દરેક સમાજ ની સમસ્યા : આ છે દરેક સમાજ ની સમસ્યા 3 મિનિટનો સમય કાઢીને તમારે આ એકવાર જરૂર વાંચવું જોઈએ

દરેક સમાજ ની સમસ્યા : આ છે દરેક સમાજ ની સમસ્યા 3 મિનિટનો સમય કાઢીને તમારે આ એકવાર જરૂર વાંચવું જોઈએ

દરેક સમાજ ની સમસ્યા : તાજેતર માં લગ્ન વિષયક સમસ્યાઓ માં ઉપરા ઉપરી બે ત્રણ કેસ ખુબ દુઃખદ આવ્યાં. એમાં પ્રોબ્લેમ એ છે કે લગભગ 25 થી 27 વર્ષ ની ઉંમરે પરણીને આવેલી દીકરી ને ખીચડી થી માંડી ને કંઈ જ બનાવતા કે કામ કરતાં આવડતું નથી, અથવા તે જૂઠું બોલે છે કે તેની દાનત નથી. દીકરી ડોકટર, એન્જિનિયર, કે જે હોય તે પણ પેટ તો દરેક ને હોય જ છે. અને રસોયા, ઝોમેટો,sweegy કે ટિફિન માં આખી જિંદગી જીવી ન જ શકાય.

દરેક સમાજ ની સમસ્યા : સાસરિયા પણ વહુ લાવતા હોય તો તેમની કઈક તો અપેક્ષા હોય જ. અને 27 વર્ષ ની ઉંમરે તેઓ પાઠશાળા નાં અણઘડ બાળક ને તો ન જ લાવતા હોય અને દરેક માણસ દરેક કામ શીખીને જન્મ્યું નથી હોતું પણ શીખવાની અને શીખવાડવાની પણ એક ઉંમર હોય, અને ઘણા કેસ માં તો શીખવાડી શકે તેવું કોઈ સાસરામાં ન પણ હોય. એની પણ વ્યવસ્થા થાય, પણ શીખવાની કે કરવાની દાનત અને તૈયારી તો અનિવાર્ય જ છે ને?

દરેક સમાજ ની સમસ્યા : પણ આ તો પિયરમાં કંઈ હોય કે ન હોય પણ સાસરે આવે એટલે 100%ટીવી સિરિયલો અને પિક્ચર ની વહુ ઓ ની જ રહેણી કરણી ની હવા માં જ હોય છે. રસોયા, નોકર, નોકર થી થોડો અપગ્રેડ પતિ, પાર્લર, પિક્ચર, પિકનિક, ટૂર, બહુ તો નોકરી, કે પછી અભ્યાસ નું બહાનું, અને એ કંઈ પૂરું ન થાય કે વાંધો વિરોધ થાય તો કોર્ટ ની ધમકી….

દરેક સમાજ ની સમસ્યા
દરેક સમાજ ની સમસ્યા

દરેક સમાજ ની સમસ્યા : આ પરિસ્થતિમાં દીકરાઓ ને પરણાવવા ની પણ ખુબ જ બીક જ લાગે છે અને દીકરી નો કે પોતાનો વાંક કબુલવા ને બદલે દીકરી ઓ ના પિયરીયા ની દાદાગીરી અને દખલગીરી એટલી વધી ગઈ છે કે તેણે સામાજિક વ્યવસ્થા નો સત્યા નાશ કર્યો છે. પોતાની 27વર્ષ ની દીકરી સાવ અણઘડ અને વેતા વગરની છે તેમાં પોતાની જ જવાબદારી છે.

દરેક સમાજ ની સમસ્યા : તેવી કોઈ શરમ કે ગુન્હાહિત કબૂલાત, કે હજી તેને કંઈ જ શીખવવા ને બદલે સાસરામાં કંઈ કહેવા કે શીખવવા નો પ્રયત્ન કરવામા આવે તો તેને સાસુ કે નણંદ નું ભાઈ ભાભી ના જીવન માં ઇન્ટર ફિયારન્સ થતું હોવાનો વાહિયાત અને મૂર્ખ હોબાળો કરવામાં આવે છે… જેને દેશી ભાષા માં લાજવાને બદલે ગાજવું કહેવાય.

દરેક સમાજ ની સમસ્યા
દરેક સમાજ ની સમસ્યા

આ પણ વાંચો : Success Story : ભીખ માંગીને આ મહિલા દર મહિને કમાય છે 40 હજાર રૂપિયા, હિસાબ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

દરેક સમાજ ની સમસ્યા : દરેક સમાજ ની સમસ્યા:દરેક રજાઓ કે વેકેશનમાં આ છોકરીઓ ને અને તેના માં બાપ ને હીલ સ્ટેશન જવા જોઇશે, પછી ભલે બાળક ન હોય કે ભણતું ન હોય અને તેને વેકેશન સાથે કોઈ લેવાદેવા ન હોય, પતિ પ્રાઇવેટ માં નોકરી વ્યવસાય કરતા હોય, રજા, પૈસા વગેરે mannage થાય તેમ ન હોય, ઘરમાં વૃધ્ધો હોય તે નો પ્રોબ્લેમ થાય તેમ હોય, અમુક થી નાના બાળક ને લઈ ફરવું આ વાતાવરણ માં સલાહ ભર્યું ન હોય, પણ જવું એટલે જવું. અને માં બાપ પણ સાચી સલાહ આપવા ને બદલે ઉત્તેજન આપે અને પોતાની સાથે એકલી પરણેલી દીકરી ને પણ ટૂર માં લઇ જવાની બેહૂદી વાત કરે. અને દીકરાની વહુ માટે આનાથી તદ્દન વિપરીત અપેક્ષા અને વર્તન હોય.

દરેક સમાજ ની સમસ્યા
દરેક સમાજ ની સમસ્યા

દરેક સમાજ ની સમસ્યા : આ બધી લાગણીઓ ના અતિરેક લગ્ન જીવન ની ઘોર ખોદી નાખી છે. અને તેમાં કાયદાઓ અને કોર્ટો એ મીઠું ભભરાવવા નું કામ કર્યુ છે. મારા 40વર્ષ નિ વકીલાત ના અનુભવ માં આવા dispute માં 70%થી વધુ વાંક સ્ત્રી ઓ અને એનાં પિયરીયા નો મેં અનુભવ્યો છે અને તેમાં છેલ્લા દાયકામાં તો એ ખુબ જ વકરી ગયેલ છે. મોટા ભાગના ઘર કુટુંબો માં હવે વહુઓ ને સારી જ રીતે રાખવામાં આવે છે પરંતુ તેનો ગેરલાભ ઉઠાવવા માં આવે છે.

દરેક સમાજ ની સમસ્યા : ખાસ કરીને વાનગી ક્લાસ ચલાવતી બહેનોએ હવે ચાઈનીસ, પંજાબી ને બદલે ખીચડી, રોટલી દાળ, ભાત, શાક ના ક્લાસ ચલાવ વાની જરૂર છે જે ઘરમાં શીખવવામાં આવતાં નથી. અને કોર્ટો એ આ બધી જ બાબતો લક્ષ્ય માં લેવાની જરૂર છે. પ્રી વેડિંગ શૂટિંગ થી દસમા ભાગનું ધ્યાન પણ પ્રિ વેડિંગ ટ્રેનીંગ કે કુકિંગ માં આપવામાં આવે તો ઘણા ઘર ભાંગતા બચી જાય.

દરેક સમાજ ની સમસ્યા : અપવાદ રૂપ કેસ માં ખરેખર દુઃખ ત્રાસ આપતા હશેપણ 90%કેસ માં હવે ત્રાસ આપનારા બદલાઈ ગયાં છે. અને આવી માથે ચડાવેલી અણઘડ દીકરીઓ પછી પિયરમાં ભાઈ ભાભી માટે પ્રોબ્લેમ ઊભા કરે છે અને માં બાપ ની હયાતી પછી સમાજ માટે પણ પ્રોબ્લેમ રૂપ બને છે. કોર્ટ માત્ર ભરણ પોષણ, restitution, separetion કે ડિવોર્સ અપાવી શકે છે, ઘર, કુટુંબ, પતિ, બાળક, સલામતી, હોદ્દો કે અનુશાસન અને રાંધણ કળા અપાવી શકતી નથી, એ તો શીખશો તો જ પામશો.

દરેક સમાજ ની સમસ્યા
દરેક સમાજ ની સમસ્યા

more artical : Viral Video : બાપ ની પળ પળ ની ચિંતા કરે એનું નામ દિકરી, નાની દીકરી એ રડતા રડતા પિતા વિષે કહ્યું એવું કે તમારી પણ આંખ ભીની થઇ જશે, જુઓ વિડિઓ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *