અરે બાપ રે આ તે કેવું પ્રાણી..? માણસનું મોઢું હોય તેવા મોઢા વાળુ પ્રાણી દેખાય ? જાણો શું છે હકીકત…

અરે બાપ રે આ તે કેવું પ્રાણી..? માણસનું મોઢું હોય તેવા મોઢા વાળુ પ્રાણી દેખાય ? જાણો શું છે હકીકત…

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર રોજ ઘણી અવારનવાર વસ્તુઓ વાયરલ થતી હોય છે. અમુક વખત એવી વસ્તુઓ વાયરલ થતી હોય છે. જે જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક એવા જ સમાચાર સામે આવ્યા છે.

જેમાં માણસ જેવું મોઢું ધરાવતા પ્રાણીના કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. એલીયન જેવા દેખાતા આ પ્રાણીની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેબાજુ ચાલી રહે છે. આ પ્રાણીની વાયરલ થઈ રહેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેનું મોઢું માણસ જેવું દેખાઈ રહ્યું છે. વાસ્તવિકતામાં જ્યારે આ વિચિત્ર પ્રાણીના ફોટાઓ સામે આવ્યા ત્યારે ભલભલા લોકોના હોશ ઉડી ગયા હતા.

તો ચાલો જાણીએ આ વિચિત્ર અને એલિયન જેવા દેખાતા પ્રાણીની શું હકીકત છે. મળતી માહિતી મુજબ અજીબો ગરીબ દેખાતું આ વસ્તુ કોઈ જાનવર કે કોઈ એલિયન નથી. પરંતુ આ એક ઇટાલિયન કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું એક વિચિત્ર ચિત્ર છે. મળતી માહિતી મુજબ ઇટાલિયન કલાકાર લેરા મેગાનુકોએ આ સિલિકોન શિલ્ક તૈયાર કર્યું છે.

એની તસ્વીર થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર સામે આવી હતી. ત્યારબાદ આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી. લોકો સુધી આ કલાકારી વિશે પૂરતી માહિતી ન પહોંચતા સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ તસવીરને લઈને અલગ અલગ વાતો થવા લાગી હતી.

ઘણા લોકો તો આને એલિયન પણ કહી રહ્યા છે. જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે લોકોને તસવીર પાછળની હકીકત સમજાઈ હતી. તમને જણાવી દઈએ કે આ કોઈ પ્રાણી અથવા તો કોઈ એલીયન નથી. પરંતુ ઇટાલિયન કલાકાર દ્વારા બનાવવામાં આવેલી એક શિલ્પ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *