથી માં દુર્ગા તરત જ પ્રસન્ન થઈને તેમને અઢળક ખુશીઓ આપે છે પરંતુ બીજી તરફ ભક્તોની એક નાની ભુલ પણ ઘણીવાર માતાજીને નારાજ પણ કરી શકે છે એટલે કે માતાજી જેટલા જલ્દી પ્રસન્ન થાય છે એટલા જ જલ્દી નારાજ પણ થઈ જાય છે.

આપણે બધાએ સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ કે આપણે માતાજીને હંમેશા પ્રસન્ન રાખી શકીએ તેથી Navratriનાં ૯ દિવસોમાં અમુક ખાસ ઉપાય કરીને આપણે માતા દુર્ગાને પ્રસન્ન કરી શકીએ છીએ અને તેમની કૃપાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ Navratri માં ગાય માતાની પુજા કરવાનું શું મહત્વ હોય છે અને ગાય માતા ને આપણે હંમેશા કઈ ચીજો અર્પણ કરવી જોઈએ તથા ગાય માતાની પુજા કરતા સમયે કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણની ગાય સમસ્ત સંસારની માતા છે. જે ઘરમાં ગાય હોય છે, તે ઘરનાં તમામ વાસ્તુદોષ દુર થઈ જાય છે.

ગાય માં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે. માં દુર્ગા પણ ગાય ની અંદર નિવાસ કરે છે તેથી ગાય માતા ની સેવા કરવાથી માં દુર્ગાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તેની સાથે જ જો તમે નવરાત્રિમાં વિશેષ રૂપથી ગાય માતા ની પુજા કરો છો કે પછી તમારા દ્વાર પર ગાય માતા અચાનક પ્રગટ થઈ જાય છે તો તેને ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે તેથી જો તમારા દ્વાર પર Navratriનાં ૯ દિવસોમાં ગાય માતા આવે છે તો તેમનું આદર અને સન્માન કરો.

Navratri
Navratri

ધર્મગ્રંથો અનુસાર ગાય માતા મા તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે. ગાય માતા ની પુજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓની પુજાનું ફળ પ્રાપ્ત થાય છે. ગાય પર તમામ નક્ષત્રનો પ્રભાવ પડે છે. ગાય ના શરીરમાં સુર્યકેતુ નાડી હોય છે, જે સુર્યનાં કિરણોથી રક્તમાં સ્વર્ણકાર બનાવે છે.

સ્વર્ણકાર ગાયના દુધમાં વિદ્યમાન હોય છે, જે મનુષ્ય માટે અમૃત સમાન છે. આ સ્વર્ણકારનાં લીધે જ ગાય ના દુધનો રંગ હળવો પીળો હોય છે. તો ચાલો જાણી લઈએ Navratriમાં ગાય માતાની પુજા કરવાથી મનુષ્યને ક્યાં-ક્યાં ફળ મળે છે. સાથે જ ઘરનાં વાસ્તુદોષ નષ્ટ કરવા માટે ક્યાં ઉપાયો કરવા જોઈએ.

સનાતન હિંદુ ધર્મમાં ગાય, ગંગા અને ગાયત્રીનું ધાર્મિક મહત્વ સૌથી વધારે છે. શાસ્ત્રો અનુસાર ગાયનાં શરીરમાં ૩૩ કોટી દેવી-દેવતાઓની સાથે માં દુર્ગા પણ નિવાસ કરે છે અને જે પણ વ્યક્તિ Navratriમાં ગાય માતાની પુજા કરે છે, તેમને માં દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો : accident : ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માત; 9નાં મોત, ટ્રક પાછળ જીપ ઘૂસી ગઈ, 19 લોકો સવાર હતા

જે પણ વ્યક્તિ ગાય માતાની સેવા કરે છે, તેમને માતાની સમાન માનવામાં આવે છે. ગાય માતા તેમનાં પર આવનારા તમામ સંકટ અને પરેશાનીઓને દુર કરે છે. ગાય માતા કામધેનુ છે, તમામ પ્રકારનાં કષ્ટ દુર કરવા વાળી છે અને વ્યક્તિની દરેક મનોકામનાઓ પુરી કરવા વાળી છે.

કહેવામાં આવે છે કે સુર્યાસ્ત બાદ જ્યારે ગાય માતા વનમાંથી પરત ફરે છે અને તેમનાં પગના લીધે જે ધુળ ઉડે છે, તેના લીધે વ્યક્તિનાં તમામ પાપ ધોવાઈ જાય છે. જો કોઈ વ્યક્તિને ખુબ જ ગુસ્સો આવે છે, અભ્યાસમાં નબળો છે, બોલવામાં અસમર્થ છે તો વ્યક્તિએ ગાય માતા ને Navratriનાં ૯ દિવસો દરમિયાન લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ, તેનાં લીધે તે વ્યક્તિની ગ્રહની દશામાં સુધારો થાય છે અને તમામ પરેશાનીઓ દુર થાય છે. ગાય ની સેવા કરવી શાસ્ત્રોમાં અતિ શુભ ફળદાયી માનવામાં આવેલ છે.

