સાતતાડીવાળા મેલડી માતાજી મંદિરમાં આજે પણ રોજે થાય છે અદભુત ચમત્કાર, અહીંયા દર્શન માત્રથી જ ભક્તોના દુઃખો દૂર થઇ જાય છે.
ગુજરાતની ધરતી પર ખુબ જ મોટી સંખ્યામાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, અને એટલે જ અહીંયા દેવી-દેવતાઓના પરચાઓ પણ ઘણા જોવા મળે છે. આજે એક એવા જ માતાજીના મંદિર વિષે જાણીએ જે મેલડી માતાજીનું મંદિર છે.
આ મંદિરને સાતતાડી વાળા મેલડી માતાજીનું છે, અહીંયા એક મધ માખીનો પૂડો છે અને ભમરા મધનો પૂડો છે.આ મધમાખી અહીંયા દર્શને આવતા ભક્તોને કરડતી જ નથી, અહીંયા રોજે રોજ ભક્તો દર્શને આવતા જ હોય છે.
અહીંયા દર્શને આવતા ભક્તોના મેલડી માતાજી બધા જ દુઃખો દૂર કરે છે, આ મંદિરની રક્ષા ભમરા મધ કરી રહ્યું છે. આ મંદિરની એક ખાસ વાત છે જ્યાં આ મધ કોઈ દિવસે ભક્તોને કરડતુ જ નથી. આ મંદિર વિરમગામ પાસે આવેલું છે.
મેલડી માતાજીના મંદિરમા ઘણા ભક્તો રોજે રોજ દર્શને પણ આવે છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે. અહીંયા દર્શને આવતા બધા જ નિઃસંતાન દંપતીના ઘરે પણ માતાજીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે.
અહીંયા ઉપર અને નીચે એમ બે મંદિરો આવેલા છે અને આ મધમાખી ઉપર બેસેલી છે.અહીંયા રવિવારે અને મંગળવારે હજારો ભક્તો મેલડી માતાજીના દર્શને આવે છે અને દુખીયાઓ પણ અહીંથી હસતા મોઢે ઘરે જાય છે. આમ રોજે રોજ ભક્તો અહીંયા આવે છે અને તેમના જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓ માં મેલડી દૂર કરી દે છે અને ભક્તોના જીવનમાં ખુશીઓ લાવી લેતા હોય છે.