Suratમાં પૂર્વ પ્રેમીની કરતૂત, પ્રેમ સંબંધ બાંધવાનું દબાણ કરી યુવતીની છેડતી અને પજવણી કરતો, પોલીસે આવી રીતે મતિ ઠેકાણે પાડી

Suratમાં પૂર્વ પ્રેમીની કરતૂત, પ્રેમ સંબંધ બાંધવાનું દબાણ કરી યુવતીની છેડતી અને પજવણી કરતો, પોલીસે આવી રીતે મતિ ઠેકાણે પાડી

Suratના ઉધના પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીનો પીછો કરી હેરાન-પરેશાન કરતા શખ્સની ઉધના પોલીસે ધરપકડ કરી છે. ઉધના પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,આરોપી શોએબ અને યુવતી છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી આ પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો.

Surat
Surat

બે વર્ષના પ્રેમ સંબંધ દરમિયાન યુવક યુવતી જોડે મારઝુડ કરી હેરાન પરેશાન કરતો હતો. પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળેલી યુવતીએ અંતે પ્રેમ સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધો હતો.યુવતીએ તરછોડી દેતા યુવક રોષે ભરાયો હતો. જેથી વારંવાર પોતાની જોડે પ્રેમ સંબંધ રાખવા યુવતી પર દબાણ કરી તેણીનો પીછો કરતો હતો.

યુવતી સાથે અવાર નવાર મારઝુડ કરતો

આ સમય દરમ્યાન યુવતીની અન્ય એક યુવક જોડે મિત્રતા કેળવાઈ હતી. જેની જાણ પૂર્વ પ્રેમી શોએબ ને થઈ હતી.યુવતી મિત્રને મળી પરત પોતાના ઘરે ફરી રહી હતી.જે દરમ્યાન આરોપી શોએબ અને તેનો સાગરીત મોટરસાયકલ લઇ યુવતી તરફ ઘસી આવ્યા હતા.

આ પણ વાંચો : Nita Ambani : યુએસઆઇએસપીએફ ગ્લોબલ લીડરશિપ અવૉર્ડથી નીતા અંબાણીનું સન્માન,અને નીતા અંબાણી એ લીધું મહિલાઓને સશક્ત અને શિક્ષિત બનાવવાનું લક્ષ્ય.

જ્યાં યુવતીને ચપ્પુ બતાવી મોટર સાયકલ પર બેસાડી તેણીના મિત્રના ઘરે લઈ જવામાં આવી હતી. જ્યાં પણ તેણી જોડે મારઝૂડ કરી ધમકાવવામાં આવી હતી.

Surat
Surat

પોલીસે યુવતીનાં પૂર્વ પ્રેમીની ધરપકડ કરી

પૂર્વ પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ આ અંગેની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જ્યાં ગણતરીના કલાકોમાં જ આરોપી પૂર્વ પ્રેમીની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. એટલું જ નહીં પરંતુ પૂર્વ પ્રેમીના અન્ય સાગરીત ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી.

more article : Suratની ઘટના.લગ્નમાં પૂરતા પૈસાનો બંદોબસ્ત ન થતા પિતાએ મોતને બોલાવ્યું, પુત્રીના લગ્નના 15 દિવસ પહેલા કર્યો આપઘાત

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *