પિતાએ દિકરીને લગ્નમાં આપી એવી ગિફ્ટ કે લોકો જોતા જ રહી ગયા, જુઓ….
“સાણંદના એક પટેલ પરિવારે પોતાની દીકરીના લગ્નની અંદર ગાય ભેટમાં આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને જણાવ્યું હતું કે કે ગાયની સેવા કરવી એ ખૂબ જ જરૂર છે.
લોકો ગાય વિશે જાણે અને ગાયનું મહત્વ સમજે તે ખૂબ જ જરૂરી છે. ગાય આપણને કોરોનામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. ગાયનું દૂધ અને ગાયનું ગૌમુત્ર પણ જીવનમાં અને શરીરના અનેક રોગો માટે ઉપયોગી થાય છે.”,
” સાણંદ ભારતમાં પ્રાચીન કાળથી ગાયનું દાન હતો ખૂબ જ રહ્યું છે શાસ્ત્રોમાં પણ ગાય દાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે પ્રાચીનકાળથી રાજાઓ અને અન્ય લોકો દ્વારા બ્રાહ્મણ ગાયનું દાન આપવામાં આવતું હોય છે પુરાણોમાં પણ એવું માનવામાં આવે છે કે પુણ્યની પ્રાપ્તિ માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર ગાયનું દાન કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે કારણ કે આપણી માતાની જેમ પૌષ્ટિક દૂધ દ્વારા આપણને પોષણ આપે છે ત્યારે સાણંદના એક પિતાએ પોતાની દીકરીના લગ્ન લગ્નમાં ગાયનું દાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી રતિલાલ પટેલે જણાવ્યું હતું કે ગાયની સેવા હું છેલ્લા સાત વર્ષથી કરી રહ્યો છું અને ગાયની સેવા દરેક વ્યક્તિએ કરવી જોઈએ અને દીકરીને પણ દાનમાં ગાય આપવી જોઈએ ગાય વિશે જ્ઞાન થાય અને લોકો જાગૃતિ થાય જો લોકોમાં જાગૃતિ આવશે તો વિશ્વનું કલ્યાણ થશે અને ગાય દ્વારા આપણને ઘણી બધા રોગોમાંથી પણ બચાવે છે જેથી જીવનમાં ગાય ખૂબ જ ઉપયોગી છે જેના કારણે લોકોમાં જાગૃતિ આવી ખૂબ જ જરૂરી છે.
કોરોના કાળમાં ઉપયોગી બની કોરોનાકાળમાં પણ આપણે ગાયનું મહત્વ ખૂબ જ સમજ્યા છીએ કોરોના કાળમાં ગાયના દૂધ અને ગૌમુત્રથી પણ આપણને ઘણી બધી રાહતો મળતી હતી મને પણ કોરોના વખતે ઓક્સિજન લેવલ 77 જેટલું થઈ ગયું હતું પરંતુ ગાય સાથે રહેવાથી મારું ઓક્સિજન લેવલ કંટ્રોલમાં આવી ગયું હતુંજેથી ગાયનું મહત્વ દરેક લોકો સમજે એટલે આજે મેં મારી દીકરીને લગ્નની સાથે એક ગાય પણ ભેટ આપી છે
ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ મહારાજ મોહનદાસે જણાવ્યું હતું કે રતિલાલભાઈ સુંદર કામ કર્યું છે કે પોતાની દીકરીમાં જમાઈને લાવે પહેલા ગાયને લાઈને તેનું પૂજન કરવામાં આવ્યું દરેક હિન્દુએ પોતાની દીકરીના લગ્નમાં એક ગાય ભેટ આપી જોઈએ ગાય માતાના શરીરમાં 33 કરોડ વિવિધતાઓનો વાસ રહેલો છે દીકરીની સાથે સાથે ગાય માતા પણ તેની સાથે જશે તો તેનું જીવન મંગલમય બનશે ગાયની સેવા કરવી એ ખૂબ જ મહાન કામ છે”