Navratri
Navratri

જો તમારી મંગળ દશા ખરાબ છે તો Navratriમાં કોઈ ગરીબ વ્યક્તિને દાન અવશ્ય કરો. જો તમે નવગ્રહોની શાંતિ અને શનિની દશા સારી કરવા માંગો છો તો નવરાત્રીમાં કાળી ગાયનું દાન અવશ્ય કરો તેનાથી તમને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળી જશે. જો તમે કોઈ કાર્ય કરી રહ્યા છો અને ઘણા પ્રયાસો કરવા છતાં પણ તમને તેમાં સફળતા મળી રહી નથી તો મનુષ્યએ નવરાત્રિનાં ૯ દિવસ દરમિયાન તેમનાં દ્વાર પર આવેલી ગાય માતા ને રોટલી જરૂર ખવડાવવી જોઈએ અને તેમનાં કાનમાં પોતાની મનોકામનાઓ અવશ્ય કહેવી જોઈએ. ગાય માતાની નિયમિત રીતે પુજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ મજબુત થાય છે.

પિતૃદોષ દુર કરવા માટે અમાસનાં દિવસે ગાય માતા ને રોટલી, ગોળ અને લીલો ચારો જરૂર ખવડાવવો જોઈએ. Navratriમાં ગાય માતાની પુજા કરવાથી નવગ્રહ શાંત થાય છે. બાળકો જો તમારું કહ્યું માનતા ના હોય તો નવરાત્રીમાં ગાય માતાને તેમનાં હાથથી ભોજન કરાવો. નવરાત્રીમાં ગાય માતા ને પાણી અવશ્ય પીવડાવવું જોઈએ અને ગોળ ખવડાવવાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. ગાય માતાની પીઠ પર હાથ ફેરવવાથી દરેક રોગનો નાશ થઈ જાય છે. જો તમે કોઈ કામ કરો છો અને તે પુરું થઈ રહ્યું નથી તો નવરાત્રીમાં ગાય માતા ને રોટલી સાથે ગોળ ખવડાવો અને ગાય માતાનાં કાનમાં “જય માં દુર્ગા” અવશ્ય બોલો અને તમારી મનોકામના “માં દુર્ગા” સામે પ્રગટ કરો.

Navratri
Navratri

જો નવરાત્રિનાં ૯ દિવસ દરમિયાન ગાય માતા તમારા ઘરની સામે બેસીને આરામ કરે છે તો તમારે સમજી જવું જોઈએ કે “માં દુર્ગા” તમારાથી અત્યંત પ્રસન્ન છે અને તમારા જીવનમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાધા નહી આવે. શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે કે જે ઘરમાં ગાયની સેવા થાય છે, તે ઘરમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારની પરેશાનીઓ આવતી નથી. ઓછામાં ઓછું Navratriનાં ૯ દિવસ પહેલી રોટલી ગાય માતા માટે બનાવવો અને તેમને અવશ્ય ખવડાવો. આવું કરવાથી ગાય માતાનાં આશીર્વાદથી ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી થતી નથી. નવરાત્રીમાં ગાય માતા ની સેવા અને તેમની પરિક્રમા કરવાથી વ્યક્તિ ભયમુક્ત થઈ જાય છે અને તેમને તમામ તીર્થોનું પુણ્ય મળે છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખો કે Navratriમાં તમારા દ્વાર પર આવેલી ગાય માતાને ભુલમાં પણ ભોજન કરાવ્યા વગર પાછી ના મોકલો, તેને પાપ સમાન માનવામાં આવે છે. જો ગાય માતાનાં રૂપમાં આવેલા “માં દુર્ગા” તમારા ઘરેથી ખાલી હાથ પાછા ફરે છે તો તમને માં દુર્ગાનાં આશીર્વાદ પ્રાપ્ત નથી થતાં. ગાય માતા ને ક્યારેય પણ પગ ના મારવો જોઈએ સાથે જ ગાય માતા ને ડંડા થી પણ ના મારવી જોઈએ, જેને હ-ત્યા કરવા સમાન સૌથી મોટું પાપ માનવામાં આવે છે તેથી આપણે ગાય માતાને ક્યારેય પણ કોઈપણ પ્રકારનું કષ્ટ ના આપવું જોઈએ.

Navratri
Navratri

Navratri માં ગાય માતાનાં ગળામાં ઘંટડી અવશ્ય બાંધો. જો આ ઘંટડીનો અવાજ તમારા દ્વાર પર દરરોજ આવે છે તો તમારા ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ગાય માતાનાં દુધમાં સ્વર્ણ મળી આવે છે તેથી નવરાત્રીમાં ગાય માતાનાં દુધનું સેવન જરૂર કરવું જોઈએ અને “માતા દુર્ગા” ને ગાય માતાનાં દુધમાંથી બનેલી ખીર અવશ્ય ચઢાવવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે.

શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે કે જે પણ વ્યક્તિ તન-મન અને ધનથી ગાય માતાની સેવા કરે છે, તે ગાય માતાની પુંછડી પકડીને વૈતરણી નદીને પાર કરી જાય છે. તેમનું અકાળ મૃ-ત્યુ ક્યારેય પણ થતું નથી અને મૃ-ત્યુ બાદ તેમને ગૌ-લોક ધામમાં વાસ મળે છે. જો કોઈ વ્યક્તિનું નસીબ કમજોર છે તો વ્યક્તિએ પોતાની હથેળીમાં ગોળ રાખીને ગાય માતાને ખવડાવવો જોઈએ. તેનાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે અને ગાય માતાનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

more article : Navratriમાં કરી લો શંખનો આ ટોટકો, મળશે અખૂટ ધન સંપત્તિ, તિજોરી પડશે નાની…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *